Gujarat Budget 2022-23 Live Update : નાણા મંત્રી કનુ દેસાઇએ બજેટ વાંચવાની કરી શરૂઆત

વર્ષ 2022-23 માટેનુ અંદાજપત્ર આજે રજુ થશે. ગત વર્ષ કરતાં અંદાજપત્રનુ કદ વધશે. અંદાજે 2.40 લાખ કરોડ આસપાસનું કદ રહેશે. ચુંટણીનુ વર્ષ હોવાના કારણે ચુંટણીલક્ષી જાહેરાત થવાની શક્યતા છે.

abp asmita Last Updated: 03 Mar 2022 01:27 PM
વ્યાજ રાહતની યોજના માટે રૂપિયા 1250 કરોડની જોગવાઇ

ખેડૂતોને ખરીફ, રવી તેમજ ઉનાળું પાક માટે વ્યાજ રાહતની યોજના માટે રૂપિયા 1250 કરોડની જોગવાઇ

મત્સ્યોદ્યોગ પ્રભાગ માટે રૂ. 880 કરોડ રૂપિયાની જોગવાઇ

મત્સ્યોદ્યોગ પ્રભાગ માટે રૂ. 880 કરોડ રૂપિયાની જોગવાઇ

બાગાયત ખેતી

બાગાયત


બાગાયત ખાતાની યોજનાઓ માટે રૂ. 369 કરોડ રૂપિયાની જોગવાઇ. કમલમ્ (ડ્રેગન ફ્રુટ)ના વાવેતર વિસ્તારમાં વધારો થાય તે માટે 10 કરોડ રૂપિયાની જોગવાઈ. મધ ક્રાંતિને વેગ આપવા રાજ્યના 10 હજાર ખેડૂતોને મધ ઉત્પાદનમાં જોડવા 10 કરોડ રૂપિયાની જોગવાઈ

નવી યોજનાની જાહેરાત

ખેડૂતોને રવી તેમજ ઉનાળુ પાક માટે પણ વ્યાજ સહાય મળી રહે તે માટે નવી યોજનાની જાહેરાત. પશુ પાલકો અને માછીમારોને કૃષિ સમકક્ષ ટૂંકી મુદતના ધિરાણ પર વ્યાજ રાહત આપવાની યોજનાની જાહેરાત. બંને ક્ષેત્રોમાં દર વર્ષે અંદાજિત 8થી 10 હગજાર કરોડનું ધિરાણ મેળવી શકાશે.

2 લાખ, 43 હજાર 965 કરોડનું વર્ષ 2022-23 નું બજેટ હશે

2 લાખ, 43 હજાર 965 કરોડનું વર્ષ 2022-23 નું બજેટ હશે

પ્રધાનમંત્રી મોદીના નેતૃત્વમાં દેશ આગળ વધી રહ્યો છે

ગુજરાત વિધાનસભામાં નાણા મંત્રી કનુ દેસાઇ બજેટ રજૂ કરી રહ્યા છે. તેમણે મહિલા અધ્યક્ષને શુભકામના પાઠવી. પ્રધાનમંત્રી મોદીના નેતૃત્વમાં દેશ આગળ વધી રહ્યો છે. કોરોનામાં વિનામૂલ્યે રસી આપીને લોકોને સુરક્ષા કવચ પૂરું પાડ્યું. પીએ મોદીના નેતૃત્વમાં દેશ પાંચ ટ્રિલિયનનું અર્થતંત્ર થવા તરફ આગળ વધી રહ્યો છે.

નાણા મંત્રી કનુ દેસાઇએ બજેટ વાંચવાની કરી શરૂઆત

નાણા મંત્રી કનુ દેસાઇએ બજેટ વાંચવાની કરી શરૂઆત

ગૃહમાં ફરીથી હોબાળો

ગૃહમાં ફરી હોબાળો. પરેશ ધાનાણીએ પોઈન્ટ ઓફ ઓર્ડર ઊભો કર્યો, જે અધ્યક્ષે કહ્યું પોઈન્ટ ઓફ ઓર્ડર બનતો નથી, ફ્રેશ નોટિસ આપવા અધ્યક્ષે કહ્યું.

