ગીર સોમનાથ: તૌક્તે વાવાઝોડાના (Cyclone Tauktae) કારણે તાલાલા પંથકની જીવાદોરી સમાન કેસર કેરીનો (Kesar Mango) મોટાભાગનો પાક નાશ પામ્યો છે. તેથી માઠી દશામાં મુકાયેલા આવા ખેડૂતો માટે રાજ્ય સરકાર સ્પેશ્યલ સહાય પેકેજ જાહેર કરે એવી માગણી કરવામાં આવી છે. તૌક્તેની અસર ઓછી થયા બાદ આજે તાલાલા મેંગો માર્કેટમાં કેરીની આવક થઈ હતી. જોકે તેના ભાવમાં ધરખમ ઘટાડો થયો હતો. મેંગો માર્કેટમાં 20 હજાર બોક્સન આવક થઈ હતી. કેરીના 10 કિલોના બોક્સના ભાવ 40 રૂપિયાથી 200 રૂપિયા બોલાયા હતા.
તાલાલા પંથકના ૪૫ ગામોની ૨૯૮૭૬ હેક્ટર ખેતીની જમીન પૈકી ૧૩૮૨૭ હેક્ટર જમીનમાં અંદાજે ૧૫ લાખથી વધુ કેસર કેરીના વૃક્ષો પથરાયેલા છે. કેરીના બગીચામાં આખું વર્ષ સખત પરિશ્રમ કરી ખેડૂતો અંદાજે રૂ.૧૦૦ કરોડથી પણ વધુ કેસર કેરીનું ઉત્પાદન મેળવે છે. વિશ્વપ્રસિદ્ધ કેસર કેરી તાલાલા પંથકની આબાદી અને સમૃદ્ધિમાં અગત્યનું યોગદાન આપે છે. જોકે વાવાઝોડાને કારણે આ વખતે આંબાના અગણિત વૃક્ષો જમીનદોસ્ત થઈ ગયા છે. કેસર કેરીની નુકસાની ૫ વર્ષે પણ ભરપાઈ ન થઈ શકે એમ નથી.
સંખ્યાબંધ આંબાઓની ડાળીઓ તૂટી ગઈ છે. જેનો ખાસ સર્વે કરાવીને કેરીનું ઉત્પાદન કરતા ખેડૂતોને માટે ખાસ સહાય પેકેજ જાહેર કરવામાં આવે એવી માગણી સાથે ખેડૂત અગ્રણીએ મુખ્યમંત્રીને રજૂઆત કરી છે.
તાલાલા પંથકમાં ૪૫ જેટલાં ગામમાં બાગાયત અને ઉનાળુ પકમાં થયેલા નુકસાન તથા આંબાના વૃક્ષોને થયેલા નુકસાન સહિત જરૂરી સર્વે માટે ૮ ટીમોને કામે લગાડવામાં આવી છે. આ ટીમમાં ૩ સરકારી અધિકારી સાથે ગામના સરપંચ તથા તલાટી મંત્રી તથા અગ્રણીઓને પણ જોડવામાં આવ્યા છે. તમામ ટીમો ખેડૂતોને વાવાઝોડાને કારણે થયેલી નુકસાનીની તમામ વિગતો એકત્ર કરશે.
આયુષમાન ભારત હેઠળ બ્લેક ફંગસને કવર કરવા આ દિગ્ગજ મહિલા નેતાએ પીએમ મોદીને લખ્યો પત્ર, જાણો વિગત
ભારતમાં સ્પુતનિક-Vનું ક્યારથી શરૂ થશે પ્રોડક્શન ? ચાલુ મહિનાના અંતે કેટલા મળશે ડોઝ, જાણો વિગત
Ahmedabad: આ હોસ્પિટલમાં મ્યુકરમાઇકોસિસના ઈંજેક્શન ન હોવાના લગાવાયા બોર્ડ, દર્દીના પરિવારજનો પરેશાન