ગાંધીનગરઃ ગુજરાતમાં આજે  છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના નવા 884   કેસ નોંધાયા છે.   આ સાથે રાજ્યમાં કોરોનાના કુલ એક્ટિવ કેસનો આંકડો 9378  પર પહોંચી ગયો છે. રાજ્યમાં 70 લોકો વેન્ટીલેટર પર છે. 9308 લોકો સ્ટેબલ છે. અત્યાર સુધીમાં રાજ્યમાં 11,97,983 લોકોએ કોરોનાને મ્હાત આપી છે. રાજ્યમાં અત્યાર સુધીમાં કોરોના સંક્રમણથી 10,851 લોકોના મોત થયા છે. રાજ્યમાં આજે સંક્રમણથી 13 લોકોના મોત થયા છે.


બીજી તરફ આજે 2688 દર્દીઓ રિકવર પણ થયા છે. તો બીજી તરફ કોરોનાનો રિકવરી રેટ પણ 98.34  ટકાએ પહોંચ્યો છે. રાજ્યમાં કોરોના સંક્રમણથી આજે  13 મોત થયા. આજે 1,68,132 લોકોનું રસીકરણ કરવામાં આવ્યું છે.આજે કોરોનાના કારણે 13 લોકોના મોત થયા છે. અમદાવાદ કોર્પોરેશનમાં 3, વડોદરા કોર્પોરેશનમાં પાંચ, વડોદરામાં એક, સુરતમાં બે, તાપીમાં એક, જામનગર કોર્પોરેશનમાં એક કોરોના દર્દીઓનું મોત થયું છે.


અત્યાર સુધીમાં કુલ  11,97,983  દર્દીઓ રિકવર થઇ ચુક્યાં છે. જેના પગલે કોરોનાનો રિકવરી રેટ 98.34 ટકાએ પહોંચી ચુક્યો છે. બીજી તરફ રસીકરણના મોરચે પણ સરકાર મજબૂતીથી લડી રહી છે. હેલ્થકેર વર્કર અને ફ્રન્ટલાઇન વર્કર પૈકી 20 ને પ્રથમ અને 106 ને રસીનો બીજો ડોઝ અપાઇ ચુક્યો છે. 45 વર્ષથી વધારેની ઉંમરના 2335 ને પ્રથમ અને 10698 ને  બીજો ડોઝ અપાયો હતો. 18-45 વર્ષના નાગરિકો પૈકી 12,293 ને પ્રથમ અને 51,923 ને બીજો ડોઝ અપાયો હતો. 15-18 વર્ષના નાગરિકો પૈકી 11,423 ને પ્રથમ અને 54,559 ને બીજો ડોઝ અપાયો હતો. 24,775 ને પ્રીકોશન ડોઝ અપાઇ ચુક્યાં છે. આ પ્રકારે આજના દિવસમાં કુલ 1,68,132  કુલ રસીના ડોઝ અપાયા હતા. અત્યાર સુધીમાં કુલ 10,15,63,087 કુલ રસીના ડોઝ અપાઇ ચુક્યા છે.


 


IBPS SO Mains Result 2022: આઈબીપીએસ એસઓ મુખ્ય પરિણામ જાહેર થયું, આ લિંક પર જઈને કરો ચેક


 


Realme 9 Pro series launch: રીયલમીએ લોન્ચ કર્યા 2 સ્માર્ટફોન, શાનદાર કેમેરા સાથે છે આ ફીચર્સ, જાણો કિંમત


UGC-NET Result: યૂજીસી-નેટ ડિસેમ્બર 2020 અને જૂન 2021ના પરિણામ ક્યારે થશે જાહેર ? જાણો કેવી રીતે કરશો ચેક


Bappi Lahiri: ગોલ્ડના શોખીન બપ્પી લાહિરી પાછળ છોડી ગયા કરોડોની સંપત્તિ, જાણો કેટલું છે સોનાનું કલેક્શન