Retail Inflation: છૂટક મોંઘવારી દર પહોંચ્યો 6.01 ટકા પર, જાણો શું છે કારણ

સરકાર દ્વારા જારી કરવામાં આવેલા આંકડા અનુસાર ગયા મહિને ખાદ્ય પદાર્થોના ભાવમાં થયેલા વધારાને કારણે છૂટક ફુગાવાના દરમાં સતત વધારો જોવા મળી રહ્યો છે.

Continues below advertisement

Retail Inflation: જાન્યુઆરીમાં છૂટક મોંઘવારી દર નવી ટોચે પહોંચ્યો છે. સરકાર દ્વારા જારી કરવામાં આવેલા આંકડા અનુસાર ગયા મહિને ખાદ્ય પદાર્થોના ભાવમાં થયેલા વધારાને કારણે છૂટક ફુગાવાના દરમાં સતત વધારો જોવા મળી રહ્યો છે. જાન્યુઆરીમાં તે વધીને 6.01 ટકા થયો હતો, જ્યારે ડિસેમ્બરમાં તે 5.66 હતો. જે RBI દ્વારા વાર્ષિક ધોરણે નિર્ધારિત ફુગાવાના લક્ષ્યાંક કરતાં વધુ છે.

Continues below advertisement

આ સિવાય ગયા વર્ષે ડિસેમ્બરમાં જ્યાં કન્ઝ્યુમર પ્રાઇસ ઇન્ડેક્સ (CPI) 5.66 ટકા હતો, જ્યારે જાન્યુઆરીમાં તે 4.06 ટકા પર પહોંચી ગયો છે. નેશનલ સ્ટેટિસ્ટિકલ ઑફિસ (NSO) અનુસાર જાન્યુઆરી 2022માં ખાદ્ય ચીજોનો ફુગાવો વધીને 5.43 ટકા થયો હતો. ડિસેમ્બરમાં આ દર 4.05 ટકા હતો.

રિઝર્વ બેંક નાણાકીય નીતિ પર વિચાર કરતી વખતે, મુખ્યત્વે ગ્રાહક ભાવ સૂચકાંક પર આધારિત ફુગાવાને ધ્યાનમાં લે છે. સરકારે રિટેલ મોંઘવારી દરને બે ટકાના તફાવત સાથે ચાર ટકા પર જાળવી રાખવાની જવાબદારી આરબીઆઈ આપી છે.

શેરબજારમાં 10 મહિનાનો સૌથી મોટો કડાકો. રોકાણકારનો 8.54 લાખ કરોડ રૂપિયા સ્વાહા

 રોકાણકારોની ભારે વેચવાલીથી સપ્તાહના પ્રથમ દિવસે જ શેરબજારમાં કડાકો બોલ્યો હતો. આજે સ્ટોકમાર્કેટમાં 10 મહિનામાં સૌથી મોટો ઘટાડો સોમવારે જોવા મળ્યો હતો. જેના કારણે શેરબજારના રોકાણકારોને 8.54 લાખ કરોડ રૂપિયાનું નુકસાન થયું છે.BSE 30 મુખ્ય શેરોનો સેન્સેક્સ 1,747 પોઈન્ટ ઘટીને 56,405 પર પહોંચ્યો છે. BSE પર લિસ્ટેડ કંપનીઓનું માર્કેટ કેપિટલાઇઝેશન રૂ. 8.54 લાખ કરોડ ઘટીને રૂ. 255.35 લાખ કરોડ થયું છે. ગયા સપ્તાહે શુક્રવારે પણ શેરબજારમાં જોરદાર ઘટાડો જોવા મળ્યો હતો. બે દિવસમાં શેરબજારના રોકાણકારોને 12.45 લાખ કરોડનું નુકસાન થયું છે.

રશિયા અને યુક્રેન વચ્ચે વધી રહેલા તણાવને કારણે માર્કેટમાં ડર જોવા મળી રહ્યો છે. જેના કારણે કોમોડિટીના ભાવમાં પણ ઉછાળો જોવા મળી રહ્યો છે. ક્રૂડ ઓઇલ પ્રતિ બેરલ $96ને પાર કરી ગયું છે, જે ભારત માટે ચિંતાનો વિષય છે કારણ કે તેનાથી મોંઘવારી વધવાની ભીતિ છે. અમેરિકાની સેન્ટ્રલ બેંક દ્વારા વ્યાજ દરો વધારવાનો ડર પણ બજારમાં છે, જેના કારણે વેચવાલી જોવા મળી રહી છે. જાન્યુઆરીમાં યુએસમાં ફુગાવો અપેક્ષા કરતા 7.5 ટકા વધુના સ્તરે પહોંચી ગયો છે.યુએસ સેન્ટ્રલ બેંક આ વર્ષે ઓછામાં ઓછો એક ટકાનો વધારો કરી શકે છે. ફેડરલ રિઝર્વ માર્ચ સુધીમાં દરમાં 0.5 ટકાનો વધારો કરી શકે છે, જે વૈશ્વિક ઇક્વિટી માર્કેટ માટે સારા સમાચાર નથી.

સેન્સેક્સ 57000 ની નીચે અને નિફ્ટી 17,000 ની નીચે બંધ થયો છે. આજના કારોબારના અંતે સેન્સેક્સ 1747 પોઈન્ટ ઘટીને 56405 અને નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી 531 પોઈન્ટના ઘટાડા સાથે 16,843 પોઈન્ટની સપાટીએ બંધ રહ્યો હતો.

Continues below advertisement
Sponsored Links by Taboola