Lok Sabha News: ગુજરાતમાં કોંગ્રેસ લોકસભા માટે ઉમેદવારો નક્કી કરવા માટે મંથન કરી રહી છે, હવે સુત્રો તરફથી માહિતી મળી છે કે, ગુજરાતમાં કોંગ્રેસ પાર્ટીએ વધુ સાત ઉમેદવારો નક્કી કરી લીધા છે. આ પહેલી કોંગ્રેસ બીજી યાદીમાં ગુજરાતમાં સાત ઉમેદવારો ઉતારી દીધા છે, અને બાકીનાની યાદી આજ કાલમાં આવી શકે છે. ઉલ્લેખનીય છે કે, આજે સાંજે કોંગ્રેસની સીએસીની બેઠક દિલ્હીમાં મળવાની છે.
ગુજરાતમાં કોંગ્રેસ 26 બેઠકો પર પોતાના મજબૂત અને યોગ્ય ઉમેદવાર ઉતારવાની તૈયારી કરી છે, પરંતુ સીનિયર નેતાઓએ પહેલાથી જ ચૂંટણી લડવાની ના પાડી દેતા હવે મોટી મુશ્કેલી પાર્ટી સામે આવી છે. સુત્રો તરફથી માહિતી મળી છે કે, કોંગ્રેસે ગુજરાતમાં વધુ સાત બેઠકોના ઉમેદવારોના નામ નક્કી કરી લીધા છે. આમાં છોટા ઉદેપુર, પંચમહાલ, પાટણના ઉમેદવારો ઉપરાંત દાહોદ, આણંદ બેઠકના ઉમેદવારોના નામ નક્કી કરાયા છે. આમાં સાબરકાંઠા બેઠક પર ધારાસભ્ય હા પાડે તો તેમને ઉતારવાની તૈયારી પણ રખાઇ છે.
સુત્રો તરફથી મળતી માહિતી પ્રમાણે, ગુજરાતમાં લોકસભાની ચૂંટણીને લઇને રાજકીય માહોલ ગરમાયો છે. ત્યારે હવે સામે આવી રહ્યું છે કે, કોંગ્રેસ છોટા ઉદેપુર બેઠકથી સુખરામ રાઠવાને ઉમેદવાર બનાવશે. પૂર્વ સાંસદ પ્રભાબેન તાવીયાડ દાહોદથી ઉમેદવારી કરશે, પંચમહાલથી ગુલાબસિંહ ચૌહાણ કોંગ્રેસના ઉમેદવાર હશે તે નક્કી છે. આણંદથી અમિત ચાવડાની ઉમેદવારી નક્કી છે. પાટણથી પૂર્વ ધારાસભ્ય ચંદનજી ઠાકોર ઉમેદવારી કરશે. આ ઉપરાંત સાબરકાંઠા બેઠક પરથી તુષાર ચૌધરીને ઉમેદવાર બનાવવાનું આયોજન થઇ રહ્યું છે. તુષાર ચૌધરી તૈયારી દર્શાવશે તો તેમને ઉમેદવાર તરીકે જાહેર કરાશે.
ગુજરાતમાં કૉંગ્રેસે 7 ઉમેદવારોના નામની જાહેરાત કરી હતી
બનાસકાંઠાથી ગેનીબેન ઠાકોર
અમદાવાદ પશ્ચિમથી ભરત મકવાણા
અમદાવાદ પૂર્વ રોહન ગુપ્તા
બારડોલીથી સિદ્ધાર્થ ચૌધરી
વલસાડથી અનંત પટેલ
પોરબંદરથી લલિત વસોયા
કચ્છથી-નિતેષ લાલણ