પેપરલીક થયાનો કોઈ ઓથેન્ટિક પુરાવો મળ્યો નથીઃ અસિત વોરા
આજે બપોરે 1 વાગ્યે ગોણ સેવા પસંદગી મંડળના પ્રમુખ અસિત વોરા આ મુદ્દે પ્રેસ કોન્ફરન્સ કરશે. પત્રકાર પરીષદમાં આ અંગે મોટો ખુલાસો થાય તેવી સંભાવના છે.
અસિત વોરા ક્યારેય પોતાની ભુલ નહીં સ્વીકારે. અસિત વોરા સહિત તમામ લોકોની પણ તપાસ કરવી જોઇએ.
બે શંકાસ્પદ શખ્શોની સ્થાનિક પોલીસ દ્વારા પૂછ પરછ હાથ ધરાઈ. હિંમતનગર એલસીબી કચેરીએ શંકાસ્પદોની પૂછપરછ. હિમતનગરના ધ્રુવ નામના યુવકની પૂછપરછ હાથ ધરાઈ હોવાનું બિન સત્તાવાર માહિતી મળી. લીક થયેલા પેપરના જવાબોને લઈ ધ્રુવની પુછપરછ. એલસીબી કચેરીમાં પેપર લીંક મામલે પૂછપરછનો ધમધમાટ ચાલી રહ્યો છે.
પોલીસ દ્વારા પેપર લીક થયાના કોઈ પુરાવાઓ મળશે તો અમે ફરિયાદ દાખલ કરવામાં આવશે.
અસિત વોરાએ કહ્યું કે, અમારી પાસે એક વોટ્સએપ આવ્યો, પરંતુ તે પરીક્ષા પૂર્ણ થયા પછીનો હતો. હજુ સુધી કોઈ આધારભૂત પુરાવા મળ્યા નથી. અમારી પાસે આજદીન સુધી એકેય પુરાવો આવ્યો નથી. અમારી પાસે ફરિયાદ આવે પછી અમે નિર્ણય લઇશું.
અસિત વોરાએ જણાવ્યું હતું કે, કોરોનાકાળ દરમિયાન પણ 40 જેટલી પરીક્ષા લીધી છે. કોરોનાકાળ દરમિયાન 5 લાખ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી. પરીક્ષા પારદર્શિતાથી લેવાઇ તેનું ધ્યાન રખાય છે. 186 જેટલી હેડ ક્લાર્કની જગ્યા માટે પરીક્ષા યોજાઇ હતી. પરીક્ષા શાંતિથી યોજાઇ હતી. જોકે, બીજા દિવસે મીડિયાના માધ્યમથી પરીક્ષાનું પેપર લીક થયું હોવાની માહિતી મળી. મંડળ પાસે આ અંગે કોઈ ફરિયાદ આવી નથી. મીડિયામાં અહેવાલો આવ્યા પછી પોલીસ તંત્ર એલર્ટ બની ગયું હતું. અમે તમામ માહિતી સાબરકાઠાના અધિકારીઓને પહોંચાડી. 16 જેટલી ટીમોએ જ્યાં જ્યાં શક્યતાઓ હતી, ત્યાં પોલીસ તંત્ર દ્વારા તપાસ કરવામાં આવી હતી. તેમજ હજુ પણ તપાસ ચાલું છે. હજુ સુધી પેપરલીક થયાની લેખિત ફરિયાદ અત્યાર સુધી મળી નથી. ગૃહમંત્રી સાથે પણ આ અંગે મીટિંગ થઈ. કોઈપણ ગેરરીતિ જણાશે તો પગલાં ભરાશે. કોઈ પણ કસૂરવાર હશે તો તેની સામે કડક પગલા ભરાશે. અમને કોઈ પેપર લીક થયાનો ઓથેન્ટિક પુરાવા મળ્યો નથી.
અસિત વોરા પત્રકાર પરીષદ કરી રહ્યા છે.
થોડીવારમાં અસિત વોરા કરશે પ્રેસ કોન્ફરન્સ.
આ પહેલું પેપર લીક નથી થયું. મને બીક એવી છે કે પેપર લીક થયું તેની માહિતી ટીવી મીડિયાને આપનાર વ્યક્તિને જેલ માં નહિ નાખી દે. વિવિધ પેપર લીક થયા. 2018માં શિક્ષક ટેટ નું પેપર લીક. 2021માં હેડ ક્લાર્ક નું પેપર લીક થયું. આ આંકડો જોજો પેપર 2014 પછી લીક થવાના જાહેર થયા.
