બનાસકાંઠામાં ચાલુ પરીક્ષાએ વિદ્યાર્થી પર હુમલો કરવામાં આવ્યાની ઘટના બની છે. મળતી જાણકારી અનુસાર, બનાસકાંઠામાં વાવના ઢીમાની સંસ્કાર ઉમા વિદ્યાલયમાં ચાલુ પરીક્ષાએ વિદ્યાર્થી પર લોખંડના સળિયા વડે હુમલો કરવામાં આવ્યો હતો. વર્ગ ખંડમાં પરીક્ષા આપી રહેલા વિદ્યાર્થી પર હુમલો થતા શાળામાં અફરાતફરી મચી ગઇ હતી. 15 દિવસ અગાઉ શાળામાં બે છાત્રો વચ્ચે થયેલી બોલાચાલી બાદ છાત્રના પિતાએ મનદુઃખ રાખી બીજા છાત્ર પર હુમલો કર્યાનો આરોપ છે. વર્ગખંડમાં ઘૂસી છાત્ર પર લોખંડના સળિયા વડે હુમલાની ઘટના શાળાના સીસીટીવી કેમેરામાં કેદ થઇ હતી.
વીડિયોમાં જોઇ શકાય છે કે વર્ગખંડમાં વિદ્યાર્થીઓ પરીક્ષા આપી રહ્યા છે ત્યારે જ બે શખ્સો વર્ગખંડમાં પ્રવેશે છે.જેમાં એક વ્યક્તિના હાથમાં લોખંડનો સળિયો છે અને આ વ્યક્તિ વિદ્યાર્થી પાસે પહોંચે છે અને તેના પર હુમલો કરવા લાગે છે. ત્યારે તે વિદ્યાર્થી સળિયાના હુમલાથી બચવાનો પ્રયાસ કરે છે. વિદ્યાર્થી વર્ગખંડમાંથી ભાગી બહાર નીકળી જાય છે. હુમલાની ઘટનાને લઈ વાવ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા સીસીટીવીને આધારે વધુ તપાસ શરૂ કરવામાં આવી છે.
મળતી જાણકારી અનુસાર, ઉમા સંસ્કાર વિદ્યાલયમાં અભ્યાસ કરતા યોગેશ અમીરા ભાઈ બ્રાહ્મણ અને રણજીત કરસનભાઈ વેજિયા નામના બે વિદ્યાર્થીઓ વચ્ચે 15 દિવસ અગાઉ બોલાચાલી થઇ હતી. જેનું દુઃખ રાખીને રણજીતના પિતા કરસનભાઇએ ચાલુ પરીક્ષાએ વર્ગખંડમાં ઘૂસી યોગેશ પર લોખંડના સળિયા વડે હુમલો કર્યો હતો. હુમલાનો ભોગ બનેલા યોગેશના પિતા અમીરા ભાઈ બ્રાહ્મણે મારમારનાર કરશન રાજપૂત સામે વાવ પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો વધુ તપાસ હાથ ધરી હતી.
પ્રાથમિક શિક્ષકોની જિલ્લા ફેર અને અરસપરસ બદલીને લઈને મહત્વના સમાચાર, જાણો
કપડવંજ સેશન્સ કોર્ટનો ઐતિહાસિક ચુકાદો, ગેંગરેપ અને હત્યાના કેસમાં ત્રણ આરોપીઓને ફાંસીની સજા ફટકારી