Gujarat Budget 2023 Live Updates: બજેટમાં નાગરિકો માટે રાહતના સમાચાર, જૂના કરવેરામાં ન કરાયો કોઇ વધારો
વિધાનસભામાં ભાજપ, કોંગ્રેસ, આપ અને અપક્ષ ધારાસભ્યોએ સર્વાનુમતે બિલ પસાર કર્યું હતું
ગુજરાત પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલે કહ્યું, દરેકને ધ્યાનમાં રાખીને બજેટમાં જોગવાઈ કરવામાં આવી છે. દરેક ક્ષેત્રમાં વિકાસ થાય તેનો પ્રયત્ન કરવામાં આવ્યો છે. મુખ્યમંત્રી, નાણામંત્રી અને અધિકારીઓ દ્વારા જે 25 વર્ષનો રોડમેપ કરવામાં આવ્યો છે તેનાથી ગુજરાતના વિકાસની ગતિ વધશે.
બજેટ રજૂ થયા બાદ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું, આજે નાણામંત્રી કનુભાઈ દેસાઈએ રજૂ કરેલું વર્ષ 2023-24 નું બજેટ ગુજરાતનું અત્યાર સુધીનું સૌથી મોટું અને કોઈ નવા કરવેરા વિનાનું બજેટ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માર્ગદર્શનમાં વિકાસના રોલ મોડલ બનેલ ગુજરાતની વિકાસયાત્રામાં આ બજેટ સીમાચિન્હરૂપ બનશે.
રાજ્યના બજેટને કૉંગ્રેસે નિરાશાજનક ગણાવ્યું હતું. બજેટ સર્વગ્રાહી ન હોવાનો અમિત ચાવડાએ દાવો કર્યો હતો. તો કોઈ મહત્વની જોગવાઈ નહી હોવાનો ગેનીબેને આરોપ લગાવ્યો હતો.
દરેક જિલ્લામાં એક જિલ્લા કક્ષાનું અને દરેક તાલુકામાં તાલુકા કક્ષાનું સ્પોર્ટ્સ કોમ્પલેક્ષ બનાવવાનું આયોજન
સસ્તા અનાજની દુકાનોથી હવે જુવાર, બાજરી અને રાગીનું પણ વિતરણ કરાશે. આ અનાજ ખેડૂતો પાસેથી ખરીદવા સરકારે બજેટમાં 30 કરોડની જોગવાઈ કરી છે.
મહાત્મા ગાંધી શ્રમ સંસ્થાન ખાતે સેફટી લેબની સ્થાપના માટે ૧ કરોડની જોગવાઇ.
શ્રમિકોના બાળકો માટે આંગણવાડી, ઘોડિયાઘર, તેમજ આરોગ્ય ચકાસણી કેન્દ્રની સ્થાપના માટે ૩ કરોડની જોગવાઇ
ડ્રોન મેન્યુફેકચરીંગ એન્ડ ટ્રેનિંગ લેબોરેટરી (Drone MANTRA) દ્વારા ડ્રોન ટેકનોલોજીના અભ્યાસક્રમો અને સંશોધન માટે ૪ કરોડની જોગવાઇ
4 નવી મેડિકલ કોલેજોને રાજ્ય બજેટમાં મંજૂરી મળી છે. અરવલ્લી, છોટા ઉદ્દેપુર, મહિસાગર અને ડાંગમાં નવી કોલેજ બનશે
અનુસૂચિત જાતિ અને વિકસતિ જાતિના ધો.1 થી 10ના વિદ્યાર્થીઓને શિષ્યવૃત્તિ માટે 376 કરોડની જોગવાઈ
10 લાખ વિકસતિ જાતિના વિદ્યાર્થીઓને 4 થી 20 હજાર સુધીની શિષ્યવૃતિ અપાશે
છોટા ઉદેપુર, મોરબી અને ગીર સોમનાથમાં ડો. આંબેડકર ભવન માટે 5 કરોડની જોગવાઈ
વિવિધ જિલ્લાઓમાં ચિલ્ડ્રન હોમ બનાવવા આઠ કરોડની જોગવાઈ
આંબેડકર આવાસ યોજના અને પંડિત દીન દયાળ આવાસ યોજના હેઠળ 222 કરોડની જોગવાઈ
સાતફેરા સમુહ લગ્ન સહાય યોજના હેઠળ 10 કરોડની જોગવાઈ
દિવ્યાંગ લગ્ન સહાય યોજના હેઠળ સાત કરોડની જોગવાઈ
અનુસૂચિત જાતિ અને વિકસતિ જાતિની કન્યાઓને કુંવરબાઈનું મામેરું યોજના હેઠળ 54 કરોડની જોગવાઈ
અનુસૂચિત જાતિ માટે ડો. સવિતા આંબેડકર આંતર જ્ઞાતિય લગ્ન સહાય માટે 20 કરોડની જોગવાઈ
ડિજિટલ લર્નિંગને પ્રોત્સાહન આપવા માટે 401 કરોડની જોગવાઇ
મુખ્યમંત્રી યુવા સ્વાવલંબન યોજના હેઠળ 390 કરોડની જોગવાઇ
સરકારી અને ગ્રાન્ટ-ઇન-એઇડ શાળાના શિક્ષકોને તબીબી સુવિધા માટે હેલ્થ કાર્ડ અપાશે.
