નવી દિલ્હી: રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયા (Reserve bank of india)એ રિકરિંગ કાર્ડ પેમેન્ટમાં મોટી રાહત આપી છે. આરબીઆઈ(RIB)એ એડિશનલ ઓથેન્ટિકેશન(Additional authentication) ની ડેડલાઈનને 30 સપ્ટેમ્બર સુધી લંબાવી દીધી છે. નવો નિયમ 1 એપ્રિલ 2021થી લાગુ થવાનો હતો. જેના પ્રમાણે રિકરિંગ ટ્રાંઝેક્શનને (Recurring transactions) આગળ વધારવા માટે ગ્રાહકે એડિશનલ ઓથેન્ટિકેશનની જરૂર પડતી. રિકરિંગ ટ્રાન્ઝેક્શન માટેની હાલની સિસ્ટમ 30 સપ્ટેમ્બર સુધી ચાલુ રહેશે.
શરુઆતમાં આ નિયમને 2000 રૂપિયા સુધીના રિકરિંગ ટ્રાંઝેક્શન ( Recurring transactions)માટે લાગુ કરવાના નિયમો બનાવ્યા હતા પરંતુ RBIએ ડિસેમ્બરમાં જાહેરાત કરી હતી કે, હિતધારકોના આગ્રહ પર આ મર્યાદાને 5000 રૂપિયા સુધી વધારવામાં આવી છે. આ મર્યાદા કરતા વધુ ટ્રાંઝેક્શન માટે એડિશનલ વનટાઈમ પાસવર્ડ(OTP)ની જરૂર રહેશે.
આરબીઆઈએ ઓગસ્ટ 2019માં તમામ કોમર્સિયલ બેન્ક, કાર્ડ પેમેન્ટ નેટવર્ક અને નેશનલ પેમેન્ટ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા (NPCI)ને રિકરિંગ ટ્રાંઝેક્શન માટે મોટા ફેરફાર અંગે સૂચિત કર્યા હતા. આ નિયમ ન માત્ર બેન્કો અને ક્રિડિટ-ડેબિટ કાર્ડ તથા અન્ય પ્રિપ્રેડ પેમેન્ટ ઈન્સ્ટ્રૂમેન્ટ ઓફર કરનારી નાણાકીય સંસ્થાઓ મોબાઈલ પેમેન્ટ વોલેટ્સ અને યૂપીઆઈ બેઝ્ડ પેમેન્ટને સક્ષમ બનાવવાના સાધનો પર લાગુ થશે.
આ નવા નિયમ હેઠળ બેન્કોએ ઓટોમેટિક રિકરિંગ પેમેન્ટવાળા બિલોની ચૂકવણી પહેલા ગ્રાહકનો સૂચના આપવી પડશે અને તેમની મંજૂરી બાદ જ તેની ચૂકણી કરી શકાશે. અત્યાર સુધી બેન્ક અને પેમેન્ટ ગેટવે દર મહિને ઓટોમેટિક બિલની ચૂકવણી થઈ જતી હતી. પરંતુ હવે બિલોની ચુકવણી ઓટોમેટિક નહીં થાય, ગ્રાહકોના વેરિફિકેશન બાદ જ ખાતામાંથી પૈસા કપાશે.
ગ્રાહકોના ખાતાની સુરક્ષા માટે RBIએ 31 માર્ચ બાદ વેરિફિકેશન માટે (Additional Factor of Authentication)અને અનિવાર્ય કર્યું હતું. તેનો હેતુ કાર્ડ દ્વારા થતી લેવડદેવડને વધુ સુરક્ષિત બનાવવાનો છે.