ગાંધીનગરઃ નવેમ્બરના પ્રથમ દિવસથી રાજ્યમાં કોરોના કાબુમાં આવી રહ્યો હોય તેવું ચિત્ર ઉપસી રહ્યું છે. આજે રાજ્યમાં કોરોના વાયરસના 875 નવા કેસ નોંધાયા હતા. રાજ્યમાં આજે વધુ 4 લોકોના મોત સાથે કોરોનાથી કુલ મૃત્યુઆંક 3728 પર પહોંચ્યો છે. રાજ્યમાં હાલ 12,700 એક્ટિવ કેસ છે, જ્યારે 1,58,251 લોકોને ડિસ્ચાર્જ કરી દેવામાં આવ્યા છે. રાજ્યમાં 58 દર્દી વેન્ટીલેટર પર છે અને 12,642 લોકો સ્ટેબલ છે. રાજ્યમાં કુલ સંક્રમિતોની સંખ્યા 1,74,679 પર પહોંચી છે.

ક્યાં કેટલા થયા મોત

રાજ્યમાં આજે અમદાવાદ કોર્પોરેશનમાં 2,  બનાસકાંઠામાં 1, સુરત કોર્પોરેશનમાં 1 મળી કુલ 4 લોકોનાં કરૂણ મોત થયા હતા.

ક્યાં કેટલા નોંધાયા કેસ

સુરત કોર્પોરેશનમાં 157, અમદાવાદ કોર્પોરેશનમાં 156,  વડોદરા કોર્પોરેશનમાં 70, સુરતમાં 49,  વડોદરામાં 40, રાજકોટ કોર્પોરેશનમાં 36, પાટણમાં 23, જામનગર કોર્પોરેશનમાં 22, અમદાવાદમાં 21, મહેસાણામાં 21, બનાસકાંઠામાં 18, ભરૂચમાં 16, પંચમહાલમા 16, ગાંધીનગરમાં 15 કેસ નોંધાયા હતા.

આજે કેટલા દર્દી થયા સાજા

રાજ્યમાં આજે કુલ 1004 દર્દી સાજા થયા હતા અને 52,880 ટેસ્ટ કરવામાં આવ્યા હતા. આ સાથે  રાજ્યમાં અત્યાર સુધીમાં 61,57,811  ટેસ્ટ કરવામાં આવ્યા છે. રાજ્યમાં સાજા થવાનો દર 90.60 ટકા છે.

રાજ્યના જુદા જુદા જિલ્લાઓમાં આજની તારીખે 5,22,536 વ્યક્તિઓને ક્વોરેન્ટાઈન કરવામાં આવ્યા છે, જે પૈકી 5,22,432 વ્યક્તિઓ હોમ ક્વોરેન્ટાઈન છે અને 104 વ્યક્તિઓને ફેસીલીટી ક્વોરેન્ટાઈનમાં રાખવામાં આવ્યા છે.

એક્સિડેંટના સમયે આ રીતે તમારો જીવ બચાવે છે કારમાં લાગેલી એરબેગ, જાણો કેવી રીતે કરે છે કામ

સુરતઃ માર્કેટમાં મળેલી યુવતીએ ‘શરીર સુખ માણવું હોય તો આવજો’ કહી નંબર આપ્યો, હજાર રૂપિયામાં સોદો કરી બે મિત્રે કામક્રિડા શરૂ કરી ને...

IPL 2020: હજુ સુધી કેમ જોવા નથી મળ્યો અંબાણી પરિવાર, જાણો શું છે મોટું કારણ