નવી દિલ્હીઃ સેફ્ટીને જોતા સરકારે હવે દરેક કારમાં એરબેગને સ્ટાન્ડર્ડ ફિચર તરીકે લગાવવું ફરજિયાત કરી દીધું છે. હવે તમે કોઈપણ કંપનીના કાર ખરીદો તો તેના બેસિક મોડલમાં પણ એરબેગ મળશે. દુર્ઘટના સમયે જીવ બચાવવા માટે ઘણુ શ્રેષ્ઠ ફિચર છે.


એરબેગ્સ છે જરૂરી

કારમાં એરબેગ્સ દુર્ઘટનામાં ડ્રાઇવર અને તેની બાજુમાં બેઠેલા વ્યક્તિનો જીવ બચાવવાનું કામ કરે છે. અકસ્માત થવાની સાથે એરબેગ ખૂલી જાય છે અને તેના પરિણામે કારમાં બેઠેલા લોકો કારના ડેશબોર્ડ કે સ્ટિયરિંગ સાથે અથડાતાં નથી અને જીવ બચી જાય છે. કારમાં એરબેગ SRS નામથી ઓળખાય છે. જેવી તમે કાર સ્ટાર્ટ કરો તો તેના મીટરમાં લાગેલું એસઆરએસ ઈન્ડિકેટર થોડી સેકંડ સામે બળી જાય છે. જો તે થોડી સેકંડ પછી ઓફ ન થાય તો એરબેગમાં ગરબડ હોવાનું લાગે છે.

એરબેગ્સ કેવી રીતે કામ કરે છે

કારના બંપર પર એક ઇંપેક્ટ સેંસર લાગેલું હોય છે. જેવી ગાડી કોઇ ચીજ સાથે ટકરાય તો ઇંપેક્ટ સેંસરની મદદથી એક હળો કરંટ એરબેગની સિસ્ટમને પહોંચી જાય છે અને અરબેગની અંદર sodium azide ગેસ ભરેલો હોય છે. જેવું ઇમ્પેક્ટ સેંસર કરંટ મોકલે કે તરત તે ચીજ ગેસના રૂપમાં પરિવર્તિત થઈ જાય છે.

300 km/hની સ્પીડથી ખૂલે છે એરબેગ

એરબેગ કોટનથી બનેલી હોય છે, પરંતુ તેના પર સિલિકોનનું કોટિંગ હોય છે. એરબેગ ખૂલવા માટે એક સેકંડથી પણ ઓછો સમય લાગે છે અને તેની ખૂલવાની સ્પીડ 300 km/hની હોય છે. કારના બેલ્ટને પણ એરબેગના ફંકશન સાથે લિંક કર્યુ હોય છે તેથી જ્યારે પણ કારમાં બેસો ત્યારે સીટ બેલ્ટ હમેથા પહેરો, માત્ર બેગ્સના ભરોસે ન રહો.

સુરતઃ માર્કેટમાં મળેલી યુવતીએ ‘શરીર સુખ માણવું હોય તો આવજો’ કહી નંબર આપ્યો, હજાર રૂપિયામાં સોદો કરી બે મિત્રે કામક્રિડા શરૂ કરી ને...

IPL 2020: હજુ સુધી કેમ જોવા નથી મળ્યો અંબાણી પરિવાર, જાણો શું છે મોટું કારણ

રિલાયન્સના શેરમાં કેમ બોલ્યો મોટો કડાકો ? જાણો કેમ અચાનક થયો આટલો મોટો ઘટાડો

રિઝર્વ બેંકે છ હજાર કરોડ રૂપિયાનું સોનું વેચવું પડ્યું, જાણો શું છે કારણ






Car loan Information:

Calculate Car Loan EMI