વલસાડઃ ગુજરાતમાં જેમ જેમ વિધાનસભા ચૂંટણી નજીક આવી રહી છે તેમ નેતાઓ, કાર્યકરો પણ પક્ષપલટો કરી રહ્યા છે. ગુજરાતની 8 બેઠકો પૈકી વલસાડ જિલ્લાની કપરાડા વિધાનસભા બેઠકની પણ પેટા ચૂંટણી યોજાવાની છે. તે પહેલા આજે કપરાડા કોંગ્રેસમાં ભંગણા સર્જાયું હતું. આજે કોંગ્રેસના બે તાલુકા પંચાયત ના સભ્યો, સરપંચો અને પૂર્વ સરપંચ સહિતના અગ્રણીઓ કોંગ્રેસ છોડી ભાજપમાં જોડાયા હતા.


કપરાડાના નાનાપોંઢામાં ભાજપની ચૂંટણીપ્રચાર સભામાં 200 થી વધુ કોંગ્રેસી કાર્યકરો કોંગ્રેસ છોડી ભાજપમાં જોડાયા હતા. ભાજપ પ્રમુખ કનુભાઇ દેસાઇ, સાંસદ ડૉ કે સી પટેલ અને ભાજપના સંભવિત ઉમેદવાર જીતુભાઈ ચૌધરીએ કેસરીયો ખેસ પહેરાવી કોંગ્રેસી અગ્રણીઓ અને કાર્યકરોને ભાજપમાં આવકાર્યા હતા. અત્યાર સુધી કોંગ્રેસના અનેક અગ્રણીઓ અને કાર્યકર્તાઓ કોંગ્રેસ છોડી ભાજપમાં જોડાઈ ચૂક્યા છેય

કપરાડા બેઠક પર પૂર્વ ધારાસભ્ય જીતુભાઇ ચૌધરી કોંગ્રેસ છોડી ભાજપમાં ભળી ગયા બાદ અત્યારે ભાજપમાં ઉમેદવાર તરીકે તેઓ ચૂંટણી પ્રચાર કરી રહ્યા છે.  રાજ્યમાં અબડાસા, લીંબડી, કરજણ, ડાંગ, કપરાડા, મોરબી, ગઢડા, ધારી વિધાનસભાની પેટા ચૂંટણીની યોજાશે. રાજ્યસભા ચૂંટણી વખતે કોંગ્રેસના ધારાસભ્યોએ રાજીનામું ધરી દેતાં આ બેઠકો ખાલી પડી હતી.

ગુજરાત વિધાનસભાની પેટા ચૂંટણીને લઈ 8 ઓક્ટોબરે જાહેરનામું બહાર પડશે. 16 ઓક્ટોબર ઉમેદવારી પત્ર ભરવાનો છેલ્લો દિવસ થે. 17 ઓક્ટોબરે ઉમેદવારી પત્ર ચકાસણી થશે. 19 ઓક્ટોબર સુધી ઉમેદવારી ફોર્મ પાછા ખેંચી શકાશે. 3 નવેમ્બરે મતદાન થશે અને 10 નવેમ્બરે પરિણામ જાહેર થશે.

કોંગ્રેસ નેતા હાર્દિક પટેલની તેના ઘરેથી કેમ કરાઈ અટકાયત ? જાણો શું  છે કારણ

Coronavirus: અમદાવાદમાં સતત ત્રીજા દિવસે ઘટ્યો કોરોના એક્ટિવ કેસનો આંકડો, જાણો કયા ઝોનમાં છે કેટલા કેસ

કેલક્યુલેટ કાર લોન ઈએમઆઈ