ગાંધીનગરઃ રાજ્યમાં ખેડ઼ૂતો માટે માઠા સમાચાર આવ્યા છે. મળતી જાણકારી અનુસાર હવામાન વિભાગ દ્ધારા રાજ્યમાં હજુ પણ ચારથી પાંચ દિવસ વરસાદની આગાહી કરવામાં આવી છે. આજે કચ્છના વિવિધ વિસ્તારોમાં વરસાદ થઈ રહ્યો છે. આગામી બે દિવસ હજુ પણ સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં નોંધનીય વરસાદ વરસી શકે છે. સામાન્ય ઉપરાંત અમુક સ્થળે ઝાપટા વરસવાની આગાહી કરવામાં આવી છે. ચાર દિવસ બાદ વાતાવરણ સૂકુ બનશે ત્યારબાદ ઠંડીમાં ફરી વધારો થશે.


હવામાન વિભાગની આગાહી વચ્ચે કચ્છના વિવિધ વિસ્તારોમાં વરસાદ થઈ રહ્યો છે. આગામી બે દિવસ હજુ પણ સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં વરસાદ વરસી શકે શકે છે.  સામાન્ય ઉપરાંત અમુક સ્થળે ઝાપટા વરસવાની આગાહી કરવામાં આવી છે. ચાર દિવસ બાદ વાતાવરણ સૂકુ બનશે ત્યારબાદ ઠંડીમાં ફરી વધારો થશે.


રાજ્યમાં વેસ્ટર્ન ડિસ્ટબંસની અસરના ભાગરૂપે આગામી પાંચ દિવસ હવામાન વિભાગે કચ્છ, મહેસાણા અને પાટણમાં કમોસમી વરસાદની આગાહી કરી છે. ત્યારે કચ્છમાં ગતરાત્રીથી નખત્રાણા, અબડાસા, લખપત તાલુકામાં ઝરમર વરસાદ શરૂ થયો છે. કમોસમી વરસાદના પગલે ખેડૂતો અને માલધારીઓ ચિંતાતૂર બન્યા છે. માવઠાના કારણે ખેતીના ઉભા પાક અને ઘાસને નુકસાન પહોંચવાની ભીતિ સેવાઈ રહી છે.


પંચમહાલમાં કોરોના વિસ્ફોટ


પંચમહાલ જિલ્લામાં કોરોના પોઝિટિવ કેસોમાં વિસ્ફોટ થયો છે. આજે જિલ્લામાં 26 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે. જિલ્લાના મુખ્ય મથક ગોધરા શહેરમાં જ 21 કેસ નોંધાયા, જ્યારે ગોધરા તાલુકામાં 1 અને હાલોલ તાલુકામાં 4 કેસ નોંધાયા છે. ગોધરા ખાતે આવેલ સરકારી નર્સિંગ કોલેજમાં અભ્યાસ કરતા 10 ઉપરાંત વિદ્યાર્થીઓ પણ આવ્યા કોરોનાની ઝપેટમાં આવ્યા છે. હાલ તમામ પોઝિટિવ દર્દીઓને હોમ આઈસોલેટ કરાયા છે. ગઈ કાલે પણ જિલ્લામાં 14 પોઝેટીવ કેસ પૈકી ગોધરાના 12 પોઝેટીવ કેસ નોંધાયા હતા.


 


PM Modi Punjab Rally: PM મોદીની ફિરોઝપુર રેલી રદ, ગૃહ મંત્રાલયે પંજાબ સરકાર પાસેથી રિપોર્ટ માંગ્યો


દેશમાં તરુણોની વેક્સિનને લઈને મોટા સમાચારઃ ત્રણ જ દિવસમાં એક કરોડથી વધુ તરુણોએ લીધો રસીનો પહેલો ડોઝ


Surat corona high alert : કોરોના કેસો વધતાં સુરત હાઈ એલર્ટ પર, જાણો મ્યુનિ. કમિશનરે શું આપ્યો આદેશ?


Gujarat Corona Guideline : ગુજરાત પોલીસે કોરોના સંક્રમણને પગલે લીધો વધુ એક મોટો નિર્ણય, જાણો શું કરી જાહેરાત?