ભરૂચઃ ગુજરાતમાં 10 હજાર કરતાં વધારે ગ્રામ પંયાચતોમાં સરપંચ તથા અન્ય હોદ્દેદારો ચૂંટવા માટે રવિવાર મતદાન થયું હતું ત્યારે સૌની નજર મુંબઇની મોડલ એશ્રા પટેલનું શું થાય છે તેના પર મંડાયેલી છે. એશ્રા પટેલે  છોટાઉદેપુર જિલ્લાના સંખેડા તાલુકાના કાવીઠા ગામમાંથી ગ્રામ પંચાયતની ચૂંટણીમાં સરપંદ બનવા માચે ઝંપલાવ્યું છે. મોડેલ એશ્રા પટેલે રવિવારે સવારે કાવીઠા ગામની પ્રાથમિક શાળાના બુથ પર મતદાન કર્યું હતું.


એશ્રા પટેલ મતદાન પછી ભાવકુ થઈ ગઈ હતી. મતદાન બાદ એશ્રા પટેલે જણાવ્યું હતું કે, આજે મને બહુ આનંદની લાગણી થઇ રહી છે. આજે મારા પર મારા ગામના દરેક ગરીબ માણસની જવાબદારી આવી ગઇ હોય એવું લાગે છે. અહીંની દરેક વ્યક્તિ ગરીબી રેખાની નીચે જીવે છે અને તેમને સારી જીંદગી આપવી એ  મારા માટે જિંદગીનું મિશન બની ગયું છે. એશ્રા પટેલે કહ્યું કે, હું આ ચૂંટણીમાં જીતીસ કે હારીશ પણ મારાં ગામનાં  લોકોના હક માટે હું લડતી રહીશ. લોકોના મારા પર વિશ્વાસ છે તેથી જીતની અપેક્ષા હું રાખુ છું. મને લોકોએ આશિર્વાદ આપ્યા છે અને પૂજાઓ અને પ્રાર્થનાઓ પણ કરી છે તેથી મારી જીત થશે એવું મને લાગે છે અને  મારે મારાં ગામનાં લોકોની સેવા કરવા માટે જીતવુ છે.


મુંબઈની મોડેલ એશ્રા પટેલ પિતાના રસ્તે ચાલીને  વતનના ગામમાં સરપંચ બનવા માટે ચૂંટણી લડવાનો નિર્ધાર કરીને ચૂંટણી મેદાનમાં ઊતરી છે. એશ્રા પટેલના પિતા નરહરી પટેલ પણ ગામના સરપંચ રહી ચૂક્યા છે.  તાલુકા પંચાયતના સભ્ય પણ રહી ચૂક્યા છે તેમજ એપીએમસી બોડેલીના ચેરમેન પણ રહી ચૂક્યા છે. અને માતા મીનાક્ષી પટેલ એક ગૃહિણી છે. તેમના એક ભાઈ અમેરિકામાં સ્થાયી થયા છે. છોટાઉદેપુરના સંખેડા તાલુકાના કાવીઠા ગામમાં પહેલીવાર સરપંચપદ માટે સામાન્ય મહિલાની બેઠક આવી છે ત્યારે એશ્રા પટેલ સહિચ ચાર મહિલાએ ઉમેદવારી કરી છે. 


 


આ પણ વાંચો...........


Gram Panchayat : રાજ્યમાં કુલ કેટલી બેઠકો થઇ બિનહરીફ જાહેર થઇ, જાણો વિગતે


Gram Panchayat : ગુજરાતની 191 ગ્રામ પંચાયતમાં મતદાન શરૂ, પ્રથમ બે કલાકમાં 9 ટકા મતદાન


SBI CBO Jobs 2021: આ જાણીતી બેંકમાં 1200થી વધુ સર્કલ બેઝ્ડ ઓફિસરની કરાશે ભરતી, ગ્રેજ્યુએટ કરી શકે છે અરજી


Omicron Variant: ભારતમાં ક્યારે આવેશે કોરોનાની ત્રીજી લહેર ? જાણો કોણે આપી ચેતવણી


પેપરલીકકાંડના આરોપીઓના કોર્ટે કેટલા દિવસના રિમાન્ડ મંજૂર કર્યા, જાણો મહત્વના સમાચાર


Gujarat Corona Cases: છેલ્લા 24 કલાકમાં કોરોનાના 68 નવા કેસ નોંધાયા, જાણો કેટલા લોકોને અપાઈ રસી ?


ગુજરાત પાસેના હિલ સ્ટેશનનો નજારો જોઇને થઈ જશો ખુશ, આ રહી તસવીરો


વોટ્સએપે 2021માં લોન્ચ કર્યા આ ખાસ ફીચર્સ, સિક્યોરિટી અને એક્સપીરિયન્સની દ્રષ્ટિએ છે શાનદાર