SBI recruitment new rules:  જાહેર ક્ષેત્રની સૌથી મોટી બેંક સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા (SBI) એ શનિવારે સગર્ભા મહિલાઓની ભરતી સંબંધિત પરિપત્રોને ટાળવાનો નિર્ણય કર્યો છે. SBI આ પરિપત્રને લઈને વિવિધ ક્ષેત્રો તરફથી ટીકાઓનો સામનો કરી રહી હતી. SBIએ પરિપત્રમાં જણાવ્યું હતું કે નવી ભરતીના કિસ્સામાં ત્રણ મહિનાથી વધુ સમયથી ગર્ભવતી મહિલા ઉમેદવારોને અસ્થાયી રૂપે અયોગ્ય ગણવામાં આવશે.


ગર્ભવતી સ્ત્રીઓને અયોગ્ય માનવામાં આવશે


SBIએ તાજેતરમાં 'બેંકોમાં ભરતી માટે ફિટનેસ માપદંડ'ની સમીક્ષા કરી હતી, જેમાં સગર્ભા મહિલા ઉમેદવારો માટે કેટલાક નિયમો જાહેર કર્યા હતા. સમીક્ષા પછી જારી કરાયેલા નવા નિયમો હેઠળ, એવું કહેવામાં આવ્યું હતું કે ત્રણ મહિનાથી વધુ સમયગાળાની ગર્ભવતી મહિલા ઉમેદવારોને 'અસ્થાયી રૂપે અયોગ્ય' ગણવામાં આવશે. આ સિવાય ગર્ભવતી મહિલાઓ ડિલિવરીનાં ચાર મહિનાની અંદર નોકરી શરૂ કરી શકે છે.


મહિલા આયોગે વિરોધ કર્યો


મજૂર સંગઠનો અને દિલ્હીના મહિલા આયોગ સહિત સમાજના ઘણા વર્ગોએ આ જોગવાઈને મહિલા વિરોધી ગણાવીને રદ કરવાની માંગ કરી હતી. વિવાદ વધતાં SBIએ જનતાની લાગણીઓને ધ્યાનમાં રાખીને ગર્ભવતી મહિલા ઉમેદવારોની ભરતી અંગેની સુધારેલી માર્ગદર્શિકાને મુલતવી રાખવાનો નિર્ણય લીધો છે.






જૂના નિયમો લાગુ રહેશે


એસબીઆઈએ એક નિવેદનમાં જણાવ્યું છે કે ગર્ભવતી મહિલાઓની ભરતી સંબંધિત જૂના નિયમો જ અસરકારક રહેશે. તેમણે કહ્યું કે ભરતી સંબંધિત ધોરણોમાં સુધારા પાછળનો હેતુ અસ્પષ્ટ અથવા ખૂબ જૂના મુદ્દાઓ પર પરિસ્થિતિને સાફ કરવાનો હતો.


આ પણ વાંચોઃ  એસબીઆઈના ખાતેદાર માટે માઠા સમાચાર, ફેબ્રુઆરીથી આ સર્વિસ બનશે મોંઘી


SBI Recruitment New Rules: દિલ્હી મહિલા આયોગે SBI ને મોકલી નોટિસ, ગર્ભવતી મહિલા ઉમેદવારોની ભરતીના નવા નિયમોને લઈ કહી આ વાત