પ્રાથમિક શાળામાં આરટીઇ એક્ટ હેઠળ અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને ખાનગી શાળામાં અભ્યાસ માટે 50 કરોડની જોગવાઇ
6 હજાર પ્રાથમિક શાળામાં શાળા સહાયકો ઉપલબ્ધ કરાવવા 87 કરોડની જોગવાઇ
સરકારી શાળાઓમાં સુવિધા ઉભી કરવા 109 કરોડની જોગવાઇ
સૈનિક શાળા સમકક્ષ 10 રક્ષાશક્તિ સ્કૂલ શરૂ કરવા માટે 5 કરોડની જોગવાઇ
400 જ્ઞાન સેતુ ડે સ્કૂલ માટે 64 કરોડની જોગવાઇ
મિશન સ્કૂલ ઓફ એક્સલન્સ માટે 3109 કરોડની જોગવાઇ
અનુસૂચિત જાતિ માટે ડો. સવિતા આંબેડકર આંતર જ્ઞાતિય લગ્ન સહાય માટે 20 કરોડની જોગવાઈ
સંકટ મોચન યોજના હેઠળ કુટુંબમા મોભીના અવસાનથી કુટુંબને સહાય માટે 20 કરોડની જોગવાઈ
પાલક માતા-પિતા યોજના હેઠળ નિરાધાર બાળકો માટે માસિક સહાય આપવા 73 કરોડની જોગવાઈ
દિવ્યાંગજનોને સાધન સહાય, એસટી બસમાં મફત મુસાફરીનો લાભ આપવા 52 કરોડની જોગવાઈ
મનો દિવ્યાંગ વ્યક્તિઓની આર્થિક સહાય આપવાની યોજના હેઠળ 60 કરોડની જોગવાઈ
રાષ્ટ્રીય દિવ્યાંગ પેન્શન યોજના, સંત સુરદાસ દિવ્યાંગ પેન્શન યોજના માટે 58 કરોડની જોગવાઈ
અંબાજી અને ધરોઇને વિશ્વકક્ષા પ્રવાસન અને યાત્રાધામ બનાવવા 300 કરોડની જોગવાઇ
એરસ્ટ્રીપ-એરપોર્ટ અને એર કનેક્ટવિટી વધારવા માટે 215 કરોડની જોગવાઇ
ધાર્મિક, હેરિટેજ, એડવેન્ચર અને ઇકો ટુરિઝમ હેઠળ આવતા પ્રવાસન સ્થળો માટે 640 કરોડની જોગવાઇ
આઇકોનિક ટુરિસ્ટ સ્થળોના સંકલિત વિકાસ માટે 706 કરોડ રૂપિયાની જોગવાઇ
પ્રવાસનના વિકાસની હરણફાળને વેગવંતી બનાવવા 277 કરોડ રૂપિયાની જોગવાઇ
સ્ટેચ્યુ ઓફ યુનિટી અને એકતા નગર માટે 565 કરોડ રૂપિયાની જોગવાઇ
માહિતી અને પ્રસારણ વિભાગ માટે 257 કરોડ રૂપિયાની જોગવાઇ
સામાન્ય વહીવટ વિભાગ માટે એક હજાર 980 કરોડ રૂપિયાની જોગવાઇ
મહેસુલ વિભાગ માટે 5 હજાર 140 કરોડ રૂપિયાની જોગવાઇ
કાયદા વિભાગ માટે 2 હજાર 14 કરોડ રૂપિયાની જોગવાઇ
ગૃહવિભાગ માટે 8 હજાર 574 કરોડ રૂપિયાની જોગવાઇ
ક્લાઇમેન્ટ ચેન્જ વિભાગ માટે 937 કરોડ રૂપિયાની જોગવાઇ
