Cold Wave: રાજ્યમાં અત્યારે બેવડી ઋતુનો અનુભવ થઇ રહ્યો છે, હાલમાં વહેલી સવારે ઠંડીનો અનુભવ થાય છે પરંતુ બપોર બાદ અતિશય ગરમીનો સામનો કરવો પડી રહ્યો છે. હાલમાં લેટેસ્ટ અપડેટ પ્રમાણે રાજ્યમાં આ મહિનાથી હાડગાળતી ઠંડીની શરૂઆત થઇ જશે. આગામી બે દિવસ બાદ સમગ્ર રાજ્યમાં ઠંડીનો માહોલ જામશે. 


હવામાન વિભાગના તાજા અપડેટ પ્રમાણે, ગુજરાતમાં ઠંડીનો માહોલ જામશે, આગામી બે દિવસ બાદ રાજ્યમાં ઠંડીનો ચમકારો વધશે. હાલની સ્થિતિ પ્રમાણે, રાજ્યમાં 12 શહેરોનું લઘુતમ તાપમાન 20 ડિગ્રીની નીચે પહોંચ્યુ છે. ગાંધીનગરમાં સૌથી નીચું 15.8 ડિગ્રી તાપમાન નોંધાયુ છે. જ્યારે કચ્છ-સૌરાષ્ટ્રમાં ઠંડીનું જોર સતત વધી રહ્યું છે. માહિતી પ્રમાણે, નલિયામાં 16.8 ડિગ્રી, કેશોદમાં 17.2 ડિગ્રી, રાજકોટમાં 17.7 ડિગ્રી, અમરેલીમાં 17.8 ડિગ્રી તાપમાન નોંધાયુ છે. તો વળી, અમદાવાદમાં લઘુતમ તાપમાનનો પારો ગગડીને 18.5 ડિગ્રી સુધી પહોંચ્યો છે.


રાજ્યમાં આગામી દિવસોમાં પવનની દિશા બદલાશે અને ઠંડીનો અનુભવ થશે. આગામી બે દિવસ બાદ લઘુતમ તાપમાન 2થી 3 ડિગ્રી ઘટી જશે. જોકે લઘુતમ તાપમાન ઘટવાનું કારણ છે કે પવનની દિશા બદલાશે. જેના કારણે સુકા અને ઠંડા પવન ફૂંકાવાના કારણે લઘુતમ તાપમાન ઘટશે. હાલ રાજ્યમાં ઉત્તર-ઉત્તરપૂર્વના પવન ફૂંકાઈ રહ્યા છે. જેના કારણે બેવડી ઋતુનો અહેસાસ થઈ રહ્યો છે. પરંતુ પવનની દિશા બદલાતા લઘુતમ તાપમાન ઘટશે અને વહેલી સવારે ઠંડીનો અહેસાસ થશે.


આગામી 20 થી 23 નવેમ્બરથી ઠંડીનું જોર વધશે, મહેસાણા, પાલનપુર, રાજકોટ, પાલનપુર, ગાંધીનગર, હિંમતનગર, પંચમહાલ સહિતના વિસ્તારોમાં ઠંડીનો અનુભવ થશે. 22 નવેમ્બર બાદ હવામાન સાનુકુળ ગણી શકાય. યૂરોપ દેશમાંથી ઠંડા પવનો આવવા જોઈએ તે પવનો શરૂ થયા નથી અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવ્યા નથી, કારણ કે આફ્રિકાથી લઈ એન્ટાર્કટિક મહાસાગર થઈ યુરોપ દેશમાં હાઈ લો પ્રેશર બનવા જોઈએ. તે લો પ્રેશર બને તો સાનુકુળ પરિસ્થિતિ સર્જાય અને દેશના ઉત્તરીય પર્વતીય પ્રદેશોમાં હિમવર્ષા થવાની શક્યતા ગણી શકાય. ડિસેમ્બરની શરૂઆતથી જ ઠંડી આવશે. 6 થી 7 ડિસેમ્બરના ઠંડા પવન ફૂંકાશે અને 22 ડિસેમ્બરના ઉત્તરીય પર્વતીય પ્રદેશોમાં ભારે હિમવર્ષા થવાની શક્યતા રહેશે. 28 ડિસેમ્બરના લઘુતમ તાપમાન ઘટશે. જો વાદળાં આવશે તો તાપમાન વધી જશે. 8થી 10 ડિગ્રી તાપમાન થશે.


આ પણ વાંચો


Cold Wave: આ દિવસથી ગુજરાત બનશે ઠંડુગાર, અંબાલાલની હાડ ગાળતી ઠંડીને લઇને લેટેસ્ટ આગાહી