નવી દિલ્હીઃ કાર ખરીદવા ઈચ્છતાં લોકો માટે માઠા સમાચાર છે. પેટ્રોલ-ડીઝલના ભાવ (Petrol Disel Price) આસમાને પહોંચ્યા બાદ હવે કારના ભાવ પણ વધી શકે છે. દેશની સૌથી મોટી કાર નિર્માતા કંપની (Car Manufacturer) મારુતિ સુઝુકી (Maruti Suzuki) આવતા મહિનાથી ભાવ વધારશે. કંપનીએ આજે એક નિવેદન (statement) બહાર પાડીને આ જાણકારી આપી છે. જોકે કંપનીએ કેટલો ભાવ વધારશે તે અંગે કોઇ જાણકારી આપી નથી.


કંપનીએ કહ્યું કે, ઈનપુટ કોસ્ટ (Input Cost) વધવાના કારણે આ પગલું ભરવામાં આવ્યું છે. કંપનીએ કહ્યું કોસ્ટ વધવાનો ભાર કસ્ટમર્સ પર નાંખવો જરૂરી બની ગયો છે. છેલ્લા એક વર્ષમાં કંપનીની વ્હીકલ્સની કોસ્ટ વધી છે. આ કારણે કંપનીએ વધારાનો કોસ્ટનો કેટલોક ભાર કસ્ટમર્સ પર નાંખવાનું નક્કી કર્યું છે.


કંપનીના કહેવા મુજબ મોડલ્સ પ્રમાણે ભાવ વધારો અલગ અલગ રહેશે. મારુતિએ એપ્રિલમાં જ ભાવ વધારાની યોજના બનાવી હતી. ચાલુ વર્ષની શરૂઆતમાં કંનીએ જણાવ્યું હતું કે તેની ઈનપુટ કોસ્ટ વધી ગઈ છે. કંપનીએ ગત વર્ષે કારની કિંમતમાં 34 હજારનો વધારો કર્યો હતો.


કોરોના મામલા ઘટતાં દેશના મોટાભાગના રાજ્યોમાં લોકડાઉનમાં (lockdown) વ્યાપક છૂટ આપવામાં આવી છે. જે બાદ ઓટો મોબાઈલ કંપનીઓએ (automobile) પ્રોડક્શન વધારવાનું શરૂ કર્યુ છે. ઓટોમોબાઇલ કંપનીઓને રાજ્યોમાં ડીલરશિપ્સ (Dealerships) ખુલવાની સાથે બિઝનેસમાં તેજી આવવાની આશા છે. લોકડાઉનના કારણે કંપનીઓના એક્સપોર્ટ (export) પર અસર પડી હતી.  કંપનીના પ્રવક્તાએ કહ્યું કે, કંપનીના પ્લાન્ટમાં પ્રોડક્શન શરૂ થઈ ગયું છે અને તેના માટે સેફ્ટી પ્રોટોકોલ લાગુ કરવામાં આવ્યું છે.


UPSC NDA II Exam 2021: સત્તાવાર નોટિફિકેશન જાહેર, 400 પદો પર થવાની છે ભરતી


યુવકની પ્રેમિકા સાથે યુવકના દાદાએ માણ્યું શરીર સુખ, પ્રેમિકા થઈ પ્રેગનન્ટ ને........વરસો પછી શું બન્યું ?


ભાજપ શાસિત આ રાજ્યમાં એક હજાર બિન મુસ્લિમોનું કરાવાયું ધર્માંતરણ, ખુદ પોલીસે કર્યો ખુલાસો


Car loan Information:

Calculate Car Loan EMI