વન- પર્યાવરણ વિભાગ માટે 2 હજાર 63 કરોડની રૂપિયાની જોગવાઇ
ઉદ્યોગ અને ખાણ વિભાગ માટે આઠ હજાર 589 કરોડ રૂપિયાની જોગવાઇ
કૃષિ ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ માટે 21 હજાર 605 કરોડ રૂપિયાની જોગવાઇ
વિજ્ઞાન અને પ્રોદ્યોગિક વિભાગ માટે 2 હજાર 193 કરોડ રૂપિયાની જોગવાઇ
પાણી પુરવઠા વિભાગ માટે છ હજાર કરોડ રૂપિયાની જોગવાઇ
જળ સંપત્તિ વિભાગ માટે 9 હજાર 705 કરોડ રૂપિયાની જોગવાઇ
બંદરો અને વાહન વ્યવહાર વિભાગ માટે 3 હજાર 642 કરોડ રૂપિયાની જોગવાઇ
માર્ગ અને મકાન વિભાગ માટે કુલ 20 હજાર 642 કરોડ રૂપિયાની જોગવાઇ
ઉર્જા અને પેટ્રોકેમિકલ્સ વિભાગ માટે કુલ 8 હજાર 738 કરોડ રૂપિયાની જોગવાઇ
-ગુજરાત સરકારના બજેટમાં શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગ માટે કુલ 19 હજાર 685 કરોડની જોગવાઇ
ગુજરાત સરકારે શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગ માટે 2538 કરોડની જોગવાઇ કરવામાં આવી હતી. તે સિવાય શિક્ષણ વિભાગ માટે કુલ 43 હજાર 651 કરોડ રૂપિયાની જોગવાઇ કરવામાં આવી હતી. આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ માટે 15182 કરોડ રૂપિયાની જોગવાઇ કરાઇ છે. મહિલા અને બાળ વિકાસ વિભાગ માટે 6 હજાર 64 કરોડની જોગવાઇ, અન્ન-નાગરિક પુરવઠા અને ગ્રાહકોની બાબતના વિભાગ માટે કુલ 2165 કરોડની જોગવાઇ, પંચાયત-ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગ માટે કુલ 10 હજાર 743 કરોડની જોગવાઇ કરવામાં આવી છે.
કનુભાઇ દેસાઇએ કહ્યું હતું કે વિકાસયાત્રાના પાંચ સ્તંભ પર સરકાર આગળ વધી રહી છે. ગરીબ અને સામાજિક વર્ગને સુવિધા અને સુરક્ષા આપવાનો અમારો પ્રથમ સ્તંભ છે. દેશના જીડીપીમાં ગુજરાતનો 8.36 ટકાનો ફાળો છે. સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગ માટે 5580 કરોડની જોગવાઇ કરવામાં આવી હતી. ગુજરાત સરકારનું વર્ષ 2023-24નું ત્રણ લાખ એક હજાર કરોડ રૂપિયાનું બજેટ છે.
કનુ દેસાઈએ કહ્યું ગુજરાત દેશનું ગ્રોથ એન્જિન છે.
