કપરાડામાં ક્યા દિગ્ગજ નેતાએ પોતાના સાળાને અપક્ષ ઉભો કરી દેતાં ભાજપના જીતુ ચૌધરીની હાલત ખરાબ ?
એબીપી અસ્મિતા વેબ ટીમ | 21 Oct 2020 05:32 PM (IST)
કપરાડામાં ભાજપના ઉમેદવાર જીતુ ચૌધરીનો ખેલ બગાડવા માટે દાદરા અને નગર હવેલીના અપક્ષ સાંસદ મોહન ડેલકરે પોતાના સાળા પ્રકાશ પટેલને અપક્ષ તરીકે મેદાનમાં ઉતારવામાં આવ્યો છે.
વલસાડઃ ભાજપ કોંગ્રેસના ધારાસભ્ય જીતુભાઈ ચૌધરીને રાજીનામું આપાવીને લઈ આવી અને કપરાડામાં ઉમેદવાર તો બનાવ્યા પણ દક્ષિણ ગુજરાતના એક દિગ્ગજ નેતાની ચાલે ચૌધરીની હાલત બગાડી નાંખી છે. કપરાડામાં ભાજપના ઉમેદવાર જીતુ ચૌધરીનો ખેલ બગાડવા માટે દાદરા અને નગર હવેલીના અપક્ષ સાંસદ મોહન ડેલકરે પોતાના સાળા પ્રકાશ પટેલને અપક્ષ તરીકે મેદાનમાં ઉતારવામાં આવ્યો છે. ડેલકર અગાઉ ભાજપના સાંસદ રહી ચૂક્યા છે તેથી ભાજપ તરફથી ડેલકરના સાળાને બેસાડી દેવા ભરપૂર કોશિશ થઈ હતી પણ ડેલકરે સાળાને ના બેસાડતાં ચૌધરી માટે કપરાં ચઢાણ છે. આ વિસ્તારના આદિવાસીઓમાં ડેલકરનો સારો પ્રભાવ છે તેથી તેમનો સાળો અપક્ષ ઉમેદવાર તરીકે ભાજપના સારા એવા વોટ તોડશે એવું મનાય છે. ગુજરાતમાં આઠ વિધાનસભા બેઠકોની પેટા ચૂંટણી માટે 3 નવેમ્બરે મતદાન યોજાશે અને 10 નવેમ્બરે પરિણામ જાહેર થશે. કેન્સર સામે જંગ જીત્યો આ સ્ટાર એક્ટર, પ્રેમ અને આશીર્વાદ માટે ફેન્સનો માન્યો આભાર આ દેશમાં બે સપ્તાહનું લાદવામાં આવશે સંપૂર્ણ લોકડાઉન, જાણો વિગત ATMમાંથી 5000 રૂપિયાથી વધારે ઉપાડવા પર લાગી શકે છે ચાર્જ, જાણો શું આવી શકે છે નવો નિયમ