બ્રિટન છેલ્લા થોડા વર્ષોથી શક્તિશાળી તોફાનોનો સામનો કરી રહ્યું છે. હવે Eunice વાવાઝોડું બ્રિટનમાં ત્રાટક્યું છે અને સ્થિતિ બેકાબુ થઈ ગઈ છે. આ સમયે લંડનના હિથ્રો એરપોર્ટ પર વિમાનોનું લેન્ડિંગ ઘણું મુશ્કેલ થઈ ગયું છે. ભારે પવનના કારણે ભારેખમ વિમાનો પણ ડગમગી રહ્યા છે. પરંતુ આ પડકાર વચ્ચે સોશિયલ મીડિયા પર ભારતીય પાયલટનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે.


એર ઈન્ડિયાના એક વિમાને આ ખતરનાક વાવાઝોડા વચ્ચે શાનદાર લેન્ડિંગ કર્યું છે. દરેક લોકો આ વિમાનના પાયલટની પ્રશંસા કરી રહ્યા છે. વીડિયોમાં Big Jet TV ના ફાઉન્ડર Jerry Dyers   કહેતા સાંભળવા મળી રહ્યા છે કે હું વિમાન યોગ્ય રીતે લેન્ડ થશે કે નહીં તે જોવા માંગું છું. લાગે છે કે તે સફળ થયો છે. ઘણો કુશળ ભારતીય પાયલટ છે.






સોશિયલ મીડિયા પર  આ વીડિયો ખૂબ શેર કરવામાં આવ્યો છે અને બધા લોકો પાયલટની પ્રશંસા કરી રહ્યા છે. એક યૂઝરે વીડિયો શેર કરીને લખ્યું, ખૂબ કુશળ પાયલટ છે. એર ઈન્ડિયાના પાયલટે B787 Dreamliner નું હિથ્રો એરપોર્ટ પર સફળ લેંડિંગ કરાવ્યું. જ્યારે બીજા વિમાન લેંડિંગ નહોતા કરી રહ્યા અને ફ્લાઇટ રદ્દ કરવી પડી ત્યારે આ સફળતા મળી છે. જય હિંદ.


લંડનમાં આ વાવાઝોડા વચ્ચે ભારતની એક નહીં બે ફ્લાઇટનું હિથ્રો એરપોર્ટ પર સફળ લેન્ડિંગ થયું હતું. એક ફ્લાઇટ હૈદરાબાદથી અને બીજી ગોવાથી આવી હતી. બંને વિમાનોએ પ્રથમ પ્રયાસમાં જ સફળ લેન્ડિંગ કર્યું. એર ઈન્ડિયાના અધિકારીના કહેવા મુજબ, બ્રિટિશ એરવેઝ અને કતાર એરવેઝના વિમાનોએ લેન્ડિંગ માટે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો પરંતુ આપણા પાયલટોએ એક સચોટ અને શાનદાર લેન્ડિંગ કરાવ્યું.


આ પણ વાંચોઃ


India Post Recruitment: 10મું પાસ કરે અરજી, ભારતીય પોસ્ટ વિભાગમાં આ પદો પર નીકળી ભરતી, મળશે તગડો પગાર


આ રાશિના જાતકોને કાર્યમાં મળશે સફળતા, જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