ધારાસભ્ય પુંજા વંશે પ્રશ્નોત્તરી મામલે ઉઠાવ્યો પોઇન્ટ ઓફ ઓર્ડર

ધારાસભ્ય પુંજા વંશે પ્રશ્નોત્તરી મામલે ઉઠાવ્યો પોઇન્ટ ઓફ ઓર્ડર. મુન્દ્રા પોર્ટ પર પકડાયેલા ડ્રગ્સ મામલે સરકાર જવાબ કેમ નથી આપ્યા તેનો વાંધો ઉઠાવ્યો. વિધાનસભા અધ્યક્ષે કહ્યું આ પોઇન્ટ ઓફ ઓર્ડર નથી, બીજી નોટિસ આપશે તો જવાબ મળશે.

બજેટ રજુ કરવા માટે નાણા મંત્રીની જગ્યા બદલાઈ

બજેટ રજુ કરવા માટે નાણા મંત્રીની જગ્યા બદલાઈ. નાણા મંત્રી કનુભાઈ દેસાઈની જગ્યા બદલાઈ. પ્રથમ હરોળમાં મહેસુલ મંત્રીના બાજુમાં અપાયું સ્થાન. સામાન્ય રીતે નાણાં મંત્રી પ્રથમ હરોળમાં બેઠક વ્યવસ્થા રહેતી હોય છે.

પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલ વિધાનસભા પહોંચ્યા

પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલ વિધાનસભા પહોંચ્યા. વિધાનસભામાં બજેટ વખતે પ્રેક્ષક ગેલેરીમા રહેશે હાજર.

ગૃહમા ડ્રગ્સ અને નશીલા દ્રવ્યો મામલે જોરદાર હોબાળો

ડ્રગ્સ મુદ્દે ગૃહમાં કોંગ્રેસે હોબાળો મચાવ્યો હતો. ગૃહ મંત્રીના રાજીનામાની માંગણી કરી હતી. કોંગ્રેસ પક્ષના ધારાસભ્યો હાથમા બેનરો લઈને ઉભા થઇ હોબાળો મચાવ્યો. સત્તા પક્ષ વિપક્ષ આમને સામને આવી ગયા. ગૃહમા ડ્રગ્સ અને નશીલા દ્રવ્યો મામલે જોરદાર હોબાળો. ગૃહ પ્રશ્નોતરી કાળ સુધી મુલતવી. 1 વાગ્યે ફરી ગૃહ મળશે. 
કોંગ્રેસ પક્ષનો વિરોધ યથાવત.

શૈલેષ પરમારનું નિવેદન

ગુજરાત ઉડતા ગુજરાત તરફ જઈ રહ્યું છે- શૈલેષ પરમાર.

હર્ષ સંઘવીનુ ડ્રગ્સ મુદ્દે નિવેદન

ગુજરાતમા ડ્રગ્સના કેસોમા પ્રોએક્ટિવ રીતે કામ કરીએ છીએ જેથી ડ્રગ્સ વધુ પકડાશે. ડ્રગ્સ માર્કેટ સુધી આપડે નથી પહોંચવા દેતા જેથી વધુ ડ્રગ્સ ગ્સ ના આંકડાઓ સામે આવે છે. ડાર્ક વેબ દ્વારા ડ્રગ્સ નો વ્યાપાર કરવામાં આવતો હતો જે ગુજરાત પોલીસે ક્રેક કર્યો છે. ગુજરાત પોલીસને અભિનંદન આપવા જોઈએ.  ડાર્ક વેબથી ડ્રગ્સ ડિલરોના કોન્ટોક્ટ કરવામાં આવતો હતો. ડ્રગ્સનું વેચાણ ક્રિપ્ટો કરન્સિથી થતું હતું. ૭૫ ડ્રગ્સ ડોલરોની તપાસમા વિગત બહાર આવી.

ગુજરાતમાં દારૂબંધી ક્યારેય હળવી કરવામાં નહીં આવે

ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીનો જવાબ. રાજકોટ અને ગીર સોમનાથ જિલ્લામાં દારુ માટે રેડ પાડી. 20,626 રેડ છેલ્લા બે વર્ષમાં કરાઈ. બે વર્ષમા કુલ 16 હજાર કરતા વધુ લોકો પર ફરીયાદ નોંધાઈ. બે વર્ષમા રાજકોટ શહેરમા દારુના કેસોમા 72 લોકોને પાસા. ગુજરાતમાં દારૂબંધી ક્યારેય હળવી કરવામાં નહીં આવે. દારૂબંધી બાબતે કડક કાર્યવાહી કરવામાં આવશે. 


