પંચમહાલઃ પંચમહાલમાં ગણેશ વિસર્જન દરમિયાન તળાવમાં ડૂબી જતા યુવકનું મોત થયું છે. મળતી જાણકારી અનુસાર, ગઈકાલે પંચમહાલમાં ગણેશ વિસર્જન દરમિયાન ગોધરા તાલુકાનાં અંબાલી ગામનો યુવક તળાવમાં ડૂબ્યો હતો. કલાકોની શોધખોળ બાદ તળાવમાંથી યુવકનો મૃતદેહ મળી આવ્યો હતો. 40 વર્ષીય મહેન્દ્ર બારીયા નામનો યુવક તળાવમાં મૂર્તિ વિસર્જન કરી રહ્યો હતો તે દરમિયાન આ ઘટના બની હતી. જો કે હાલ તો તાલુકા પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોધી તપાસ હાથ ધરી છે.
Gujarat Monsoon: ખેડૂતો આનંદો, વરસાદને લઈ હવામાન વિભાગે કરી મોટી આગાહી
Gujarat Monsoon: વરસાદને લઈને હવામાન વિભાગ મોટી આગાહી કરી છે. જે મુજબ આગામી 3 દિવસ રાજયમાં સામાન્ય વરસાદ રહેશે. જ્યારે 9 અને 10 સપ્ટેમ્બરે વરસાદનું જોર વધવાની શકયતા છે. 9 અને 10 સપ્ટેમ્બરે દક્ષિણ ગુજરાતમાં વલસાડ. નવસારી. ડાંગ અને તાપીમાં વરસાદ વધુ પડી શકે છે. સૌરાષ્ટ્રમાં અમરેલી ભાવનગર આસપાસ વિસ્તારમાં ભારે વરસાદ રહેશે. વેસ્ટ બંગાળમાં લો પ્રેસર સિસ્ટમ બની રહી હોવાને લઈને વરસાદનું જોર વધશે.
2 થી 3 દિવસ 2 ડિગ્રી જેટલું તાપમાન વધવાની આગાહી છે. હાલમાં અમદાવાદમાં 35 ડિગ્રી આસપાસ તાપમાન છે, જે વધીને 37 ડિગ્રી સુધી પહોંચી શકે છે. વાદળછાયું વાતાવરણ હતું જે હાલ દૂર થઈ રહ્યું છે જેના કારણે તડકો સીધો પડતા તાપમાનમાં વધારો થઈ રહ્યો છે. હાલ વાવાઝોડાની કોઈ આગાહી નથી. અત્યાર સુધી રાજ્યમાં 778 mm વરસાદ પડ્યો છે. 7 સપ્ટેમ્બર બાદ લો પ્રેસર એરિયા બનશે તો વરસાદનું જોર વધી શકે છે. અમદાવાદ-ગાંધીનગરમાં છુટોછવાયો વરસાદ પડી શકે છે.
આ વિસ્તારોમાં વરસાદની છે આગાહી
- હવામાન વિભાગના અનુમાન અનુસાર 8 સપ્ટેમ્બરે અરવલ્લી-મહીસાગર-દાહોદ-પંચમહાલ-અમરેલી-ગીર સોમનાથ-ભાવનગર-બોટાદમાં મધ્યમ વરસાદ પડી શકે છે.
- 9 સપ્ટેમ્બરે તાપી-નવસારી-વલસાડ-ડાંગમાં ભારે-અમદાવાદ-આણંદ-અરવલ્લી-દાહોદ-ખેડા-મહીસાગર-પંચમહાલ-અમરેલી-ભાવનગર-બોટાદ-ગીર સોમનાથ-જુનાગઢ-રાજકોટ-સુરેન્દ્રનગરમાં મધ્યમ વરસાદ પડી શકે છે.
- 10 સપ્ટેમ્બરે નર્મદા-તાપી-નવસારી-ડાંગમાં ભારે અને અમદાવાદ-આણંદ-અરવલ્લી-દાહોદ-ખેડા-મહીસાગર-પંચમહાલ-ભાવનગર-બોટાદ-અમરેલી-ગીર સોમનાથ-પોરબંદર-જુનાગઢ-રાજકોટ-સુરેન્દ્રનગરમાં મધ્યમ વરસાદ પડી શકે છે.
- અમદાવાદમાં 11 સપ્ટેમ્બર સુધી વરસાદની સંભાવના છે. 11 સપ્ટેમ્બર સુધી છૂટાછવાયા ઝાપટાં પડી શકે છે.
Teachers Day: PM મોદીની મોટી જાહેરાત, PM SHRI યોજના હેઠળ 14500 શાળાઓને અપગ્રેડ કરાશે
Bhavnagar: ભાવનગરમાં લાખોની કિંમતના સરકારી અનાજની ચોરી, તપાસમાં અનેક મોટા ખુલાસા થવાની શક્યતા