ગુજરાત રાજ્યનું વર્ષ 2023 - 24નું બજેટ વિધાનસભા ગૃહમાં રજૂ થયું. નાણામંત્રી કનુ દેસાઈએ બજેટ રજૂ કર્યું. નાણામંત્રી તરીકે કનુ દેસાઈએ બીજી વખત બજેટ રજૂ કર્યું. ભુપેન્દ્ર પટેલની બીજી વખતની સરકારનું પ્રથમ બજેટ રજૂ કરાયું
ગાંધીનગરઃ ગુજરાત વિધાનસભામાં બજેટ સત્ર ચાલી રહ્યું છે. આજે નાણામંત્રી કનુભાઇ દેસાઇ બજેટ રજૂ કરશે. આપના ધારાસભ્ય હેમંત આહિરે સરકારને સવાલ કર્યો હતો જેના જવાબમાં સરકારે કહ્યું હતું કે અદાણી ગ્રુપે સરકાર પાસે ગૌચર, સરકારી પડતર-ખરાબાની જમીન માંગી છે. અમદાવાદમાં અદ્યતન ટાઉનશિપ માટે 29784 ચો. મી જમીન માંગી છે. તો ગાંધીનગરમાં ટાઉનશિપના હેતુ માટે 61211 ચો. મી જમીન માંગી છે. આ તમામ જમીન અદલા બદલી અંતર્ગત માંગી હોવાનો સરકારે દાવો કર્યો હતો. આપના ધારાસભ્ય હેમંત આહિરના સવાલમાં સરકારે લેખિત જવાબ આપ્યો હતો.
વિધાનસભામાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે લેખિત જવાબમાં જણાવ્યુ હતું કે ગુજરાતમાં પેપર ફૂટવાની ઘટના અંગે કુલ 5 ફરિયાદ નોંધાઇ છે. છેલ્લા બે વર્ષમાં પેપર ફૂટવાની બનેલી ઘટનામાં 20 આરોપી પકડવાના બાકી છે. 5 ગુનામાં કુલ 121 ગુનેગારો સામે ફરિયાદ દાખલ કરવામાં આવી છે. 121 પૈકી 101 ગુનેગારો પકડાયા હજુ 20 ગુનેગારો ફરાર છે.
પોરબંદરના ધારાસભ્ય અર્જુન મોઢવાડિયાએ ગુજરાતમાં આઇએએસ અધિકારીની કેટલી જગ્યા ખાલી છે તેવા પૂછેલા પ્રશ્નના જવાબમાં મુખ્યમંત્રીએ લેખીતમાં જવાબ આપ્યો કે, ગુજરાતમાં આઇએએસ અધિકારીની કુલ 56 જગ્યા ખાલી છે. રાજ્યમાં આઇએઅસની કુલ 313 જગ્યાઓ મંજૂર કરવામાં આવી છે, જે પૈકીની 56 જગ્યાઓ ખાલી છે. રાજ્યના 19 આઈએએસ અધિકારી કેન્દ્ર સરકારમાં ડેપ્યુટેશન પર છે.
ગાંધીનગરમાં બિન ખેતી જમીન મુદ્દે માણસાના ધારાસભ્ય જયંતિભાઈ પટેલે મહેસૂલ વિભાગને સવાલ કર્યો હતો. સરકારે જવાબમાં કહ્યું હતું કે છેલ્લા બે વર્ષમાં 7883 અરજીઓ બિન ખેતી માટે કરાઈ છે. જેમાં ગાંધીનગર જિલ્લો 1970 અરજીઓ સાથે મોખરે છે. દહેગામમાં 372 કલોલમાં 1243 અને માણસામાંથી 225 અરજીઓ થઈ હતી. જૂનાગઢ જિલ્લામા જમીન રી-સર્વે ની કુલ ૬,૬૮૭ અરજીઓ પડતર છે.
કોંગ્રેસ ધારાસભ્ય અનંત પટેલે બજેટ મુદ્દે અનંત પટેલે કહ્યું, આદિવાસી ખેડૂતને યોગ્ય વિજળી, પાણી આ બજેટમાં મળવી જોઇએ, યુવાનો યોગ્ય શિક્ષણ મળે તેવી માંગ છે. આદિવાસી વિસ્તારમાં શાળાના ઓરડા નથી, નાણામંત્રી પણ આદિવાસી વિસ્તારમાંથી આવે છે તેથી નાણામંત્રી પાસે ઘણી અપેક્ષા આદિવાસી સમાજ રાખી રહ્યો છે.
