મહેસાણા: વિસનગરના રણછોડપૂરા વાલમ રોડ પર ટ્રેકટર નીચે આવી જતા એક બાળકનું મોત થતા અરેરાટી મચી ગઈ છે. જો કે આશ્ચર્યની વાત એ છે કે, આ ટ્રેકટર બાળકના પિતા જ ચલાવતા હતા. પિતાના હાથે જ અજાણતા બાળકનું મોત થતા પરિવારમાં શોકનો માહોલ છવાયો છે. વિસનગર રોડ પર ટ્રેકટર લઈ જતા હતા ત્યારે વાલમ ગામ પાસે ટ્રેકટર પર બેઠલ પૂત્ર ટ્રેકટર પરથી પડી જતા ટાયરમાં આવી જતા મોત થયું હતું. પૂત્રના મોત બાદ પોલીસે પિતા સામે અકસ્માતે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.
વેરાવળના આ વન અધિકારીએ પરિણીતા પર ગુજાર્યો અનેક વખત બળાત્કાર
ગીર સોમનાથ: વેરાવળના વન અધિકારી વિરુદ્ધ બળાત્કારનો ગુન્હો નોંધાતા સમગ્ર સરકારી તંત્રમાં ખળભળાટ મચી ગયો છે. વન અધિકારી વિરુદ્ધ સુત્રાપાડાની એક પરિણીતાએ ફરિયાદ નોંધાવી છે. પરિણાતાએ આક્ષેપ કર્યો છે કે, RFO હરેશ ગલચરે તેમના પર અનેક વાર બળાત્કાર ગુજાર્યા. વેરાવળ ફોરેસ્ટ ઓફીસ તેમજ ક્વાર્ટરમાં હીનકૃત્ય આચરવામાં આવ્યું હોવાનો આરોપ લગાવવામાં આવ્યો છે. આ ઉપરાંત આ ગુન્હામાં મદદ કરનાર દાનીશ પંજા, અને રાજ ગલચર વિરુદ્ધ પણ ગુન્હો દાખલ કરવામાં આવ્યો છે. પોલીસમાં ગુન્હો નોંધાતા વન વિભાગમાં ચકચાર મચી ગઈ છે.
સુરતમાં વિધર્મી યુવકે 17 વર્ષની સગીરાને બનાવી હવસનો શિકાર
સુરતના લીંબાયતમાં સગીરા સાથે વિધર્મી યુવક દુષ્કર્મ આચર્યું હોવાની ઘટના સામે આવી છે. લગ્નની લાલચ આપીને 17 વર્ષીય સગીરા સાથે બે વખત દુષ્કર્મ હતું. ચાર મહિના પહેલા પ્રેમજાળમાં ફસાવીને યુવકે લગ્નની લાલચ આપી સગીરાનું શારીરિક શોષણ કર્યું હતું. શરીર સબંધ બાંધ્યા બાદ મોઇને લગ્ન કરવાની ના પાડી દીધી હતી. ત્યાર બાદ સગીરાએ પરિવારને જાણ કરતા પોલીસ ફરિયાદ નોંધાઈ હતી. જે બાદ પોલીસે આરોપી યુવકની ધરપકડ કરી હતી અને બળાત્કાર અને પોકસો એક્ટ અંતર્ગત મોઇન સામે કાર્યવાહી હાથ ધરી છે.
આ પણ વાંચો...