Amreli: જાફરાબાદના બાબરકોટ નજીક ખાનગી કારખાનામાં ભીષણ આગ, 7 ફાયર ફાયટર સ્થળ પર 

અમરેલી જિલ્લાના જાફરાબાદ તાલુકામાં આગની ઘટના બની છે.  જાફરાબાદના બાબરકોટ ગામ નજીક આવેલા ખાનગી કારખાનામાં ભીષણ આગ લાગી છે.

Continues below advertisement

અમરેલી: અમરેલી જિલ્લાના જાફરાબાદ તાલુકામાં આગની ઘટના બની છે.  જાફરાબાદના બાબરકોટ ગામ નજીક આવેલા ખાનગી કારખાનામાં ભીષણ આગ લાગી છે. કચરાના રિસાયક્લીન કરવા માટેના કારખાનામાં કોઈ કારણોસર આગ લાગવાની ઘટના બની છે. આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું છે. આગ લાગવાની ઘટનાને લઈ  મામલતદાર અને જાફરાબાદ પોલીસ ઘટના સ્થળે પહોંચ્યા છે.  

Continues below advertisement

રાજુલા અને જાફરાબાદ બંને નગરપાલિકા,  પીપાવાવ પોર્ટ, સિન્ટેક્ષ કંપની,અલ્ટ્રાટેક સિમેન્ટ કંપની સહીત ઉદ્યોગના ફાયર ફાયટરો સ્થળ પર પહોંચ્યા છે.  આગ પર પાણીનો સતત મારો ચલાવવામાં આવી રહ્યો છે.  કુલ 7 જેટલા ફાયર બ્રિગેડની ટીમો ઘટના સ્થળ પર પહોંચી આગ પર કાબૂ મેળવવા માટેના પ્રયાસો કરી રહ્યા છે.  


અમરેલી ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળે જવા રવાના થઈ છે.  આગના કારણે કારખાનામાં મોટું નુકસાન જવાની શક્યતા છે.  આગ લાગવાનું કારણ હજુ અકબંધ છે.આગ લાગતા ઘૂમાડાના ગોટેગોટા જોવા મળી રહ્યા છે.   સદનસીબે આ ભીષણ આગની ઘટનામાં કોઈ જાનહાનીના સમાચાર નથી.  આગ એટલી બધી વિકરાળ છે કે દૂર-દૂર સુધી તેના ધૂમાડાના ગોટેગોટા જોવા મળી રહ્યા છે.  અમરેલી જિલ્લામાંથી અનેક જગ્યાએથી ફાયર ફાયટરની ટીમો બાબરકોટ પહોંચી રહી છે.    

અમરેલી જિલ્લાના જાફરાબાદના બાબરકોટની નજીકના ખાનગી કારખાનમાં લાગેલી આ આગ એટલી બધી વિકરાળ છે કે દૂર દૂર સુધી ધૂમાડાના ગોટેગોટા જોવા મળી રહ્યા છે. આગનું વિકરાળ સ્વરૂપ હોવાથી બે કીમી દૂરથી લોકોને ધૂમાડો નજરે પડે છે. આકાશમાં ધુમાડાના ગોટેગોટા ફેલાયા છે.  

પોરબંદરમાં જુરીના જંગલમાં વિકરાળ આગ

પોરબંદરના રતનપરના જુરીના જંગલમા ફરી એક વખત આગ લાગી છે.  આગનું વિકરાળ સ્વરૂપ હોવાથી એકથી દોઢ કીલોમીટર દૂરથી લોકોને આગ જોવા મળી રહી છે.  આકાશમાં ધુમાડાના ગોટેગોટા જોવા મળી રહ્યા છે.  હાલ ફાયર બ્રિગેડ સ્થળ પર પહોંચી છે અને પાણીનો મારો ચલાવવામાં આવી રહ્યો છે.  ફાયરની ટીમના 20 જેટલાં કર્મચારી  ઘટના સ્થળ પર કામ કરી રહ્યા છે.  

ફાયર ઉપરાંત કોસ્ટ ગાર્ડ અને હાથી સિમેન્ટની ફાયરની ટીમ આગ પર કાબુ મેળવવા પ્રયાસ કરી રહી છે.  આગ પોરબંદર સોમનાથ હાઇવે પર આવેલ જુરીના જંગલમાં લાગી છે.  ઘટનાસ્થળ પર વન વિભાગ અને ફાયરની ટીમ ખડેપગે છે.  શનિવારે બપોર પછી આ આગ લાગવાની ઘટના બની છે.  

 

 

 

Continues below advertisement
Sponsored Links by Taboola