Swiggy IPO Plan: ઝોમેટો બાદ બીજી ફૂડ ડિલિવરી કંપની Swiggy પર શેરબજારમાં લિસ્ટિંગની તૈયારી કરી રહી છે. Swiggy 800 મિલિયન ડોલર એટલેકે 6000 કરોડ રૂપિયાનો આઈપીઓ લાવવાની તૈયારી કરી રહી છે.


મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે, Swiggy એ તાજા ફંડિંગ રાઉન્ડમાં તેની વેલ્યુએશન 10,7 બિલિયન ડોલર કરી લીધી છે. Swiggy માત્ર ફૂડ ડિલિવરી જ નહીં પરંતુ ખુદને લોજિસ્ટિક કંપની તરીકે પ્રોજેક્ટ કરવા માંગે છે. કંપનીએ આઈપીઓ લાવતાં પહેલા ઈંડીપેંડેંટ ડાયરેક્ટર્સની નિમણૂક પ્રક્રિયા શરૂ કરી દીધી છે. Swiggy સોફ્ટબેંક ગ્રુપ્સ સમર્થિત કંપની છે.


2021માં Swiggyની હરિફ કંપની ઝોમેટો શેરબજારમાં લિસ્ટ થઈ હતી. તેને શાનદાર રિસ્પોંસ મળ્યો હતો. જોકે લિસ્ટિંગ બાદ ઝોમેટોએ નિરાશાજનક પ્રદર્શન કર્યુ છે. 76 રૂપિયા પ્રતિ શેરના ભાવ પર ઝોમેટોનો આઈપીઓ આવ્યો હતો, જે 169 રૂપિયા સુધી ગયા બાદ 80 રૂપિયા આશપાસ કારોબાર કરી રહ્યો છે. ત્રીજા ત્રિમાસિકમાં કંપનીના ઓર્ડર વેલ્યૂ ગ્રોથે નિરાશ કર્યા છે. Swiggy અને ઝોમેટાના સેલ્સની તુલના કરીએ તો Swiggyએ ડિસેમ્બર મહિનામાં 250 મિલિયન ડોલરનું વેચાણ દર્શાવ્યું હતું, જ્યારે ઝોમેટોએ ઓક્ટોબરથી ડિસેમ્બર ત્રિમાસિકમાં 733 મિલિયન ડોલરનું વેચાણ દર્શાવ્યું છે.


ભારતમાં કોરોના મહામારી દરમિયાન ફૂડ ડિલિવરી બિઝનેસ, ગ્રોસરી બિઝનેસમાં જોરદાર ગ્રોથ જોવા મળ્યો છે. Swiggyએ ક્વિક કોમર્સ ડિલિવરી સેગમેંટમાં પણ પ્રવેશ કર્યો છે. જેને રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ સમર્થિત Dunzo, ટાટા ગ્રૂપની બિગ બાસ્કેટથી સ્પર્ધા મળી રહી છે.


આ પણ વાંચો


કર્ણાટકના શિવમોગામાં બજરંગ દળના કાર્યકર્તાની હત્યા મામલે પોલીસે શું કહ્યું ? જાણો મોટા સમાચાર


Patanjali Ayurved Recruitment 2022: આ જાણીતી આયુર્વેદ કંપનીમાં નીકળી ભરતી, આજે જ કરો અરજી


માત્ર 30 જ દિવસમાં બે લાખથી વધુ લોકોએ ખરીદી આ બાઈક, જાણો શું છે ખાસિયત


Watermelon Farming: આ રીતે કરો તરબૂચની ખેતી, ઓછા સમયમાં મળશે લાખોનો નફો!