ગાંધીનગરઃ ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 15 નવા કેસ સામે આવ્યા છે. રાજ્યમાં હાલ 150 એક્ટિવ કેસ છે અને 5 દર્દી વેન્ટિલેટર પર છે. રાજ્યમાં સાજા થવાનો દર 98.76 ટકા છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 18 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી હતી. આરોગ્ય વિભાગના સઘન પ્રયાસોના કારણે અત્યાર સુધી 8,15,423 દર્દીઓએ કોરોનાને હાર આપી હતી. આ સાથે રાજ્યનો રિકવરી રેટ 98.76 ટકા જેટલો છે. રાજ્યમાં આજે કોરોનાની 3,64,206 લાખથી વધુ રસીના ડોઝ આપવામાં આવ્યા છે. રાજ્યમાં આજે 18 દર્દીઓએ કોરોનાને હાર આપી હતી.


રાજ્યમાં અત્યાર સુધી કોરોનાની સારવાર લઇને 8,15,423 નાગરિકો સાજા થઇ ચુક્યા છે. 10082 નાગરિકોનાં અત્યાર સુધીમાં કોરોનાને કારણે મોત થઇ ચુક્યા છે. અમદાવાદ કોર્પોરેશનમાં ચાર, સુરત કોર્પોરેશનમાં ચાર, જામનગરમાં બે, રાજકોટમાં બે, વડોદરા કોર્પોરેશનમાં બે અને કચ્છમાં એક કોરોનાનો કેસ નોંધાયા હતા.  


રાજ્યમાં આજે હેલ્થકેર વર્કર અને ફ્રન્ટલાઇન વર્કર્સ પૈકી 9 લોકોને પ્રથમ ડોઝ અને 2070 નાગરિકોને રસીનો બીજો ડોઝ અપાઇ ચુક્યો છે. 45 વર્ષથી વધારેની ઉંમરના 39,929 નાગરિકોને રસીનો પ્રથમ ડોઝ જ્યારે 44,680 નાગરિકોને રસીનો બીજો ડોઝ અપાઇ ચુક્યો છે. આ ઉપરાંત 18-45 વર્ષનાં 1,17,118 નાગરિકોને રસીનો પ્રથમ જ્યારે 1,60,402 નાગરિકોને રસીનો બીજો ડોઝ અપાઇ ચુક્યા છે. આ પ્રકારે 3,64,206 ડોઝ આજના દિવસમાં અપાયા છે. રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ 5,33,19,834 રસીના ડોઝ અપાઇ ચુક્યા છે.


અમદાવાદ, અમરેલી, આણંદ, અરવલ્લી, બનાસકાંઠા, ભરુચ,  ભાવનગર કોર્પોરેશન, ભાવનગર, બોટાદ, છોટા ઉદેપુર, દાહોદ, ડાંગ,  દેવભૂમિ દ્વારકા,  ગાંધીનગર, ગાંધીનગર કોર્પોરેશન, ગીર સોમનાથ,  જામનગર કોર્પોરેશન,  જુનાગઢ, જુનાગઢ કોર્પોરેશન,  ખેડા, મહીસાગર, મહેસાણા,   મોરબી, નર્મદા, નવસારી,   પંચમહાલ, પાટણ, પોરબંદર, રાજકોટ કોર્પોરેશન,  સાબરકાંઠા, સુરત, સુરેન્દ્રનગર, તાપી, વડોદરા અને વલસાડમાં એક પણ કોરોના વાયરસનો નવો કેસ નથી નોંધાયો.


Gujarat New Cabinet: ભુપેન્દ્ર પટેલના પહેલા નવા મંત્રીનું નામ આવ્યું સામે, જાણો કયા કોળી નેતાને બનાવાશે મંત્રી?


Gujarat New Cabinet: આવતી કાલે બપોરે 1.30 વાગ્યે નવા મંત્રીઓની યોજાશે શપથવિધિ


IPL 2021: ક્રિકેટ ફેંસ માટે સારા સમાચાર, મેદાન પર જઈને નીહાળી શકશે મુકાબલો, આવતીકાલથી ખરીદી શકાશે ટિકિટ


Modi Cabinet Decisions: મોદી સરકારનો મોટો ફેંસલો, પ્રીપેડ-પોસ્ટપેડ ટ્રાન્સફરમાં KYCની નહીં રહે ઝંઝટ