US અને ઈરાન વચ્ચે યુદ્ધના કારણે સલામત રોકાણ ગણાતી કિંમતી ધાતુ સોનામાં માંગ ચાલુ રહી છે. નબળા રૂપિયાની સાથે, સોનાના આંતરરાષ્ટ્રીય ભાવમાં વધારાને પગલે સ્થાનિક સોનાના ભાવને અત્યાર સુધીના ઉચ્ચ સ્તરે વેપાર માટે ટેકો મળ્યો છે, તેમ HDFC સિક્યુરિટીઝના દેવર્ષ વકીલ, હેડ (PCG-Advisory)એ જણાવ્યું હતું.
અમદાવાદમાં સોનાના ભાવમાં કેટલો થયો વધારો
ન્યૂયોર્કમાં સોનાના હાજર ભાવ 23.40 ડોલર વધી પ્રતિ ઔંસ 1,575.20 રહ્યો છે. આંતરરાષ્ટ્રીય બજારમાં સોનાના હાજર ભાવ 1.4 ટકા ઉછળી ઔંસ દીઠ 1,573.14 થયા છે, જે 1મી એપ્રિલ,2013 એટલે કે લગભગ સાત વર્ષની ઉંચી સપાટી પર છે. અમદાવાદમાં સોનાના રૂા. 42100 રહ્યા છે, જે અગાઉ એટલે કે શુક્રવારના બંધ ભાવની તુલનામાં લગભગ રૂ.800નો વધારો દર્શાવે છે. જ્યારે ચાંદી કીલોના ભાવ રૂા.49,442 રહ્યા છે. દિલ્હીમાં સોનાના ભાવ રૂા.680 વધી રૂા.41,970 થયા છે જ્યારે આઠ ગ્રામની ગિનીના ભાવ રૂા.400 વધી રૂા.31,300 થયા છે.
આ કારણે સોનાના ભાવમાં આવી તેજી
અમેરિકા-ઈરાન વચ્ચે તંગદિલી સર્જાતા, ડોલર ઈન્ડેક્સ નબળો પડતા બુલિયન માર્કેટમાં તેજી, અમેરિકા-ચીન વચ્ચે આગામી 15 જાન્યુઆરીના ફેઝ-1 ડિલનો ઉકેલ, સેન્ટ્રલ બેન્ક, હેજફંડ, SPDR ગોલ્ડ ETFમાં વધી રહેલું હોલ્ડિંગ તેમ જ સ્થાનિકસ્તરે રૂપિયો નબળો પડતા સોના-ચાંદીમાં તેજી જોવા મળી રહી છે.
IND vs SL 2nd T20: પ્રથમ મેચ રદ થયા બાદ ટીમ ઈન્ડિયા નવા વર્ષની શરૂઆત જીત સાથે કરવા ઈચ્છશે
ABP News Opinion Poll: દિલ્હીમાં ફરીથી બની શકે છે કેજરીવાલ સરકાર, જાણો કોને મળશે કેટલી સીટો
દિલ્હી વિધાનસભા ચૂંટણીઃ જાણો કઈ તારીખે યોજાશે વોટિંગ ? ક્યારે જાહેર થશે પરિણામ