કેન્દ્રીય ઉપભોક્તા અને ખાદ્ય મંત્રાલયએ BIS-Care app નામની મોબાઈલ એપ્લિકેશન લોન્ચ કરી છે. આ એપના ઉપયોગથી ગ્રાહકો સોનાની શુદ્ધતા ચકાસી શકે છે. આ એપ દ્વારા તમે માત્ર સોનાની શુદ્ધતા જ ચકાસી શકો એવું નથી પરંતુ તેની સાથે સંબંધિત કોઈ ફરિયાદ પણ કરી શકો છો. જો આ એપમાં સામાનનું લાઇસન્સ, નોંધણી અને હોલમાર્ક નંબર ખોટું જોવા મળે તો ગ્રાહકો તરત જ ફરિયાદ કરી શકે છે.
ઉલ્લેખનીય છે કે BIS-Care app હાલમાં ફક્ત એન્ડ્રોઇડ યુઝર્સ માટે છે. આઇઓએસ યુઝર્સ માટે હાલ એપ કાર્યરત નથી. તમે તેને ગૂગેલ પ્લે સ્ટોરથી ડાઉનલોડ કરી શકો છો.
- ગૂગલ પ્લે સ્ટોર પર જઈને BIS-Care એપ્લિકેશન સર્ચ કરીને ડાઉનલોડ કરો
- એકવાર ડાઉનલોડ થઈ ગયા પછી રજિસ્ટ્રેશનની પ્રક્રિયા શરૂ થશે
- તમારું નામ, મોબાઇલ નંબર અને ઇમેઇલ આઈડી દાખલ કરો
- તમારા મોબાઇલ નંબર અથવા ઇમેઇલ આઈડીમાં OTP આવશે જેનાથી વેરિફાઈ કરો
- આ પછી તમે આ એપ્લિકેશનનો ઉપયોગ કરી શકો છો
- જ્યારે તમે એપ્લિકેશન ખોલશો ત્યાંરે ઘણા ઓપ્શન સાથે Verify Hallmark પણ હશે.
- Verify Hallmark પર ક્લિક કરશો ત્યારે હોલમાર્ક નંબર દાખલ કરીને સોનાની શુદ્ધતા કેટલી છે તે જાણી શકાશે.
ભારતે ઓસ્ટ્રેલિયામાં જીતી આઠમી ટેસ્ટ, જાણો ક્યારે ક્યારે મેળવ્યા વિજય
ભારતમાં કોરોનાના નવા ખતરનાક વાયરસના છ કેસ આવતાં ખળભળાટ, જાણો ક્યાં ક્યાં મળ્યા આ કેસ ?