આજે હનુમાન જયંતિની ઉજવણી કરવામાં આવી રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે મોરબીમાં 108 ફૂટની હનુમાનજીની પ્રતિમાનું વર્ચ્યુઅલી અનાવરણ કરશે. દેશના ચારેય ખૂણે હનુમાનજીની પ્રતિમા લગાવાઈ છે. મળતી જાણકારી અનુસાર, વડાપ્રધાન મોદી આજે મોરબી જિલ્લામાં સવારે 11 વાગ્યે વીડિયો કોન્ફ્રન્સિંગ મારફતે હનુમાજીની પ્રતિમાનું અનાવરણ કરશે.
આ પ્રતિમા મોરબીમાં બાપૂ કેશવાનંદ આશ્રમમાં સ્થાપિત કરવામાં આવી છે. આખા દેશમાં ભગવાન હનુમાનના ચાર ધામ પ્રોજેક્ટનું નિર્માણ કરવામાં આવી રહ્યું છે. પ્રથમ પ્રતિમા શિમલામાં 2010માં સ્થાપિત કરાઇ હતી. જ્યારે દક્ષિણમાં રામેશ્વરમમાં આવી જ એક પ્રતિમાનું નિર્માણ કરવામાં આવી રહ્યું છે.
સાળંગપુરમાં ઉમટ્યુ ભક્તોનું ઘોડાપુર
રાજ્યમાં બે વર્ષ બાદ આજે હનુમાન જયંતિની ઉજવણી થશે. હનુમાન મંદિરોમાં મારૂતિ યજ્ઞનું આયોજન પણ કરવામાં આવશે. સાળંગપુરમાં હનુમાનજીના દર્શન માટે ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યુ હતું. આઠથી દસ લાખ શ્રદ્ધાળુઓ દર્શન માટે ઉમટશે. શ્રદ્ધાળુઓ શાંતિથી દર્શન કરી શકે તે માટે ખાસ આયોજન કરવામાં આવ્યું છે.
ભક્તો માટે કરાયુ ખાસ આયોજન
સાળંગપુરમાં આઠથી દસ લાખ ભક્તો દાદાના દર્શન માટે ઉમટશે. શ્રદ્ધાળુઓ શાંતિથી દર્શન કરી શકે તે માટે ખાસ આયોજન કરવામાં આવ્યું છે. પોલીસ અને મંદિર પ્રશાસને ખાસ તૈયારી કરી છે. અવ્યવસ્થા ન સર્જાય તે માટે આયોજન કરાયું છે. સાળંગપુર મંદિર સુધી પહોંચવાના રૂટ ડાયવર્ટ કરાયા હતા.