આજે રજૂ થનારા બજેટ અંગે મંત્રી ઋષિકેશ પટેલે કહ્યું, આ બજેટ 5 વર્ષનું વિઝન ડોક્યુમેન્ટ હશે. ભારતને વિશ્વગુરુ બનાવવાની કલ્પનામાં બળ આપનારું બજેટ હશે. દરેક વર્ગને રાહત આપનારું બજેટ હશે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યું હતું કે આજનું બજેટ અમૃતકાળનું બજેટ હશે. આત્મનિર્ભરતા તરફ દોરી જતું બજેટ હશે. લોક હિતકારી અને લોક ઉપયોગી બજેટ હશે. -
આજે રજૂ થનારા બજેટ અંગે વિધાનસભામાં કોંગ્રેસના પ્રવકતા ગેનીબેન ઠાકોરે કહ્યું, ઘરનું બજેટ ખોરવાઈ ગયું છે, મોંઘવારી વધારો થયો છે, વિદ્યાર્થી અને મહિલાની જીવન જરૂરિયાતની વસ્તુ મોંઘી થઈ છે.
156 સીટ સાથે જીત થઈ છે તેમાં મહિલાઓનો પણ હિસ્સો હશે, તેમને રાહત મળે તેવી અમે સરકાર પાસે આશા રાખીએ છીએ.
બજેટ પહેલાં કોંગ્રેસ નેતા અમિત ચાવડાએ કહ્યું, ચૂંટણીમાં મોટા વચનો આપ્યા હતા, 156 સીટો સાથે સરકાર બની છે, લોકોને આશા છે કે બજેટમાં ટેક્સમાં રાહત મળે. ખેડૂતોના દેવા માફ થાય અને રાહત મળે તેવું બજેટ હોય તેવી આશા છે. Gst અને અન્ય ટેક્સમાંથી નાના વ્યાપારીને રાહત મળે તેવુ બજેટ હોય. યુવાઓને રોજગારી મળે તેવા બજેટની આશા છે.
નાણા મંત્રી કનુભાઈ દેસાઈ આજે ગુજરાત વિધાનસભામાં પોતાના કાર્યકાળનું બીજુ બજેટ રજૂ કરશે. બજેટ રજૂ થાય તે પહેલા એક કલાકનો પ્રશ્નોતરી કાળ રહેશે. પ્રશ્નોતરી કાળ દરમિયાન સામાન્ય વહિવટ, મહેસૂલ, ગૃહ નિર્માણ, માર્ગ-મકાન વિભાગના પ્રશ્નો ચર્ચાશે. પ્રશ્નોતરી કાળ બાદ વિવિધ વિષયોના દસ્તાવેજો મેઝ પર મુકવામાં આવશે અને ત્યાર બાદ નાણામંત્રી કનુભાઈ દેસાઈ બજેટ રજૂ કરશે. કનુભાઈ દેસાઈએ ગયા વર્ષે રજૂ કરેલા બજેટનું કદ 2.43 લાખ કરોડનું હતુ. જેમાં આ વર્ષે 20 ટકાનો વધારો થવાની શક્યતા છે. આ બજેટમાં સરકારના 28 વિભાગો, જાહેર સાહસો અને સરકારી ગ્રાન્ટ લેતી સંસ્થાઓને પણ નવી જોગવાઈ મળી શકે છે. આજના આ બજેટમાં શિક્ષણ, આરોગ્ય, કૃષિ, જળ વ્યવસ્થાપન, નાગરિક પૂરવઠા, ઉદ્યોગ, પ્રવાસન, માર્ગ-મકાન, ગૃહ, ઉર્જા, શહેરી વિકાસ, આદિજાતિ, મહેસૂલ, મહિલા અને બાળ વિકાસ તેમજ પંચાયત વિભાગની નવી યોજનાઓ જાહેર થાય તેવી શક્યતા છે.. સાથે જ સરકાર ગિફ્ટ સિટી અને ધોલેરા સિટી માટે પણ ખાસ યોજના જાહેર કરે તેવી શક્યતા છે.
