Forbes Real Time Billionaires List: દુનિયાભરમાં શેર બજારમા ભારે ઘટાડા બાદ ટોચના ઉદ્યોગપતિઓની સંપત્તિ પર અસર થઇ છે. અબજોપતિની રેન્કિંગમાં મોટા ફેરફાર થયા છે. આ વચ્ચે અદાણી જૂથના ગૌતમ અદાણી હવે એશિયાના સૌથી ધનવાન વ્યક્તિ બની ગયા છે. હવે ગૌતમ અદાણી દુનિયાના 10 ટોચના અમીર વ્યક્તિઓમાંથી એક બની ગયા છે.
Forbesની રિયલ ટાઇમ લિસ્ટ અનુસાર, ગૌતમ અદાણી એન્ડ ફેમિલી હાલમાં 90 બિલિયન ડોલરની સંપત્તિ સાથે 10મા ક્રમે પહોંચી ગયા છે. છેલ્લા 24 કલાકમાં તેમની સંપત્તિ 672 મિલિયન ડોલર ઓછી થઇ છે પરંતુ ટોચના અન્ય અબજોપતિઓને વધુ નુકસાન થયું છે. લાંબા સમયથી ભારત અને એશિયાના સૌથી અમીર વ્યક્તિ રહેલા મુકેશ અંબાણીની સંપત્તિ છેલ્લા એક દિવસમાં 2.2 બિલિયન ડોલર ઓછી થઇ ગઇ છે. જેનાથી તેમની કુલ સંપત્તિ 89 બિલિયન ડોલર થઇ ગઇ છે. મુકેશ અંબાણી હવે ગ્લોબલી 11મા સ્થાન પર અને ભારત અને એશિયામાં બીજા સ્થાન પર પહોંચી ગયા છે.
ફેસબુકના માર્ક ઝુકરબર્ગને સૌથી વધુ નુકસાન થયું છે. કંપનીના શેરમાં ગુરુવારે 26 ટકાનો ઘટાડો નોંધાતા ઝુકરબર્ગની સંપત્તિમાં 29.7 બિલિયન ડોલરનો ઘટાડો થયો હતો. આ રીતે તેમની કુલ સંપત્તિ ઘટીને 84,8 બિલિયન ડોલર થઇ ગઇ છે. હવે માર્ક ઝુકરબર્ગ અદાણી અને અંબાણી બાદ 12મા સ્થાન પર પહોંચી ગયા છે. દુનિયાના સૌથી અમીર વ્યક્તિ એલન મસ્કને પણ નુકસાન થયું છે. છેલ્લા એક દિવસમાં મસ્કના નેટવર્થમાં 3.3 બિલિયન ડોલરનો ઘટાડો થયો છે. જોકે તેમ છતાં મસ્ક 232.3 બિલિયન ડોલરની સંપત્તિ સાથે દુનિયાના સૌથી અમીર વ્યક્તિ છે.
Omicronvનો નવો સ્ટ્રેન BA.2 વધારી રહ્યો છે ટેન્શન, લોકો માટે આ રીતે બની શકે છે ઘાતક, જાણો વિગતે
MIUI 13 Rollout: શ્યાઓમીએ લૉન્ચ કરી MIUI 13, જાણો કયા કયા સ્માર્ટફોન યૂઝર્સને મળશે આ નવુ અપડેટ