Hero E-Vehicle Price Cut: જો તમે પણ ઈલેક્ટ્રિક સાઈકલ ખરીદવાનું વિચારી રહ્યા છો તો હવે તમે આ વાહનને સસ્તામાં ખરીદી શકો છો. હીરો સાયકલ લિમિટેડ ટૂંક સમયમાં તેના કેટલાક ઉત્પાદનોની કિંમતોમાં ઘટાડો કરવા જઈ રહી છે. કંપનીના આ નિર્ણય બાદ વાહનની કિંમતમાં 15000 રૂપિયાનો ઘટાડો થશે.


નવી EV પોલીસી લાગૂ થયા બાદ દરોમાં થશે ઘટશે


Hero Cycles Ltdના ઇલેક્ટ્રિક સાઇકલ બ્રાન્ડ Hero Lectro એ સોમવારે જણાવ્યું હતું કે નવી EV (ઇલેક્ટ્રિક વ્હીકલ) પોલિસી લાગુ થયા પછી દિલ્હીમાં તેની પાંચ પ્રોડક્ટ્સની કિંમતોમાં રૂ. 15,000 સુધીનો ઘટાડો કરવામાં આવશે.


કયા મોડલની કિંમતમાં ઘટાડો જોવા મળશે ?


Hero Lectro એ સોમવારે એક નિવેદનમાં જણાવ્યું હતું કે દિલ્હી સરકારની ઈલેક્ટ્રિક વ્હીકલ પોલિસી (EV પોલિસી)માં ઈલેક્ટ્રિક સાઈકલ માટે સબસિડી અને ટેક્સ છૂટને કારણે તેના C6, C8i, F6i અને C5 મોડલની કિંમતમાં રૂ. 7,500 સુધીનો ઘટાડો થશે.


કાર્ગો મોડલની કિંમતોમાં પણ ઘટાડો થશે


આ સિવાય જો આપણે કંપની Cargo Win ના કાર્ગો વેરિઅન્ટ વિશે વાત કરીએ તો તેની કિંમત પણ 15,000 સુધી ઘટી જશે. આ વેરિઅન્ટની અસરકારક કિંમત 34,999 રૂપિયા હશે.


જાણો શું કહ્યું કંપનીના ડાયરેક્ટરોએ?


હીરો સાયકલ્સના ડિરેક્ટર આદિત્ય મુંજાલે જણાવ્યું હતું કે સબસિડી સપોર્ટ સાથે  ઇ-સાયકલ સમાજના મોટા વર્ગ માટે વધુ સસ્તું અને સુલભ બનશે. તેમણે કહ્યું કે દિલ્હી સરકાર દ્વારા આપવામાં આવેલા સમર્થનથી લોકોને ઈ-સાયકલનો ઉપયોગ કરવા માટે વધુ પ્રોત્સાહિત કરવામાં આવશે.


આ પણ વાંચોઃ


Ahmedabad Jagannath Rathyatra 2022: 18 ગજરાજ, 30 અખાડા સાથે નીકળશે અમદાવાદમાં ભગવાન જગન્નાથની રથયાત્રા, જાણો શિડ્યૂલ


Gujarat Monsoon: રથયાત્રાએ અમદાવાદમાં પડશે વરસાદ ? જાણો હવામાન વિભાગે શું કરી છે આગાહી


Jacqueline Fernandez ED Case: સુકેશ ચંદ્રશેખર 200 કરોડની ખંડણી કેસમાં EDએ જેકલીનને ફરી પૂછપરછ માટે સમન્સ પાઠવ્યું, આ છે આરોપો