Petrol Diesel Price to Decline: આગામી દિવસોમાં પેટ્રોલ-ડીઝલના ભાવમાં ઘટાડો થઈ શકે છે. કેન્દ્ર સરકારે પોતાના ઈમરજન્સી સ્ટ્રેટજિક રિઝર્વથી 5 મિલિયન બેરલ ક્રૂડ ઓઈલ બજારમાં વેચવાનો ફેંસલો કર્યો છે. સરકારના આ પગલાથી ક્રૂડ  ઓઈલની કિંમત ઘટવાની શક્યતા છે.


38 મિલિયન બેરલ ક્રૂડ ઓઈલ છે Strategic Reserve 


સૂત્રોના જણાવ્યા મુજબ ભારત પાસે 38 મિલિયન બેરલ ક્રૂડ ઓઈલ રિઝર્વ થછે. જે દેશના પૂર્વ અને પશ્ચિમ દરિયાકાંઠા વિસ્તારમાં અંડરગ્રાઉન્ડ સ્ટોર કરવામાં આવ્યું છે. જેમાંથી 5 મિલિયન બેરલ ઓઈલ આગામી 7 થી 10 દિવસની અંદર બજારમાં ઉતારવામાં આવશે. આ પહેલા અમેરિકા, જાપાન અને કેટલાક દેશોએ ક્રૂડ ઓઈલની વધતી કિંમતને ધ્યાનમાં લઈ સ્ટ્રેટેજિક રિઝર્વમાંથી ક્રૂડ ઓઈલ બજારમાં વેચવાનો ફેંસલો કર્યો છે. આ દેશોના આ ફેંસલા બાદ ક્રૂડ ઓઈલની વધતી કિંમત પર નિયંત્રણ આવ્યું છે.


પાઈપ લાઈન દ્વારા થશે સપ્લાઈ


કેન્દ્ર સરકાર સ્ટ્રેટેજિક રિઝર્વમાં સંગ્રહીને રાખવામાં આવેલું ક્રૂડ ઓઈલ મેંગલોર રિફાઈનરી અને પેટ્રોકેમિકલ્સ તથા હિન્દુસ્તાન પેટ્રોલિયમ કોર્પોરેશનને વેચશે.  આ બંને કંપનીની રિફાઈનરી રિઝર્વથી પાઈપલાઈન સાથે જોડાયેલી છે.




જરૂર પડશે તો વધારેશ સપ્લાઈ


સરકારે સંકેત આપ્યો છે કે જરૂર પડશે તો સરકાર આ સ્ટ્રેટેજિક રિઝર્વથી વધુ ક્રૂડ ઓઈલ બજારમાં વેચી શકે છે. તેનાથી આમ આદમીને મોંઘા ઈંધણના મારથી રાહત મળશે.


આ પણ વાંચોઃ આ શહેરની એક જ સ્કૂલમાં 11 વિદ્યાર્થીઓ કોરોનાથી સંક્રમિત થતાં ફફડાટ, જાણો વિગત


Tomato Price: મારી નાંખશે મોંઘવારી, અમદાવાદ સહિત અનેક શહેરોમાં ટમેટાએ લગાવી સદી, આ શહેરમાં 160 રૂપિયાએ પહોંચ્યો ભાવ


Tulsi Tips: તુલસીનો છોડ પણ ઘરમાં આવનારી પરેશાનીનો પહેલા જ આપી દે છે સંકેત, આ રીતે જાણો