ગાંધીનગરઃ રાજ્યમાં કોરોના વાયરસના કેસ સતત વધી રહ્યા છે.  રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 9,941  કેસ નોંધાયા છે.  બીજી તરફ 3449  દર્દીઓ રિકવર પણ થયા છે. અત્યાર સુધીમાં કુલ  8,31,855 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે. તો બીજી તરફ કોરોનાનો રિકવરી રેટ પણ 93.92 ટકાએ પહોંચ્યો છે. રાજ્યમાં કોરોના સંક્રમણથી આજે  4 મોત થયા. આજે 3,02,033 લોકોનું રસીકરણ કરવામાં આવ્યું છે.


ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં સામે આવેલા આંકડા પ્રમાણે અમદાવાદ કોર્પોરેશનમાં 3843, સુરત કોર્પોરેશનમાં 2505,  વડોદરા   કોર્પોરેશનમાં 776,  રાજકોટ કોર્પોરેશનમાં 319, સુરત 265, વલસાડમાં 218, ભરૂચમાં 217,  ગાંધીનગર કોર્પોરેશન 150, નવસારીમાં 147, ભાવનગર કોર્પોરેશનમાં 130, કચ્છમાં 105, મોરબીમાં 102, આણંદમાં 98, ગાંધીનગરમાં 94, ખેડામાં 94, વડોદરામાં 86, જામનગર કોર્પોરેશનમાં 77, મહેસાણામાં 63, અમદાવાદમાં 61, દેવભૂમિ દ્વારકામાં 56, રાજકોટમાં 56, બનાસકાંઠામાં 53, પાટણમાં 49, જૂનાગઢ કોર્પોરેશનમાં 39, ગીર સોમનાથમાં 38, સાબરકાંઠામાં 35, સુરેન્દ્રનગરમાં 34, દાહોદમાં 30, અમરેલીમાં 26, ભાવનગરમાં 26, પંચમહાલમાં 26, જામનગરમાં 24, મહીસાગરમાં 20, નર્મદામાં 20, તાપીમાં 19, પોરબંદરમાં 14, જૂનાગઢમાં 11, અરવલ્લીમાં 7, ડાંગમાં 5, બોટાદમાં 2, છોટા ઉદેપુરમાં એક કોરોનાનો નવો કેસ નોંધાયો હતો.


જો કોરોનાના એક્ટિવ કેસની વાત કરીએ તો રાજ્યમાં એક્ટિવ કેસ 43,726  કેસ છે. જે પૈકી 51 વેન્ટીલેટર પર છે, જ્યારે 43,675 નાગરિકો સ્ટેબલ છે. 83,1855 નાગરિકોને ડીસ્ચાર્જ કરવામાં આવ્યા છે. 10137 નાગરિકોનાં અત્યાર સુધીમાં કુલ મોત નિપજ્યાં છે. આજે કોરોનાના કારણે 4  મૃત્યુ થયા. સુરત કોર્પોરેશનમાં બે, વલસાડમાં એક, રાજકોટમાં એક મોત થયું છે.


બીજી તરફ રસીકરણના મોરચે પણ સરકાર મજબૂતીથી લડી રહી છે. હેલ્થકેર વર્કર અને ફ્રન્ટલાઇન વર્કર પૈકી 40  નાગરિકોને રસીનો પ્રથમ ડોઝ અને 840 લોકોને બીજો ડોઝ અપાયો છે.  45 વર્ષથી વધારેની ઉંમરના 10,332 લોકોને પ્રથમ અને 24,468 નાગરિકોને રસીનો બીજો ડોઝ અપાયો હતો. 18-45 વર્ષના નાગરિકો પૈકી 53,538 નાગરિકોને રસીનો પ્રથમ જ્યારે 65,036 નાગરિકોને રસીનો બીજો ડોઝ અપાયો હતો. આ જ રીતે 15-18 વર્ષ સુધીની ઉંમરના 46,650 નાગરિકોને રસીનો પ્રથમ ડોઝ આપવામાં આવ્યો છે. પ્રીકોશન ડોઝ 1,01,129 લોકોને અપાયો છે.  આજે કુલ 3,02,033 લોકોનું રસીકરણ કરાયું છે. અત્યાર સુધીમાં કુલ 9,41,33,701 લોકોને રસી અપાઈ છે.


Mercedes Benz લોન્ચ કરશે Made in India EQS ઈલેક્ટ્રિક કાર, ભારતમાં સૌથી લાંબી રેન્જ ધરાવતી હશે EV


Omicron Variant Alert:ઓમિક્રોનના આ 2 લક્ષણો છે એકદમ અલગ, ના કરો નજર અંદાજ


IND vs SA ODI Series: વન ડે ટીમમાં થયા બે બદલાવ, પાંચ વર્ષ બાદ આ ખેલાડીને મળ્યો મોકો


Ahmedabad : ઉત્તરાયણને લઈને પોલીસ એક્શન મોડમાં, ધાબા પર નિયમો તોડશો તો પડી શકે ભારે