ગાંધીનગરઃ રાજ્યમાં કાળઝાળ ગરમીનું પ્રભુત્વ યથાવત રહેશે. આગામી કેટલાક દિવસોમાં લોકોને ગરમીમાં કોઇ રાહત મળશે નહીં. હવામાન વિભાગે આગાહી કરી છે કે રાજ્યમાં આગામી પાંચ દિવસ મહત્તમ તાપમાનમા ખાસ પરિવર્તન થવાની સંભાવના નથી. તો દીવ અને કચ્છમાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.
આગામી ૩ દિવસ અમદાવાદમાં ૪૦-૪૧ ડિગ્રીની આસપાસ તાપમાન રહે તેવી સંભાવના છે. હવામાન વિભાગની ખાનગી સંસ્થાના મતે ૨૩ એપ્રિલથી રાજ્યમાં ગરમીનું જોર વધી શકે છે અને તાપમાન ૪૩ને પાર જવાની સંભાવના છે. ગઈકાલે અમદાવાદ-ગાંધીનગર સિવાય રાજ્યમાં અન્યત્ર તાપમાન ૪૧ ડિગ્રીથી નીચે નોંધાયું. જેમાં રાજકોટમાં ૪૨.૪ ડિગ્રી સાથે સૌથી વધુ ગરમી નોંધાયું જ્યારે અમદાવાદમાં ૪૧.૪ ડિગ્રીએ પારો નોંધાયો હતો.
ગાંધીનગરના કલોલમાં યુવતીની જાહેરમાં કરાઇ હત્યા
ગાંધીનગરના કલોલમાં યુવતીની જાહેરમાં હત્યા થતા ચકચાર મચી ગઇ છે. છૂટાછેડા બાદ યુવતીએ પરત આવવાનો ઈન્કાર કરતા પૂર્વ પતિએ છરાના ઘા મારી યુવતીની જાહેરમાં હત્યા કરી હતી. મૃતક યુવતી હેમા નંદવાણી અને તેનો પૂર્વ પતિ ભાવેશ કેશવાણીએ પ્રેમલગ્ન કર્યા હતા. પ્રેમલગ્ન બાદ પતિ-પત્ની વચ્ચે અણબનાવો બનતા હેમાએ દોઢ વર્ષ પહેલા છૂટાછેડા લઈ લીધા હતા.
જો કે, છુટાછેડા બાદ પણ આરોપી ભાવેશે પૂર્વ પત્નીનો પીછો છોડ્યો ન હતો. અને ગઈકાલે કલોલના સીટી મોલ પૂજા ફાસ્ટ ફૂડ પાસે હેમાને આંતરી ભાવેશે છરાના આડેધડ ઘા ઝીંકી મોતને ઘાટ ઉતારી દીધી હતી. હત્યા કર્યા બાદ આરોપી ફરાર થઇ ગયો હતો. જો કે બાદમાં પોલીસની ટીમ સ્થળ પર પહોંચી હતી અને આ અંગે ગુનો નોંધી ગણતરીના કલાકોમાં આરોપી પૂર્વ પતિની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી હતી.
IPL 2022: CSKનો બોલર દીપક ચાહર સમગ્ર સિઝનમાંથી આઉટ, જાણો તેને હરાજીના 14 કરોડમાંથી કેટલા મળશે
બ્લેક ડ્રેસમાં નોરા ફતેહીનો જોવા મળ્યો કાતિલ અંદાજ, જુઓ વીડિયો