Tarsons Products IPO: જો તમે પણ શેરબજારમાં રૂપિયા રોકીને કમાણી કરવાનું વિચારી રહ્યા હો તો સારો મોકો છે. લાઇસ સાયંસેઝ કંપની ટારસંસ પ્રોડક્ટ્સનો આઈપીઓ આજે સબસ્ક્રિપ્શન માટે ખૂલ્યો છે. જેના દ્વારા તમે સારો નફો કમાઈ શકો છો. નવેમ્બર મહિનામાં અનેક દિગ્ગજ કંપનીઓ આઈપીઓ લઈને આવી રહી છે અને અત્યાર સુધીમાં આ મહિને 8 કંપનીઓના આઈપીઓ આવી ચુક્યા છે.


કઈ તારીખ સુધી કરી શકાશે અરજી


આ આઈપીઓમાં રોકાણકારો 15 નવેમ્બર 2021 એટલે કે આજથી રોકાણ કરી શકે છે અને 17 નવેમ્બર 2021ના રોજ આઈપીઓનું સબ્સ્ક્રિપ્શન બંધ થઈ જશે.


કેટલી છે પ્રાઇઝ બેંડ


કંપનીએ આઈપીઓની પ્રાઇસ બેંડ 635-662 રૂપિયા નક્કી કરી છે. રોકાણકારોએ 13,970 રૂપિયાનું રોકાણ કરવું પડશે.


1 લોટમાં કેટલા શેર મળશે


લોટ સાઇઝની વાત કરીએ તો ઓછામાં ઓછો એક લોટ લેવો પડશે. 1 લોટમાં 22 શેર્સ મળશે. રિટેલ ઈન્વેસ્ટર્સ મહત્તમ 13 લોટ માટે બોલી લગાવી શકે છે.


કોણ છે મેનેજર


આઈપીઓના લીડ બુક મેનેજર આઈસીઆઈસીઆઈ સિક્યોરિટીઝ, એડલવાઇઝ ફાયનાન્સિયલ સર્વિસેઝ અને એસબીઆઈ કેપિટલ માર્કેટ્સ છે. રજિસ્ટ્રાર KFintech છે.


ક્યારે થઈ શકે છે લિસ્ટિંગ


કંપની શેર્સનું લિસ્ટિંગ 17 નવેમ્બરે જ કરશે. 17 તારીખે જ ગ્રાહકોના ખાતામાં શેર્સ નહીં આવે તેમના પૈસા 25 નવેમ્બર સુધીમાં રિફન્ડ કરાશે. 26 નવેમ્બરે શેરનું લિસ્ટિંગ થઈ શકે છે.


આ પણ વાંચોઃ Babasaheb Purandare Death: જાણીતા નાટક જાણતા રાજાના નિર્દેશક બાબાસાહેબ  પુરંદરેનું નિધન, PM મોદીએ શોક વ્યક્ત કરી કહ્યું- મારી પાસે શબ્દો નથી


India Corona Cases: દેશમાં નોંધાયેલા કુલ કેસ પૈકી 50 ટકાથી વધુ કેરળમાં, જાણો છેલ્લા 24 કલાકનો આંકડો


Delhi Air Pollution: પ્રદૂષણને નિયંત્રણમાં લેવા આ રાજ્યમાં લગાવાશે સંપૂર્ણ લોકડાઉન ? જાણો વિગત