પહેલા 25 લાખ ફોર્મ ભરતા હતા. પણ હવે 10 લાખ પર આંકડો પહોંચ્યો. લોકોને વિશ્વાસ ઉઠી ગયો છે. લાગવક વાળાને નોકરી મળશે તેવું છે. 2014 થી પેપર લીક થાય છે. એક પર પણ પેપર લીક મામલે પેપર લીક કરનાર સામે ફરિયાદ નથી. દારૂ અને પેપર લીક મામલે માહિતી આપે તે જેલમાં જાય. આડકતરી રીતે સરકાર આવા ગુનેગારોને મદદ કરે છે. અને જે અવાજ ઉઠાવે છે તો તેને દબાવવામાં આવે છે.
કયું પેપર ક્યારે ફૂટ્યું તેનું સમગ્ર લીસ્ટ
(1) 2015 માં તા.15.02.2015 તલાટી પેપર
(2) 2018 માં તા. 29.07.2018 TAT -શિક્ષક પેપર
(3) 2018 માં તા.23.11.2028 મુખ્ય-સેવિકા પેપર
(4) 2018 માં તા.23.11.2028
નાયબ ચિટનિસ પેપર
(5) 2018 માં તા.02.12.2018 LRD-લોકરક્ષક દળ
(6) 2019 માં તા.17.11.2021 બિનસચિવલય કારકુન
(7) 2021 માં તા.19.12.2021 હેડ-ક્લાર્ક
(8) 2014 માં GPSC ચીફ ઓફિસરનું પેપર
(9) 2016 માં જિલ્લા પંચાયત દ્વારા લેવાયેલી તલાટી ની પરીક્ષા નું પેપર ગાંધીનગર, મોડાસા, સુરેન્દ્રનગર જિલ્લામાં ફૂટ્યું
ગૌણ સેવા પસંદગી મંડળનુ પેપર લીકનો મામલો. બે શંકાસ્પદ શખ્શોની સ્થાનિક પોલીસ દ્વારા પૂછપરછ હાથ ધરાઈ. હિંમતનગર એલસીબી કચેરીએ શંકાસ્પદોની પૂછપરછ.
બ્રેકગ્રાઉન્ડ
ગાંધીનગરઃ ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા લેવાયેલી હેડ ક્લાર્કની પરીક્ષામાં પેપર ફૂટ્યું હોવાના આક્ષેપો લાગતાં ખળભળાટ મચી ગયો છે. આજે બપોરે 1 વાગ્યે ગોણ સેવા પસંદગી મંડળના પ્રમુખ અસિત વોરા આ મુદ્દે પ્રેસ કોન્ફરન્સ કરશે. પત્રકાર પરીષદમાં આ અંગે મોટો ખુલાસો થાય તેવી સંભાવના છે.
આપના નેતા યુવરાજસિંહ જાડેજાએ ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા લેવાયેલી હેડ ક્લાર્કની 12મી ડિસેમ્બરે લેવાયેલી પરીક્ષાનું પેપર ફૂટયું હોવાનો આક્ષેપ કર્યો છે. સાથે જ જાડેજાએ પ્રાંતિજ નજીકના એક ફાર્મ હાઉસનો ફોટો જાહેર કરી ત્યાંથી પેપર ફૂટ્યોનો દાવો કર્યો છે. ફાર્મ હાઉસના માલિક રાજૂ પટેલે ABP અસ્મિતા સાથે કરેલી વાતમાં સ્પષ્ટ જણાવ્યું કે, તેના ફાર્મ હાઉસમાં આવી કોઈ પ્રવૃતિ થઈ નથી. યુવરાજસિંહ જાડેજા સામે તેઓ માનહાનિનો કેસ કરશે. જે અંગે હાલ તેઓ વકીલની સલાહ લઈ રહ્યા છે અને બે દિવસમાં કેસ કરશે.
અક્ષરમ્ ફાર્મ હાઉસના માલિક રાજુ પટેલે જણાવ્યું હતું કે, અમારા ફાર્મ હાઉસમાં આવી કોઈ પ્રવૃત્તિ થઈ નથી. આક્ષેપ કરનાર સામે અમે માનહાનિનો દાવો કરવાના છીએ. માનહાનિનો દાવો કરવા અમે હાલ વકીલની સલાહ લઈ રહ્યા છીએ. બે દિવસની અંદર અમે આક્ષેપ કરનાર સામે માનહાનિનો દાવો કરશું.
ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળના પેપર લીકના મામલે આમ આદમી પાર્ટીએ ગૌણ સેવા પસંદગી મંડલ ખાતે હલાબોલ કર્યો હતો. પોલીસ સાથે પણ તકરાર થઈ.
- - - - - - - - - Advertisement - - - - - - - - -