ગાંધીનગરઃ ફેડરેશન ઓફ ગુજરાત પેટ્રોલિયમ ડિલર્સ એસોસિએશને ચીમકી ઉચ્ચારી છે. આવતીકાલે એટલે કે 17 ફેબ્રુઆરીએ ગુજરાતના તમામ સીએનજી પંપ  બપોરે 1 થી 3 વાગ્યા સુધી બંધ રહેશે.  ડીલર્સ એસોસિએશનનાં માર્જિનનો પ્રશ્ન 3 વર્ષથી પેન્ડિંગ હોવાના કારણે પેટ્રોલિયમ ડિલર્સ આ રીતે વિરોધ નોંધાવશે. જૂલાઈ 2019માં સીએનજીનું ડીલર્સનું માર્જિન વધારવાનુ નક્કી કરાયુ હતુ. 3 વર્ષ થવા છતા તેનો કોઈ અમલ ન થતા પેટ્રોલિયમ ડિલર્સમાં રોષ જોવા મળી રહ્યો છે.


આવતીકાલે રાજ્યના તમામ CNG પંપ બપોરે એક વાગ્યાથી ત્રણ વાગ્યા સુધી સુધી બંધ રહેશે. પાછલા ત્રણ વર્ષથી માર્જિનનો પ્રશ્ન પડતર હોવાથી રાજ્યના 1200 CNG પંપ બે કલાક સુધી બંધ પાળી વિરોધ દર્શાવશે. ફેડરેશન ઓફ ગુજરાત પેટ્રોલિયમ ડીલર્સ એસોસિએશન, CNGનું ડીલર માર્જિન 1 જુલાઈ 2019ના રોજ વધારવાનું નક્કી કરાયું હતું.


જેને આજે 30 મહિના થઇ ગયા છતાં કોઈ વધારો કરાયો નથી. અનેકવાર ઓઇલ કંપનીને કરેલી રજૂઆત ધ્યાને લેવામાં આવી નથી. CNG ડીલર્સની માંગ છે કે,  સીએનજી ગેસનું માર્જિન 1.70 પૈસાથી વધારી 2.50 પૈસા કરવા આવે.


 


Vadodara માં ગેસ રિફલિંગ સ્ટેશનમાં આગ લાગી 


વડોદરાના અજબડી મિલ પાસે આવેલા ગેસ રિફલિંગ સ્ટેશનમાં ભીષણ આગ લાગી હતી. ગેસ રિફલિંગ સ્ટેશનમાં એક સાથે 10થી વધુ ગેસના સિલિન્ડર ફાટ્યા હતા. ગેસ સિલિન્ડરમાં બ્લાસ્ટથી આસપાસના વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.આ સ્ટેશનમાં 100થી વધુ ગેસના બાટલાઓનો જથ્થો હતો.


IBPS SO Mains Result 2022: આઈબીપીએસ એસઓ મુખ્ય પરિણામ જાહેર થયું, આ લિંક પર જઈને કરો ચેક


 


Realme 9 Pro series launch: રીયલમીએ લોન્ચ કર્યા 2 સ્માર્ટફોન, શાનદાર કેમેરા સાથે છે આ ફીચર્સ, જાણો કિંમત


UGC-NET Result: યૂજીસી-નેટ ડિસેમ્બર 2020 અને જૂન 2021ના પરિણામ ક્યારે થશે જાહેર ? જાણો કેવી રીતે કરશો ચેક


Bappi Lahiri: ગોલ્ડના શોખીન બપ્પી લાહિરી પાછળ છોડી ગયા કરોડોની સંપત્તિ, જાણો કેટલું છે સોનાનું કલેક્શન