ગુજરાત કોંગ્રેસના કયા નેતાએ આપ્યા અભિનંદન
આ દરમિયાન આજે ગુજરાત કોંગ્રેસના નેતા હાર્દિક પટેલે ટ્વિટ કરીને અરવિંદ કેજરીવાલને અભિનંદન આપ્યા હતા. હાર્દિકે કેજરીવાલ સાથેની જૂની તસવીર શેર કરીને ટ્વિટર પર લખ્યું, શુભેચ્છા...શુભેચ્છા...ફરી એક વાર શુભેચ્છા...દિલ્હીની જનતા અને મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને હાર્દિક અભિનંદન.
ગુમ થવાની અટકળો વચ્ચે હાર્દિક પટેલે ટ્વિટરના માધ્યમથી અરવિંદ કેજરીવાલને અભિનંદન આપતા અનેક તર્ક-વિતર્ક શરૂ થઈ ગયા છે. 2015માં થયેલા પાટીદાર અનામત આંદોલનની આગેવાની કરી ચૂકેલા હાર્દિક પટેલ સતત કાયદામાં સકંજામાં ફસાતા જાય છે. હાર્દિક પર અત્યાર સુધી 20થી વધુ કેસ નોંધાયા છે. આ મામલામાં મોટાભાગના દેશદ્રોહ અને શાંતિભંગના કેસ છે.
ટીમ ઈન્ડિયાના આ પૂર્વ ક્રિકેટરની UAEના ક્રિકેટ ડિરેકટર તરીકે થઈ નિમણૂક, જાણો વિગત
મુંબઈ હુમલાના માસ્ટર માઇન્ડ આતંકી હાફિઝ સઇદને પાકિસ્તાની કોર્ટે સંભળાવી 5 વર્ષની સજા, જાણો વિગત
INDvsNZ: વન ડે સીરિઝમાં ભારતના ફાસ્ટ બોલર્સે કેટલી વિકેટ લીધી ? એવરેજ જાણીને ચોંકી જશો
બુમરાહે વન ડેના નંબર વન બોલરનું સ્થાન ગુમાવ્યું, ન્યૂઝીલેન્ડ સામે 3 વન ડેમાં નહોતો ઝડપી શક્યો એક પણ વિકેટ