ગાંધીનગરઃ ગુજરાતમાં ફરી એક વાર ઠંડીનું જોર વધશે. હવામાન વિભાગે આ આગાહી કરી છે. હવામાન વિભાગના અનુસાર આવતીકાલથી જ ઠંડીનો ચમકારો અનુભવાશે. તાપમાનનો પારો 3 થી 5 ડિગ્રી સુધી ઘટી જશે. હવામાન વિભાગના મતે રાજ્યમાં ફરી એક વખત વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર જોવા મળશે. 6 ફેબ્રુઆરીએ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરના કારણે તાપમાનનો પારો ગગડશે. સૌરાષ્ટ્ર-કચ્છ અને ઉત્તર ગુજરાતમાં કડકડતી ઠંડી પડશે. તો આજે અને આવતીકાલે માછીમારોને દરિયો ન ખેડવા હવામાન વિભાગે સૂચના આપી છે. હવામાન વિભાગના અનુસાર બે દિવસ દરિયાઈ વિસ્તારમાં પવનની ગતિ તેજ રહેશે. જેના કારણે માછીમારો દરિયો ન ખેડે તેવી પણ સૂચના આપી છે. આજે રાજ્યનું પાટનગર ગાંધીનગર સૌથી ઠંડુંગાર રહ્યું છે. ગાંધીનગરમાં 12 ડિગ્રી લઘુત્તમ તાપમાન નોંધાયું છે તો અમદાવાદમાં 14 ડિગ્રી તાપમાન નોંધાયું છે.
રાજ્યમાં ફરી એક વખત વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર જોવા મળશે. 6 ફેબ્રુઆરીએ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરના કારણે લઘુત્તમ તાપમાનમાં ઘટાડો થશે. તો સૌરાષ્ટ્ર-કચ્છ અને ઉત્તર ગુજરાતમાં આગામી દિવસોમાં કડકડતી ઠંડી પડશે. તો આવતીકાલે માછીમારોને દરિયો ન ખેડવા હવામાન વિભાગે સૂચના આપી હતી. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર બે દિવસ દરિયાઈ વિસ્તારમાં પવનની ગતિ તેજ રહેશે જેથી માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના આપી છે.
Government Scheme: આ રાજ્યના ખેડૂતોને મળે છે 16 હજાર રૂપિયા, જાણો યોજનાની ડિટેલ
ગુજરાતના વધુ એક પક્ષી અભયારણ્યને રામસર સાઇટ જાહેર કરાઇ, જાણો વિગત
Tulsi Farming: તુલસીની ખેતી કરીને કમાઈ શકો છો તગડો નફો, દવાથી લઈ બ્યૂટી પ્રોડક્ટ્સ સુધી દરેક જગ્યાએ છે માંગ
Vacancy: Ministry of Communications & IT માં નીકળી ભરતી, 60 હજાર મળશે પગાર
Google-Airtel Deal: એરટેલ-ગૂગલ ડીલથી ડિજિટલ ઈન્ડિયાને મળશે વેગ, ફીચર ફોન યુઝર્સને મળશે સસ્તા સ્માર્ટફોન