નીતિન પટેલે વિધાનસભા ગૃહમાં બજેટ રજૂ કરતી વખતે કરેલી જાહેરાત પ્રમાણે, અમદાવાદ, સુરત, વડોદરા અને રાજકોટમા 1,20,000 બાંધકામ શ્રમિકોને કંસેશન પાસ આપવામાં આવશે. કડીયાનાકાથી કામના સ્થળે જવા માટેની યોજનામા 50 કરોડની જોગવાઈ કરવામાં આવી હોવાનું જણાવ્યું હતું.
મહિલા ઉત્કર્ષ જૂથને 1 લાખ સુધીના ધિરાણું સંપૂર્ણ વ્યાજ રાજય સરકાર ચૂકવશે તેમ નીતિન પટેલે જાહેરાત કરી હતી. સ્વ-સહાય જૂથોની બહેનોને અનાજ અને મસાલા દળવાની ઘંટી ખરીદવા સહાય અપાશે અને ઉત્પાદિત ચીજ વસ્તુના સીધા વેચાણ માટે સ્ટોલ ઉભા કરવા રૂ.3 કરોડની જોગવાઈ બજેટમાં કરવામાં આવી છે.
ગુજરાત બજેટઃ નીતિન પટેલે જાહેર કરેલી માદરે વતન યોજના શું છે ? કેટલા કરોડની કરવામાં આવી જોગવાઈ
ગુજરાત બજેટઃ ગૌપાલકો અને ખેડૂતો માટે શું થઈ જાહેરાત ? જાણો
ગુજરાત બજેટઃ દેશની પ્રથમ ઓર્ગેનિક એગ્રીકલ્ચર યુનિવર્સિટી ક્યાં સ્થપાશે ? કેટલા કરોડની કરવામાં આવી જોગવાઈ, જાણો