 

પેપરલીક મામલે રાજ્ય સરકારનો જવાબ

પેપરલીક મામલે રાજ્ય સરકારનો જવાબ. લોકરક્ષક દળ પરીક્ષામા પેપરલીંક કૌભાડમા  ૪૭ આરોપીઓ સામે ગુનો નોધાયો, જેમાંથી ૧ આરોપીને પકડવાનો બાકી છે

કેવું હશે બજેટ?

કનુ દેસાઈ પહોંચ્યા વિધાનસભા

કનુ દેસાઈ પહોંચ્યા વિધાનસભા. બીજી તરફ તે જ દાદરા પર કોંગ્રેસના આદિવાસી નેતાઓ વિરોધ માટે બેસ્યા. પ્રજાલક્ષી બજેટ હશે. લોકોના હિતમાટેનું બજેટ હશે. ચૂંટણીલક્ષી બજેટ નહિ હોય. ભાજપ હંમેશાથી સારુ બજેટ રજૂ કરતુ આવ્યુ હતુ તેવુ જ આ વર્ષે પણ રજૂ થશે. ગયા વર્ષના કદ કરતા વધુ મોટા કદનુ બજેટ હશે.

બજેટ પર કોંગ્રેસ ઉપનેતા શૈલેષ પરમારનું નિવેદન


બજેટ પર કોંગ્રેસ ઉપનેતા શૈલેષ પરમારનું નિવેદન. ભાજપ સરકાર બજેટ લોલિપોપ હોય છે. હજાર કરોડ જાહેરાત થાય છે પરંતુ કામ જમીન પર થતા નથી . ચૂંટણી વર્ષ છે તેથી બજેટ લોલિપોપ સમાન હશે. ગત બજેટમાં જાહેર કરાયેલા કામ હજુ પણ પેન્ડીગ છે . બજેટની રકમો વિભાગમાં વણ વપરાયેલ રહેલ છે. કોંગ્રેસ અપેક્ષા છે કે બજેટ પરીભુત થાય.

બ્રેકગ્રાઉન્ડ

ગાંધીનગરઃ વર્ષ 2022-23 માટેનુ અંદાજપત્ર આજે રજુ થશે. ગત વર્ષ કરતાં અંદાજપત્રનુ કદ વધશે. અંદાજે 2.40 લાખ કરોડ આસપાસનું કદ રહેશે. ચુંટણીનુ વર્ષ હોવાના કારણે ચુંટણીલક્ષી જાહેરાત થવાની શક્યતા છે. ચુંટણીના વર્ષમા વિધ્યાથીઓ માટેની શિષ્યવૃત્તિ સહિતના લાભોમા વધારો થવાની શક્યતા છે. ખેડૂતોને મળતી અલગ અલગ સહાય અને સબસીડીમા વધારો થઈ શકે છે. કૃષિ વિભાગ નવી યોજના પણ જાહેર કરશે.  શિક્ષણ, આરોગ્ય વિભાગમા સૌથી વધુ બજેટ ફાળવાઇ શકે છે. ગત વર્ષે સરકારે 2.27 લાખ કરોડનું બજેટ રજુ કર્યું હતું.


વિધાનસભા બજેટ સત્રના બીજા દિવસની પ્રશ્નોત્તરી કાળથી શરૂઆત થશે. સામાન્ય વહીવટ, ઉદ્યોગ, ગૃહ અને શહેરી વિકાસ પર થશે ચર્ચા. અલગ અલગ બોર્ડ નિગમ ના અહેવાલો વિધાનસભા ના મેજ પર મુકાશે. ૨૦૨૧-૨૨ ના પૂરક ખર્ચની રજૂઆત થશે. નાણાં મંત્રી કનુ દેસાઈ વર્ષ ૨૦૨૨-૨૩ માટે નું બજેટ રજૂ કરશે.


