નવી દિલ્હીઃ મોદી સરકાર માટે માઠા સમાચાર છે. બુધવારે ઔદ્યોગિક ઉત્પાદનના આંકડા અને મોંઘવારીના આવેલા આંકડાથી સરકારની ચિંતા વધી ગઈ છે. ખાદ્ય  ચીજોના ભાવ વધવાથી જાન્યુઆરીમાં છૂટક મોંઘવારી (Retail inflation) વધીને 7.59 ટકા પર  પહોચી ગયો છે.


સરકારા દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડા મુજબ, છૂટક મોંઘવારી ડિસેમ્બરમાં 7.35 ટકા હતી, જે જાન્યુઆરીમાં વધીને 7.59 ટકા પર પહોંચી છે. જાન્યુઆરી 2019માં મોંઘવારી દર  2.05 ટકા હતો.


આ ઉપરાંત ઔદ્યોગિત ઉત્પાદનના વૃદ્ધિ દરમાં પણ ઘટાડો નોંધાયો છે. ઔદ્યોગિક ઉત્પાદન 0.3 ટકા ઘટીને 2.5 ટકા નોંધાયું છે. મેન્યુફેક્ચરિંગ સેક્ટરનું ઉત્પાદન ઘટવાથી આ ઘટાડો થયો છે. વીજળી ઉત્પાદન ઘટીને 0.1 ટકા રહ્યું, જ્યારે ડિસેમ્બર  2018માં તેમાં 4.5 ટકાનો વધારો નોંધાયો હતો.


પહેલાથી જ મોંઘવારીનો માર સહન કરી રહેલ સામાન્ય લોકોને આજે સરકારે વધુ એક ઝાટકો આપ્યો હતો. ઇન્ડેન ગેસના સબસિડીવગરના સિલિન્ડરની કિંમતમાં 150 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો હતો.  દિલ્હીમાં સબસિડી વગરના એલપીજી સિલિન્ડર માટે 858.50 રૂપિયા ચૂકવવા પડશે.


દિલ્હીઃ કેજરીવાલ કેબિનેટમાં કોને કોને મળશે સ્થાન, જાણો વિગત

Delhi Election Results: પ્રિયંકા ગાંધીએ કહ્યું, જનતા  જે કરે છે તે બરાબર છે

ગુજરાત કોંગ્રેસના કયા દિગ્ગજ નેતાએ કેજરીવાલને જીતના આપ્યા અભિનંદન, જાણો વિગત