Amit Shah On Arvind Kejriwal: ગુજરાતમાં આ વર્ષે ડિસેમ્બરમાં વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે. આવી સ્થિતિમાં તમામ રાજકીય પક્ષો અહીંના લોકોને તમામ વચનો આપીને એકબીજા પર પ્રહારો કરતા જોવા મળે છે. આ દરમિયાન આજે બીજેપીના વરિષ્ઠ નેતા અમિત શાહે દિલ્હીના મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટી (AAP)ના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલ પર આકરા પ્રહારો કર્યા હતા. આ સાથે જ જણાવ્યુ કે આ વખતે ભાજપને રાજ્યમાં કેટલી સીટો મળવાની છે. મહાત્મામંદિર ખાતે એક કાર્યક્રમમાં અમિત શાહ વર્ચ્યુઅલ જોડાયા હતા. 


કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે મંગળવારે કહ્યું કે જેઓ "સપના વેચે છે" તેઓ ગુજરાતમાં ક્યારેય જીતી શકશે નહીં. જણાવી દઈએ કે સીએમ કેજરીવાલ ગુજરાતમાં મફત વીજળી, મફત શિક્ષણ અને ખેડૂતોની લોન માફી જેવા વચનો આપી રહ્યા છે. અમિત શાહે કહ્યું કે સત્તામાં બેઠેલી ભાજપ આ વખતે ફરી એકવાર ગુજરાતમાં બે તૃતિયાંશ બહુમતી સાથે સરકાર બનાવશે.


'ભાજપ જંગી જીત તરફ'


અમિત શાહે કહ્યું કે સપના વેચનાર AAPને ગુજરાતમાં ક્યારેય ચૂંટણીમાં સફળતા નહીં મળે. તેમણે કહ્યું કે તેઓ ગુજરાતના લોકો જાણે છે. અહીંના લોકો કામ કરવામાં માનનારાઓને જ સપોર્ટ કરે છે. ભાજપ આ વખતે પણ જોરદાર જીત તરફ આગળ વધી રહ્યું છે.


તેમણે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના વખાણ કરતા કહ્યું કે આ વખતે પણ ગુજરાતની જનતા તેમની સાથે છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ભાજપ ફરી એકવાર બે તૃતિયાંશ બહુમતી સાથે સરકાર બનાવશે.


આપને જણાવી દઈએ કે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ સતત ગુજરાતની મુલાકાતે છે. આજે અમદાવાદમાં તેમણે વચન આપ્યું હતું કે જો ગુજરાતમાં આમ આદમી પાર્ટી (AAP) સત્તામાં આવશે તો તે રાજ્યની જનતાને 'ભ્રષ્ટાચાર મુક્ત' સરકાર આપશે. 


ગુજરાતની ભૂપેન્દ્ર પટેલ સરકારને એક વર્ષ પૂર્ણ થયું  ત્યારે ગાંધીનગરમાં મહાત્મા મંદિર ખાતે એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ઉજવણી દરમિયાન કેન્દ્રીય ગૃહ  અને સહકારીતા મંત્રી અમિત શાહે મહત્ત્વનું નિવેદન કરતાં ગુજરાત ભાજપનો મુખ્યમંત્રીપદનો ચહેરો ભૂપેન્દ્ર પટેલ રહેશે એવો ફરીથી એક વખત સંકેત આપ્યો છે.  અમિત શાહે વર્ચ્યુઅલ કાર્યક્રમમાં કેજરીવાલ પર કટાક્ષ કરતાં કહ્યું હતું કે ગુજરાતમાં સપનાના વેપાર કરનારાને ક્યારેય સફળતા ના મળે.


આ પણ વાંચો....


Bhavnagar: ભાવનગરમાં માતાની નજર સામે જ અઢી વર્ષનું બાળક નદીમાં તણાયું


Gujarat Election : અમદાવાદમાં ભાજપના યુવા નેતા પર AAPના કાર્યકરો દ્વારા હુમલો, ખસેડાયા હોસ્પિટલમાં


Arvind Kejriwal Gujarat visit: અમદાવાદમાં રિક્ષાવાળાને ત્યાં જમવા જશે કેજરીવાલ, આવું હશે મેનુ


Retail Inflation Data: જનતાને મોંઘવારીથી રાહત નહી, ઓગષ્ટમાં પણ છૂટ્ટક મોંઘવારી દર આટલા ટકા રહ્યો