કચ્છઃ જિલ્લાના ભચાઉ વિસ્તારમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા. સાંજે 7:03 વાગતા 4.3ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો આવ્યો હતો. ભચાઉ ,ભુજ ,અંજાર સહિત આસપાસના વિસ્તારમાં ભૂકંપના આંચકા નોંધાયા હતા.


ભૂકંપના જોરદાર ઝટકાના પગલે લોકોમાં ભયનો માહોલ સર્જાયો હતો. ભચાઉથી 23 કિલોમીટર દુર ભૂકંપનું એપી સેન્ટર નોંધાયું હતું.

ભૂકંપ આવે ત્યારે શું કરશો

- ભૂકંપ આવતા જો તમે ઘરમાં છો તો જમીન પર બેસી જાવ.

- મજબૂત ટેબલ કે કોઈ ફર્નીચરની નીચે શરણ લો...

- ટેબલ ન હોય તો હાથ વડે ચેહરા અને માથાને ઢાંકી લો.

- ઘરના કોઈ ખૂણામાં જતા રહો.

- કાચની બારીઓ, દરવાજા અને દિવાલથી દૂર રહો.

- પથારી પર છો તો સૂઈ રહો. ઓશિકા વડે માથુ ઢાંકી લો.

- આસપાસ ભારે ફર્નીચર હોય તો તેનાથી દૂર રહો.

- લિફ્ટનો ઉપયોગ કરતા બચો. લાઈટ જવાથી પણ લિફ્ટ રોકાય શકે છે.

- નબળી સીડીઓનો ઉપયોગ ન કરો. સામાન્ય રીતે બિલ્ડિંગોમાં બનેલ સીઢીયો મજબૂત નથી હોતી.

- ઝટકો આવતા સુધી ઘરની અંદર જ રહો, આંચકા આવતા બંધ થાય ત્યારે બહાર નીકળો.

Vodafone-Idea આપશે મોટો ઝટકો, 1 ડિસેમ્બરથી મોંઘા કરશે તમામ પ્લાન

Hero Splendor i Smart: દેશની પ્રથમ BS-6 બાઈક, ખરીદતા પહેલા જાણો 5 ખાસ વાત

શરદ પવારે શિવસેના સાથે મળી મહારાષ્ટ્રમાં સરકાર રચવા અંગે આપ્યો ચોંકાવનારો જવાબ, જાણો વિગત