China Corona:ચીનમાં કોરોના સંક્રમણ બેકાબૂ બની રહ્યું છે. અહીં દરરોજ કોરોનાના કેસ વધી રહ્યા છે. કોરોનાના ન્યૂ વેરિયન્ટે સરકારની એકવાર ફરી ચિંતા પણ વધી ગઈ છે. ચીનના નેશનલ હેલ્થ કમિશનના રિપોર્ટ અનુસાર, 17 થી 29 ઓક્ટોબરની વચ્ચે ચીનમાં 377 કેસની પુષ્ટિ થઈ છે. ચીનના પૂર્વોત્તર સરહદી શહેરોમાં વધી રહેલા કોરોના સંક્રમણને જોતા આરોગ્ય અધિકારીઓએ સરકાર પાસે માંગ કરી છે કે બહારથી આવતા પ્રવાસીઓની સંપૂર્ણ તપાસ કરવામાં આવે.


14 દિવસમાં 14 વિસ્તારમાં ફેલાયો કોરોના


નેશનલ હેલ્થ કમિશનના પ્રવક્તા મી ફેંગે કહ્યું કે, ચીનના 14 પ્રાંતોમાં 14 દિવસમાં નવા કેસ નોંધાયા છે. કેટલાક એવા કોરોના કેસ છે, જેમાં કોઈ લક્ષણો જોવા મળ્યા નથી. ચીન માટે આ ચિંતાનો વિષય છે. તેમણે કહ્યું કે કોરોનાનું સંક્રમણ  ઝડપથી વધી રહ્યો છે અને સ્થિતિ ગંભીર બની રહી છે.


ડિસેમ્બર સુધીમાં બાળકોની રસીકરણ પૂર્ણ કરવાનો લક્ષ્યાંક


કોરોનાના વધતા સંક્રમણને જોતા ચીને રસીકરણની ઝડપ વધારી છે. ચીનના અધિકારીઓનું કહેવું છે કે ચીનમાં 75.8 ટકા લોકોને સંપૂર્ણ રસી આપવામાં આવી છે. હવે આ લોકોને બૂસ્ટર ડોઝ આપવામાં આવી રહ્યો છે. આરોગ્ય વિભાગના અધિકારીઓએ જણાવ્યું હતું કે ડિસેમ્બર સુધીમાં ત્રણથી 11 વર્ષના બાળકોનું રસીકરણ પૂર્ણ કરવાનો લક્ષ્યાંક છે.


આ પણ વાંચો


Petrol-Diesel Price Today: દેશમાં સતત પાંચમા દિવસે પેટ્રોલ-ડીઝલના ભાવ વધ્યા, જાણો આજે કેટલું મોંઘુ થયું


Sabarkantha : ઇડરમાં ફટાકડાની લારીમાં અચાનક ફૂટવા લાગ્યા ફટાકડા ને મચી ગઈ નાસભાગ, જુઓ વીડિયો


Urmila Matondkar Covid Positive: બોલીવુડની વધુ એક બોલ્ડ એક્ટ્રેસ આવી કોરોનાની ઝપેટમાં, જાણો વિગત