મેલબર્નઃ ICC Women’s T-20 Worldcup 2020ની ફાઈનલમાં રવિવારે ભારતનો મુકાબલો યજમાન ઓસ્ટ્રેલિયા સામે થશે. આંતરરાષ્ટ્રીય મહિલા દિવસના મોકા પર ભારતીય ટીમ ટી-20 વર્લ્ડકપ જીતીને ઈતિહાસ રચવા આતુર છે. ભારતીય સમય પ્રમાણે બપોરે 12.30 કલાકથી મેચ શરૂ થશે.


આ દરમિયાન આજે પ્રેક્ટિસ સત્ર વખતે અમેરિકન પોપ સ્ટાર કેટી પેરીએ મેલબર્ન ક્રિકેટ મેદાન પર ભારતીય મહિલા સાથે મુલાકાત કરી હતી. આ મુલાકાતની તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. શનિવારે જ આઈસીસી મહિલા ટી-20 વર્લ્ડ કપ ટ્રોફી પણ લોન્ચ થઈ હતી. આ અવસર પર ભારતીય કેપ્ટન હરમનપ્રીત કૌર અને મેગ લેનિંગ હાજર રહી હતી.


કેટી પેરી મહિલા ટી-20 વર્લ્ડકપ પહેલા ઇવેન્ટમાં પરફોર્મ કરશે. જ્યાં તે તેના બે જાણીતા ગીતો પર દર્શકોનું મનોરંજન કરશે. ફાઈનલ મેચની અત્યાર સુધીમાં 75,000થી વધારે ટિકિટ વેચાઈ ચુકી છે અને આશરે 90,000 દર્શકો મુકાબલો નીહાળવા આવે તેવી સંભાવના છે.


ભારતીય ટીમઃ હરમનપ્રીત કૌર (કેપ્ટન), સ્મૃતિ મંધાના, શિખા પાંડે, પૂનમ યાદવ, રાજેશ્વરી ગાયકવાડ, વેદા કૃષ્ણમૂર્તિ, દીપ્તિ શર્મા, જેમિમા રોડ્રિગ્સ, પૂજા વસ્ત્રાકર, તાનિયા ભાટિયા, રાધા યાદવ, હરલીન દેઓલ, અરુંધતિ રેડ્ડી, શેફાલી વર્મા, ઋષા ઘોષ

ICC મહિલા ટી-20 વર્લ્ડકપઃ આવતીકાલે ઓસ્ટ્રેલિયા - ભારત વચ્ચે ફાઇનલ, પ્રથમવાર ચેમ્પિયન બનવાની તક

મહિલાએ કરી ભગવાન સાથે સરખામણી, PM મોદી થઈ ગયા ભાવુક, જાણો વિગતે

ધોનીની જગ્યાએ કોહલીને કેમ બનાવ્યો કેપ્ટન ? પૂર્વ ચીફ સિલેકટર MSK પ્રસાદે આપ્યો આ જવાબ