નવી દિલ્હીઃ ચાર દિવસ બાદ ફરી એક વખત પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં ઘટાડો થયો છે. ઓઈલ કંપનીઓએ પેટ્રોલની કિંમતમાં 22 પૈસા અને ડીઝલની કિંમતમાં પ્રતિ લિટરે  23 પૈસાનો ઘટાડો કર્યો છે. ઘટાડા બાદ દિલ્હીમાં પેટ્રોલની કિંમત 90.56 રૂપિયા પ્રતિ લિટર થઈ ગઈ છે. જ્યારે ડીઝલની કિંમત ઘટીને 80.87 રૂપિયા પ્રતિ લિટરે પહોંચી ગઈ છે. કિંમતમાં ઘટાડા બાદ મુંબઈમાં પેટ્રોલની કિંમત 96.98 રૂપિયા અને ડીઝલની કિંમત 87.96 રૂપિયા પ્રતિ લિટર થઈ ગઈ છે. જ્યારે જો કોલકાતામાં કિંમતની વાત કરીએ તો ત્યાં પેટ્રોલની કિંમત 90.77 રૂપિયા પ્રતિ લિટર જ્યારે ડીઝલની કિંમત 83.75 રૂપિયા થઈ ગઈ છે. ચેન્નઈમાં પેટ્રોલ 92.58 રૂપિયા તો ડીઝલની કિંમત 85.88 રૂપિયા પ્રતિ લિટર થઈ ગઈ છે.


દરરરોજ 6 કલાકે કિંમતમાં ફેરફાર થાય છે


પેટ્રોલ અને ડીઝલની કિંમત દરરોજ સવારે છ કલાકે બદલાય છે. એટલે કે સવારે છ કલાકથી નવા દર લાગુ થઈ જાય છે. એક્સાઈઝ ડ્યૂટી, ડીલર કમીશન અને અન્ય ટેક્સ જોડ્યા બાદ પેટ્રોલ ડીઝલની કિંમત લગભગ બે ગણી થઈ જાય છે.


પેટ્રોલ ડીઝલની કિંમત દરરોજ સવારે 6 કલાકે અપડેટ થાય છે. પેટ્રોલ ડીઝલના રોજના રેટ SMS દ્વારા પણ જાણી શકો છે. ઇન્ડિયન ઓઈલના કસ્ટમર RSP લખીને 9224992249 નંબર પર અને બીપીસીએલના ગ્રાહકો RSP લખીને 9223112222 નંબર પર મોકલી ભાવ જાણી શકે છે. જ્યારે એચપીસીએલના ગ્રાહકો HPPrice લખીને 9222201122 નંબર પર મોકલીને ભાવ જાણી શકે છે.


કોરોનાના ડેથસ્પોટ ગણાતાં ગુજરાતના આ શહેરમાં સતત ચોથા દિવસે 600થી વધુ કેસ નોંધાયા


કોરોનાનો પ્રકોપ વધતા આ શહેરમાં બહારથી રિસેડેન્ટ ડોક્ટરોને બોલાવ્યા


કોરોના વાયરસના બદલાયેલા સ્વરૂપથી તબીબો ચિંતિંત, દર 100 વ્યક્તિઓમાંથી 20 લોકોમાં....


ગુજરાતના આ શહેરમાં હવે કોર્પોરેશન સોસાયટીમાં જઈને કોરોનાની રસી આપશે, જાણો શું રાખી છે શરત


ભારતના આ પાડોશી દેશમાં લાગ્યું આંશિક લોકડાઉન, રાષ્ટ્રપતિ, પ્રધાનમંત્રી અને સંરક્ષણ મંત્રી કોરોના પોઝિટિવ