Post Office Yojana: સરકાર દ્વારા ઘણી સરકારી યોજનાઓ પોસ્ટ ઓફિસ હેઠળ સંચાલિત કરવામાં આવે છે, જેમાં ટેક્સ અને વધુ રિટર્નનો લાભ મળે છે. પોસ્ટ ઓફિસ હેઠળની આ નાની બચત યોજનાઓ એક સુરક્ષિત રોકાણ વિકલ્પ માનવામાં આવે છે, જેના કારણે દેશની મોટાભાગની વસ્તી આ યોજનાઓમાં રોકાણ કરે છે. આ યોજનાઓ વધુ નફો કરાવવાની સાથે અલગ અલગ પ્રકારના લાભ પણ આપે છે.


આજે અમે પોસ્ટ ઓફિસની સીનિયર સિટીઝન સેવિંગ્સ સ્કીમ (SCSS) વિશે વાત કરી રહ્યા છીએ. આ એક એવી યોજના છે જે તમને નિવૃત્તિ પછી દર મહિને એક નિશ્ચિત આવક આપશે. તમે દર મહિને પાંચ વર્ષ સુધી 20,500 રૂપિયા મેળવી શકો છો.


સીનિયર સિટીઝન સેવિંગ્સ સ્કીમમાં રોકાણ કરનારા સીનિયર સિટીઝન દર મહિને 20 હજાર રૂપિયા સુધી કમાઈ શકે છે. આ યોજના હેઠળ વ્યાજ દર 8.2 ટકા છે, જે દર ત્રિમાસિક ફેરફાર કરવામાં આવે છે. જોકે આ વ્યાજ દરની ગણતરી વાર્ષિક ધોરણે થાય છે. આ કોઈપણ સરકારી યોજનામાં આપવામાં આવતો સૌથી વધુ વ્યાજ દર છે. તેનો મેચ્યુરિટી પીરિયડ પાંચ વર્ષનો હોય છે. પાંચ વર્ષ પછી તેને વધારવાનો વિકલ્પ પણ મળે છે. આ યોજનામાં 60 વર્ષથી વધુ ઉંમરના ભારતીય નાગરિકો એક સાથે પૈસા રોકી શકે છે.


પહેલાં આ યોજના હેઠળ મહત્તમ રોકાણની મર્યાદા 15 લાખ રૂપિયા હતી, જે વધારીને 30 લાખ રૂપિયા કરવામાં આવી છે. જો તમે તેમાં 30 લાખ રૂપિયાનું રોકાણ કરો છો તો તમને દર વર્ષે લગભગ 2,46,000 રૂપિયા વ્યાજ રૂપે મળશે. આમ, તમને દર મહિને 20,500 રૂપિયાની માસિક આવક થશે. આ નિવૃત્તિ પછી દર મહિને નિયમિત આવકની ગેરંટી આપે છે.


જો તમે આ યોજના હેઠળ રોકાણ કરવા માંગો છો તો નજીકની પોસ્ટ ઓફિસ અને બેંકનો સંપર્ક કરી શકો છો. SCSS યોજનામાં 60 વર્ષ અને તેનાથી વધુ ઉંમરના લોકો રોકાણ કરી શકે છે. વળી, જો કોઈ સ્વૈચ્છિક રીતે 55થી 60 વર્ષની ઉંમરે નિવૃત્ત થાય છે, તો તેઓ પણ આમાં ખાતું ખોલી શકે છે.


આ યોજના હેઠળ લોકોએ આવક પર ટેક્સ ચૂકવવો પડે છે. SCSS યોજના ટેક્સ બચતની સુવિધા પણ આપે છે, જેના હેઠળ તમે તમારી ટેક્સ જવાબદારી ઘટાડી શકો છો. તમે આ યોજના અંતર્ગત વધુ માહિતી માટે પોસ્ટ ઓફિસની ઓફિશિયલ વેબસાઇટની મુલાકાત લઈ શકો છો. સાથે જ પોસ્ટ ઓફિસ એજન્ટનો પણ સંપર્ક કરી શકો છો.


આ પણ વાંચોઃ


ધનતેરસ-દિવાળી પહેલા જ સોનાએ તોડ્યા તમામ રેકોર્ડ, જાણો 10 ગ્રામનો ભાવ કેટલો થયો