નવી દિલ્હીઃ વર્ષ 2004મા શરૂ થયેલી Yes Bank ને લોકોના ઘર સુધી પહોંચવામાં વધારે સમય નહોતો લાગ્યા. આ બેંક લોકોને વધારે વ્યાજ આપવા માટે જાણીતી હતી, પરંતુ 15 વર્ષ બાદ આ બેંક ડૂબવાના આરે પહોચી ગઈ છે. લાંબા સમય સુધી દેવાના ડુંગર તળે દબાયેલી Yes Bank ને બચાવવા સરકાર કોશિશ કરી રહી છે. જોકે આ બેંકની ખરી પડતી મુંબઈના 26/11 હુમલા બાદ શરૂ થઈ હતી.
પરિવારથી જ શરૂ થઈ બેંકની બરબાદીની કહાની
ઓગસ્ટ, 2004માં રાણા કપૂરે સંબંધી અશોક કપૂર સાથે મળીને મુંબઈમાં યસ બેંકની પ્રથમ શાખા ખોલી હતી. રાણા કપૂરની ગણના સફળ બેંકર્સમાં થતી હતી. તેમણે 1980માં બેંક ઓફ અમેરિકામાં મેનેજમેન્ટ ટ્રેની તરીકે બેંકિંગ કરિયરની શરૂઆત કરી હતી. જે બાદ તેમણે આ બેંક સાથે 16 વર્ષ સુધી કામ કર્યુ. 1996માં એએનઝેટ ગ્રિંડલેઝ ઈન્વેસ્ટમેન્ટ બેંક સાથે કામ કર્યુ અને 2003માં યસ બેંકની સ્થાપના કરી.
મુંબઈ હુમલા બાદ શરૂ થઈ પડતી
યસ બેંકની શરૂઆત બાદ લોકોમાં ઝડપથી લોકપ્રિય થવા લાગી હતી. આ પાછળનું કારણ તે અન્ય બેંક કરતા વધારે વ્યાજ આપતી હતી.જેના કારણે દિવસેને દિવસે વધુ ગ્રાહકો બેંક સાથે જોડાતા હતા. પરંતુ બેંકના પતનની શરૂઆત 26/11 મુંબઈ હુમલા બાદ થઈ હતી. આ હુમલામાં તેના મિત્ર અને સંબંધી અશોક કપૂરનું મોત થયું હતું. બંનેએ સાથે મળીને બેંકની શરૂઆત કરી હતી. અશોક કપૂરના મોત બાદ તેની પત્ની મધુ કપૂર અને રાણા કપૂર વચ્ચે બેંકમાં માલિકી હક્કને લઈ વિવાદ શરૂ થયો હતો. મધુ કપૂર તેની દીકરીને યસ બેંકના મેનેજમેન્ટ બોર્ડમાં સ્થાન મળે તેમ ઈચ્છતી હતી પરંતુ રાણા કપૂર આમ નહોતા થવા દેતા. જેના કામે બંને વચ્ચે લડાઈ શરૂ થઈ અને આ વિવાદથી ધીમે ધીમે બેંકની પ્રતિષ્ઠા ઓછી થવા લાગી. આ વિવાદમાં કાનૂની લડાઈ બાદ મધુ કપૂરની જીત થઈ હતી. આજે સ્થિતિ એવી છે કે રાણા કપૂરની ઈડી પૂછપરછ કરી રહી છે.
રાણા કપૂરના ફેંસલાથી બગડી બેંકની સ્થિતિ
રાણા કપૂરના અનેક ફેંસલા બેંક માટે ઘાતક સાબિત થયા. રાણા કપૂરે લોન દેવા અને તેને વસૂલ કરવાની પ્રક્રિયા પોતાના હિસાબે નક્કી કરી હતી, જે બેંકની બરબાદીનું મુખ્ય કારણ સાબિત થયું. રાણા કપૂરે તેમના વ્યક્તિગત સંબંધોના આધારે અનિલ અંબાણી ગ્રુપ, આઈએલએન્ડએફએસ, સીજી પાવર, એસ્સાર પાવર, રેડિયસ ડેવલપર્સ જેવી કંપનીઓને છુટ્ટા હાથે લોનની લ્હાણી કરી. આ કંપનીઓએ બેંકના 6355 કરોડ રૂપિયા બેડ લોનમાં નાંખી દીધા.
રાણા કપૂરે છોડવુ પડ્યું ચેરમેન પદ
2018માં રાણા કપૂર પર ગરબડી કરવાનો આરોપ લાગ્યો. તેના પર ઋણ અને બેલેન્સશીટમાં ગરબડનો આરોપ લાગ્યા બાદ ચેરમેન પદ છોડવું પડ્યું હતુ. યસ બેંક દેશની સૌથી મોટી પ્રાઇવેટ બેંક પૈકીની એક છે. દેશભરમાં બેંકની 1000 શાખા અને 1800 એટીએમ છે. બેંકની હેડ ઓફિસ મુંબઈમાં છે. બેંક મહિલીઓ માટે Yes Grase Branch ચલાવે છે. જેમાં માત્ર મહિલા કર્મચારી છે. બચાવવા સરકાર સક્રિય થઈ છે.
ફાઈનલમાં શેફાલી વર્માને કેવી રીતે રોકશો ? આ ખેલાડીએ ઓસ્ટ્રેલિયાને જણાવી ટ્રિક
મહિલા ટી-20 વર્લ્ડકપઃ ફાઈનલ પહેલા કેટી પેરીએ કરી ભારતીય ટીમ સાથે મુલાકાત, તસવીર થઈ વાયરલ
26/11ના મુંબઈ હુમલા બાદ શરૂ થઈ Yes Bankની પડતી, જાણો વિગતે
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
07 Mar 2020 07:14 PM (IST)
ઓગસ્ટ, 2004માં રાણા કપૂરે સંબંધી અશોક કપૂર સાથે મળીને મુંબઈમાં યસ બેંકની પ્રથમ શાખા ખોલી હતી.
(યસ બેંકના સ્થાપક રાણા કપૂરની ફાઈલ તસવીર)
- - - - - - - - - Advertisement - - - - - - - - -