Arvind Kejriwal: દિલ્હીના મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટીના નેતા અરવિંદ કેજરીવાલ આજે ગુજરાતની મુલાકાતે છે. અમદાવાદમાં અરવિંદ કેજરીવાલે (Arvind Kejriwal) પત્રકાર પરિષદ કરી હતી. આ પત્રકાર પરિષદમાં કેજરીવાલે પોતાની 5મી ગેરન્ટીની જાહેરાત કરી હતી.


આજે પાંચમી ગેરેન્ટી મહિલાઓ માટે


અરવિંદ કેજરીવાલે પોતાની પાંચમી ગેરન્ટીની જાહેરાત કરતાં કહ્યું કે, "પાંચમી ગેરન્ટી ગુજરાતની (Gujarat) મહિલાઓ માટે છે. આ ગેરન્ટી મુજબ 18 વર્ષથી વધુની ઉંમરની જે મહિલાના ખાતામાં દર મહિને 1 હજાર રુપિયા આપવામાં આવશે. એક હજાર રુપિયા દરેક મહિલાના હાથમાં આપવામાં આવશે અને આ પૈસાથી અર્થવ્યવસ્થામાં પણ સુધાર આવશે."






કેજરીવાલે અત્યાર સુધી કુલ 5 ગેરન્ટી આપીઃ


ઉલ્લેખનીય છે કે, અરવિંદ કેજરીવાલે અત્યાર સુધીમાં ગુજરાતની જનતા માટે કુલ 4 ગેરન્ટીઓની જાહેરાત કરી હતી. જેમાં યુવાનોને રોજગારી, બેરોજગારી ભથ્થું, મફત વીજળી સહિતની યોજનાઓની ગેરન્ટીનો સમાવેશ થાય છે. ત્યારે હવે કેજરીવાલે ગુજરાતની મહિલાઓને દર મહિને 1 હજાર રુપિયા આપવાની યોજનાની 5મી ગેરન્ટીની જાહેરાત કરી છે. કેજરીવાલે આ દરમિયાન કહ્યું કે, "આ 1 હજાર રુપિયા મહિલાને મળશે તો તેને બીજા કોઈની પાસે હાથ ફેલાવવાની જરુર નહીં પડે."


આ પણ વાંચોઃ


World Lion Day 2022 : આખા વિશ્વમાં એશિયાઇ સિંહ ફ્કત ગુજરાતમાં, આજે થશે ઉજવણી


Swapna Shastra: શું આપને પણ સપનામાં દેખાઇ છે આ 4 વસ્તુઓ,આવનાર મુસીબતના છે સંકેત


Zoonotic Langya virus: ચીનમાં મળ્યો વધુ એક ખતરનાક વાયરસ, જાણો કેટલો છે ખતરનાક


Angarak Yog: આ રાશિ માટે 10 ઓગસ્ટ બાદનો સમય છે શુભ, આ ખતરનાક યોગથી મળશે મુક્તિ, ભાગ્યમાં થશે વૃદ્ધિ


School Closed: દેશના આ રાજ્યમાં કોરોનાના કેસ વધતાં ફરી સ્કૂલો થશે બંધ ? જાણો શું કહે છે એક્સપર્ટ


India Corona Cases Today: ભારતમાં કોરોના કેસમાં ફરી આવ્યો મોટો ઉછાળો, દૈનિક પોઝિટિવિટી રેટ ચિંતાજનક