માણસાઃ ગાંધીનગરના માણસાના ઇટાદરા ગામે બે જૂથ વચ્ચે અથડામણ થતાં માહોલમાં તંગદિલી છવાઈ છે. મળતી જાણકારી અનુસાર, ઇટાદરા ગામે બે જૂથ વચ્ચે અથડામણ થઇ હતી. દરમિયાન અસામાજિક તત્વોએ બાઈકમાં આગચંપી કરી અનેક વાહનોમાં તોડફોડ કરી હતી.


આ ઘટનાની જાણ થતા જ પોલીસની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી અને સ્થિતિ પર કાબૂ મેળવ્યો હતો.  પોલીસે ગામમાં ચુસ્ત બંદોબસ્ત ગોઠવી પરિસ્થિતિ પર કાબૂ મેળવ્યો હતો. હાલ ગામમાં શાંતિપૂર્ણ માહોલ છે. જો કે પોલીસે ગઈકાલે જ 6 લોકોને રાઉંડ અપ કર્યા હતા અને સમગ્ર મામલે પૂછપરછ શરૂ કરી છે.


ગ્રીષ્મા હત્યા કેસમાં આજે આવી શકે છે ચુકાદો


સુરતના ચકચારી  ગ્રીષ્મા હત્યા કેસમાં આજે ચુકાદો આવી શકે છે. 12 ફેબ્રુઆરીએ પાસોદરામાં ગ્રીષ્મા વેકરિયાની જાહેરમાં ગળું કાપી કરપીણ હત્યા કરવાના આરોપી સામે કોર્ટમાં 6 એપ્રિલે દલીલો પૂર્ણ થઈ હતી. આ કેસમાં સંભવતઃ આજે ચુકાદો આવી શકે છે. આરોપીને આકરામાં આકરી સજા થાય એવી માંગ કરવામાં આવી છે. કોર્ટમાં ત્રણ દિવસ સરકાર અને ત્રણ દિવસ બચાવ પક્ષની દલીલ થઈ હતી


ગ્રીષ્મા વેકરિયાની એકતરફી પ્રેમમાં પાગલ ફેનિલ ગોયાણીએ ગળું કાપી  હત્યા કરી હતી. ત્યાર બાદ આરોપી ફેનિલે હાથની નસ કાપીને ઝેરી દવા પીવાનું નાટક કરી આપઘાતનો પ્રયાસ કર્યો હતો. હાલ ફેનિલ લાજપોર જેલમાં બંધ છે. ગ્રીષ્મા હત્યા કેસમાં કોર્ટમાં 190 સાક્ષીમાંથી 105 સાક્ષીની જુબાની લેવામાં આવી છે. જ્યારે 85 સાક્ષીને ડ્રોપ કરવામાં આવ્યા હતા. ત્યાર બાદ સરકાર પક્ષે ક્લોઝિંગ આપવામાં આવ્યું હતું. જેથી કોર્ટમાં આરોપી ફેનિલનું ફર્ધર સ્ટેટમેન્ટ લેવામાં આવ્યું હતું અને 6 એપ્રિલે દલીલો પૂર્ણ થઈ હતી. ત્યારે આ કેસનો સંભવતઃ ચુકાદો આજે જાહેર કરવામાં આવી શકે છે.


IPL 2022: CSKનો બોલર દીપક ચાહર સમગ્ર સિઝનમાંથી આઉટ, જાણો તેને હરાજીના 14 કરોડમાંથી કેટલા મળશે


બ્લેક ડ્રેસમાં નોરા ફતેહીનો જોવા મળ્યો કાતિલ અંદાજ, જુઓ વીડિયો


Asia Cup 2022: શું ખરાબ આર્થિક પરિસ્થિતિ વચ્ચે શ્રીલંકામાં નહી રમાય એશિયા કપ? જય શાહે આપી મોટી જાણકારી


Puducherry Express: માટુંગા રેલવે સ્ટેશન પર મોટી દુર્ઘટના,  પુડુચેરી એક્સપ્રેસના 3 ડબ્બા પાટા પરથી ઉતર્યા