રાજ્યમાં ઓમિક્રોનનો કેસ નોંધાતા ગાંધીનગર પ્રશાસન એક્શનમાં આવ્યું છે. ગાંધીનગર સિવિલ હોસ્પિટલના 3 યુનિટમાં 30 બેડની સુવિધા સાથેનો ઓમિક્રોનનો અલાયદો વોર્ડ ઉભો કરવામાં આવ્યો હતો. વેન્ટિલેટર અને ઓક્સિજન સહિતની તમામ સુવિધાઓ સાથે ઓમિક્રોન વોર્ડ સજ્જ છે. આ વોર્ડમાં માત્ર ઓમિક્રોન પોઝિટિવ અથવા શંકાસ્પદ દર્દીઓને જ દાખલ કરવામાં આવશે. કેંદ્ર સરકારની ગાઈડલાઈન મુજબ ગાંધીનગર સિવિલ હોસ્પિટલે ઓમિક્રોનને લઈને તૈયારીઓ શરૂ કરી છે.
હાઇકોર્ટે અમદાવાદ કોર્પોરેશનની ઝાટકણી કાઢી
ગુજરાત હાઈકોર્ટે ફરી અમદાવાદ મહાનગરપાલિકાનો ઉધડો લીધો છે. ઈંડા અને નોનવેજની લારીઓને દબાણના નામે ઉપાડી લેવાના કોર્પોરેશનની કામગીરીને લઈને હાઈકોર્ટે સખત શબ્દોમાં કોર્પોરેશનની ઝાટકણી કાઢી હતી. હાઈકોર્ટે કહ્યું કે વ્યક્તિ પોતાના ઘરેથી બહાર નીકળે ત્યારે તે શું ખાશે એ શું હવે કોર્પોરેશન નક્કી કરશે? મ્યુનિસિપલ કમિશનરને આવો અધિકાર કોણે આપ્યો?. હાઈકોર્ટે અમદાવાદ કોર્પોરેશનને અરજંટ ઈશ્યું નોટીસ આપી હતી. હાઈકોર્ટે ટકોર કરી કે, વ્યક્તિના ખાવા-પીવાની પસંદગી સત્તાપક્ષના વિચારોને આધીન બનાવી શકાય નહીં. પ્રશાસન મરજીથી વર્તીને લોકોને હેરાન કરે તે ચલાવી નહી લેવાય. સુરતની રિવરડેલ શાળામાં વધુ ત્રણ વિદ્યાર્થીઓ કોરોના સંક્રમિત થતા આરોગ્ય વિભાગ દોડતું થયુ છે. શહેરના અડાજણ પાલ વિસ્તારમાં આવેલી રિવરડેલ સ્કૂલમાં એક વિદ્યાર્થીનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. જે બાદ શાળામાં કોરોના ટેસ્ટિંગની કામગીરી કરાતા આજે વધુ ત્રણ વિદ્યાર્થીઓ કોરોના સંક્રમિત થયા હતા. તો સંસ્કાર ભારતી શાળામાં પણ એક વિદ્યાર્થીનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે.. વિદ્યાર્થી કોરોના સંક્રમિત થતા બંને સ્કૂલને સાત દિવસ માટે બંધ કરી દેવામાં આવી છે.
IAF Helicopter Crash: સંસદમાં રાજનાથ સિંહે કહ્યુ- 'આ દુર્ઘટના પર તપાસના આદેશ અપાયા છે'
India Corona Cases: દેશમાં સતત બીજા દિવસે વધ્યા કોરોના કેસ, રસીકરણનો આંકડો 130 કરોડને પાર