DA Hike:  મોંઘવારીથી પરેશાન કેન્દ્રીય કર્મચારીઓને મોદી સરકારે મોટી રાહત આપી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં કેન્દ્રીય મંત્રીમંડળે 1 જાન્યુઆરી, 2022 થી કેન્દ્ર સરકારના કર્મચારીઓ અને પેન્શનરો માટે મોંઘવારી ભથ્થા (DA) અને મોંઘવારી રાહત (DR)માં 3% વધારાને મંજૂરી આપી છે. અગાઉ ઓક્ટોબર 2021માં કેન્દ્ર સરકારના કર્મચારીઓનો DA 28% થી વધારીને 31% કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. આ વધારા બાદ ડીએ વધીને 34 ટકા થઈ જશે.


કેન્દ્રીય કર્મચારીઓને બખ્ખાં


હાલમાં કેન્દ્રીય કર્મચારીઓ અને પેન્શનધારકોને 31 ટકાના દરે મોંઘવારી ભથ્થું આપવામાં આવે છે. પરંતુ સરકારે તેમાં 3 ટકાનો વધારો કરીને 34 ટકા કર્યો છે. કેન્દ્રીય કર્મચારીઓને એપ્રિલના પગારની સાથે નવા મોંઘવારી ભથ્થાની સંપૂર્ણ ચૂકવણી કરવામાં આવશે. એપ્રિલ મહિનામાં કર્મચારીઓને છેલ્લા 3 મહિનાનું તમામ એરિયર્સ પણ આપવામાં આવશે. મોંઘવારી ભથ્થામાં 3 ટકાના વધારા બાદ કેન્દ્રીય કર્મચારીઓને 73,440 રૂપિયાથી વધુના એરિયર્સનો લાભ મળશે.


લાખો કર્મચારીઓને ફાયદો થશે


એક અંદાજ મુજબ મોંઘવારી ભથ્થામાં વધારો થવાથી કેન્દ્ર સરકારની તિજોરી પર દર વર્ષે 10,000 કરોડ રૂપિયાનો બોજ પડશે. આ પગલાથી 47 લાખ કર્મચારીઓ અને 68 લાખ પેન્શનધારકોને ફાયદો થશે. વાસ્તવમાં એવું માનવામાં આવે છે કે હોળી પહેલા જ સરકાર મોંઘવારી ભથ્થામાં વધારો કરવાની જાહેરાત કરશે, પરંતુ આ નિર્ણય હવે લેવામાં આવ્યો છે.


આ પણ વાંચોઃ


Coronavirus 4th Wave: કોરોનાની ચોથી લહેરમાં જોવા મળી શકે છે આ લક્ષણો, જાણો વિગત


ગ્રીન હાઈડ્રોજનથી ચાલતી કારથી સંસદ પહોંચ્યા ગડકરી, કહ્યું-પેટ્રોલ ડીઝલથી ખૂબ થાય છે પ્રદૂષણ


Russia Ukraine War: અમેરિકાએ રશિયામાં રહેતા અમેરિકન નાગરિકોને શું આપી મોટી ચેતવણી ?


Coronavirus Cases Today: દેશમાં છેલ્લા 24 કલાકમાં 1233 નવા કેસ નોંધાયા, એક્ટિવ કેસનો આંકડો 15 હજારની નીચે