ગઈ કાલે રાજ્યપાલના પ્રવચનમાં જ વિપક્ષનો વિરોધ થયો હતો. વિપક્ષે ગૃહમાં હોબાળો કર્યો હતો અને ગૃહ મંત્રી રાજીનામુ આપે તેવી વિપક્ષની માંગણી કરી હતી. કોંગ્રેસના ધારાસભ્યો બેનરો લઈને ઉભા થઇ ગયા. રાજ્યપાલના પ્રવચન વચ્ચે જ વિપક્ષનો ગૃહમાં હોબાળો. કોંગ્રેસ પક્ષના વિધાનસભામા નારા. ગોવિંદભાઈ તુમ આગે બઢો હમ તુમ્હારે સાથે હૈ, ગોવિદ પટેલના લેટર બૉમ્બ બાદ વિપક્ષે ગોવિદભાઈને વખાણ્યા. 


ગોવિદભાઈને અભિનંદનના નારાઓ વિપક્ષ દ્વારા લાગવાવામાં આવ્યા. ભાજપ તારા રાજમા ડ્રગ્સ માફિયા મોજમા. નારા કોંગ્રેસ દ્વારા લગાવાયા. રાજ્યપાલે પોતાનું ભાષણ ટૂંકાવ્યું. રાજ્યપાલ ગૃહથી રવાના થયા.

કોંગ્રેસ ધારાસભ્ય ઇમરાન ખેડાવાલાનો વિધાનસભામાં અનોખો દેખાવ. અમદાવાદની બંધ ટેક્સટાઈલ મિલો અંગે દેખાવ. ખેડાવાલા એપ્રન પોસ્ટર્સ સાથે વિધાનસભા પહોંચ્યા. અમદાવાદમાં 6 મહિનામાં ત્રણ હજાર ટેક્સટાઈલ યુનિટો બંધ થયા હોવાનો દાવો. ટેક્સટાઈલ ફેકટરીઓ બંધ થવા અંગે ઇમરાન ખેડાવાલાનું નિવેદન . 


અમદાવાદમાં 3 હજારથી વધુ ટેક્સટાઈલ યુનિટો બંધ. નાના ઉદ્યોગો બંધ થતાં કારીગરો બેરોજગાર બન્યા. અમદાવાદમાં થતું કામ આજે બાંગ્લાદેશ અને પાકિસ્તાનમાં થઈ રહ્યું છે. સરકારનું ધ્યાન દોરવા માટે માટે પોસ્ટર લઈ વિધાનસભા આવ્યો છું. જીપીસીબી અને તંત્રની હેરાનગતિના કારણે ફેકટરીઓ બંધ થઈ. બજેટમાં એવી યોજના આવે કે જેનાથી ઉદ્યોગો બેઠા થાય. બંધ મિલના કામદારો ડ્રગ્સ અને નશાના રવાડે ચડી ગયા છે. 









ચૌદમી વિધાનસભાનું દસમું સત્રની રાજ્યપાલના સંબોધનથી શરૂઆત. રાજ્યપાલના સંબોધન બાદ શોક દર્શક ઉલ્લેખો થશે રજૂ. વિદ્યમાન ધારાસભ્ય આશાબેન પટેલ સહિત સાત પૂર્વ ધારાસભ્યોનો શોક દર્શક ઉલ્લેખ રજૂ થયા બાદ બેઠક મુલતવી થશે. રાજ્યપાલ વિધાનસભા ગૃહમાં પહોંચ્યા.  કોંગ્રેસ પ્રદેશ અધ્યક્ષ જગદીશ ઠાકોર પોહોંચ્યા વિધાનસભા. વિપક્ષ નેતા સુખરામ રાઠવા તથા સિનિયર સભ્યો સાથે કરી બેઠક. બજેટ સત્ર શરૂ થયા પહેલા વિપક્ષની રણનીતિ પર કરી ચર્ચા. રાજ્યપાલને કોડન કરી ને વિધાનસભા ગૃહમાં લાવવામાં આવ્યા. વિપક્ષે કહ્યું કોડન કરી ને વિધાનસભા રાજ્યપાલને લાવવાની શુ જરૂરિયાત. રાજ્યપાલનું પ્રવચન શરૂ. રાજ્યપાલના પ્રવચનમા જ વિપક્ષનો વિરોધ.

- - - - - - - - - Advertisement - - - - - - - - -

TRENDING NOW

© Copyright@2024.ABP Network Private Limited. All rights reserved.