બ્રેકગ્રાઉન્ડ
ગાંધીનગરઃ આજે નાણામંત્રી કનુ દેસાઈ બીજી વખત રાજ્યનું બજેટ રજૂ કરશે. બજેટના કદમાં 18થી 20 ટકા વધારો થવાની અપેક્ષા છે. ગુજરાત જાહેર પરીક્ષા અધિનિયમ વિધેયક સુધારા સાથે વિધાનસભા ગૃહમાંથી પાસ થયું હતું. ગુજરાત વિધાનસભાના સભ્યોએ વિધેયકને બહાલી આપી. વિધાનસભામાં ભાજપ, કોંગ્રેસ, આપ અને અપક્ષ ધારાસભ્યોએ સર્વાનુમતે બિલ પસાર કર્યું હતું.
વર્ષ 2021-22માં ગુજરાતનું બજેટ 2.27 કરોડનું હતું. જે બાદ વર્ષ 2022-23માં 2.43 કરોડનું થયું હતું. ત્યારે આજે વર્ષ 2023-24નું બજેટ રજૂ થઈ રહ્યું છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે આ વખતે બજેટના કદમાં 10થી 20 ટકાનો વધારો થઈ શકે છે.
આ અંગે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ કહ્યું હતું કે પરીક્ષા અંગેનો નવો કાયદો અસ્તિત્વમાં આવ્યા બાદ જ બાકી રહેલી અને નવી પરીક્ષા લેવાશે. એપ્રિલ મહિના પહેલા પરીક્ષા અંગેનો નવો કાયદો અમલમાં આવી જશે. બિલમા માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ તથા સ્ટેટ ફંડેડ યુનિવર્સિટીનો સમાવેશ નહી થાય. ગેરરીતિના કેસમા બોર્ડ અને યુનિવર્સિટીનો નિર્ણય આખરી રહેશે. અગાઉ બોર્ડ અને યુનિવર્સિટીને પણ કાયદા હેઠળ આવરી લેવાઈ હતી. મંત્રીએ ગૃહમાં કહ્યુ કે, ભરતી માટેના પરીક્ષાના પેપરો ફુટવાથી અથવા તેમાં કોઇ ગેરરીતિ થવાની બાબત લાખો યુવાનોને નિરાશ કરે છે, તેમના સપના તૂટે છે. તેમના વાલીઓમાં પણ રોષ ઉભો થાય તે સ્વાભાવિક છે.
અન્ય રાજ્યોના વિધેયકની નકલ કર્યાનો આક્ષેપ અર્જુન મોઢવાડિયાએ લગાવ્યો
મોઢવાડિયાએ સરકારે અન્ય રાજ્યોના વિધેયકની નકલ કર્યાનો આક્ષેપ લગાવ્યો છે. વિધેયક ડ્રાફ્ટ કરવામાં સરકારની ક્ષતિ રહી ગઈ છે. હરિયાણા અને રાજસ્થાન સરકારે આવો કાયદો બનાવ્યો છે. હરિયાણા અને રાજસ્થાનના વિધેયકની કોપી કરી છે. હરિયાણા અને રાજસ્થાન સરકારે ભરતી પરીક્ષા શબ્દ વાપર્યો છે જ્યારે ગુજરાત સરકારે જાહેર પરીક્ષા શબ્દ વાપર્યો છે. 10, 12, કોલેજમાં કોઈ વિદ્યાર્થી ગેરરીતિ કરે તેને શું પોલીસને હવાલે કરશો? પોલીસની ટીકા નથી કરતો પણ તેમને ગુનેગાર સાથે ડીલ કરવાની તાલીમ અપાય છે ? તેવી ટિપ્પણી મોઢવાડિયાએ કરી હતી
ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે, સ્પર્ધાત્મક પરીક્ષામાં પેપર ફોડવું, કાવતરું કરવું, ધમકી આપવી, પેપર વેચવું, તેનો લાભ લેવો, ચોરી કરવી, સંગઠીત અપરાધ કરવો આવી પ્રવૃત્તિમાં સામેલ થઇ શકે તેવા તમામ વ્યક્તિઓને આ વિધેયકમાં આવરી લેવામાં આવ્યા છે. નવા કાયદામાં પેપરલીક ગુનાના ગુનેગારને 10 વર્ષની સજા અને 1 કરોડના દંડની જોગવાઇ કરવામાં આવી છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -