Coronavirus Cases LIVE: દિલ્હીમાં નાંખવામાં આવ્યો Night Curfew

હાલ 16 હજાર 252 એક્ટિવ કેસ છે અને 167 દર્દી વેન્ટીલેટર પર છે.

એબીપી અસ્મિતા વેબ ટીમ Last Updated: 06 Apr 2021 07:22 AM
સુરતમાં વકરી રહેલી કોરોનાની સ્થિતિ

રાજ્યમાં અત્યારે કોરોનાની સૌથી વધુ વિકટ સ્થિતિ સુરતમાં છે, ત્યારે સુરતમાં વકરી રહેલી કોરોનાની સ્થિતિથી સરકાર ચિંતિત બની છે. આજે મુખ્યમંત્રી વિજય રૂપાણી સ્થિતિની સમીક્ષા કરવા માટે સુરત પહોંચવાના છે. તેમની સાથે તેમની સાથે આરોગ્ય અગ્ર સચિવ જયંતિ પણ ઉપસ્થિત રહેવાના છે. 

કોરોનાની સારવાર દરમિયાન 19 દર્દીઓના મોતથી ખળભળાટ

રાજકોટમાં છેલ્લા 24 કલાકમાં વધુ 19 પોઝિટિવ દર્દીઓના મોત થયા છે. છેલ્લા છ દિવસથી કમોતના આંકડામાં વધારો થઇ રહ્યો છે. વધતા મોતથી તંત્રની ચિંતામાં વધારો થયો છે. કોરોનાના મૃત્યુઆંક ઘટાડવા નક્કર આયોજન કરવું જરૂરી છે. આખરી નિર્ણય ડેથ ઓડિટ કમિટિ કરશે.

RTOમાં એક વર્ષ ફરી કોરોના સંક્રમણ ફેલાયું, મહિલા ઇન્સ્પેક્ટર સહિત બે અધિકારીને ચેપ લાગતાં ચિંતા

ભુજઃ જિલ્લાની ભુજ RTOમાં એક વર્ષ બાદ ફરી કોરોનાનું સંક્રમણ ફેલાયું છે. મહિલા ઇન્સ્પેક્ટર સહિત બે અધકારીના રિપોર્ટર પોઝિટિવ આવ્યા છે. RTO મહિલા ઈસ્પેક્ટર કે. આર.મકવાણા અને ઇન્સ્પેક્ટર બી.પી. ઠાકોર કોરોનાની ઝપેટમાં આવી ગયા છે. મોટા ભાગના અધિકારીઓ કચ્છ બહારના હોવાથી સંક્રમણ વધે તેવી શકયતા છે. બેદરકારી અને કોરોના ગાઈડ લાઈનની અમલવારી ચુસ્તપણે ન હોવાથી સંક્રમણ ફેલાયું છે. 

મૃત્યુદર

અમદાવાદમાં કોરોનાથી મૃત્યુ દર ૩.૧ ટકા છે. કોરોનાથી સૌથી વધુ મૃત્યુ થયા હોય તેવા રાજ્યોમાં ગુજરાત ૧૦માં સ્થાને છે. છેલ્લા ૨૪ કલાકમાં સુરતમાંથી ૬૭૮, અમદાવાદમાંથી ૪૬૮, વડોદરામાંથી ૨૧૦, રાજકોટમાંથી ૧૮૨ એમ રાજ્યભરમાંથી ૨ હજાર ૦૨૮ દર્દીઓ કોરોનાથી સાજા થયા છે. અત્યારસુધી કુલ ૩ લાખ ૭૬૫ દર્દીઓ કોરોનાથી સાજા થયા છે અને રીક્વરી રેટ ૯૩.૫૨ ટકા છે. રાજ્યમાંથી પોરબંદરમાં સૌથી વધુ ૯૮.૮૦ ટકા, જૂનાગઢમાં ૯૭.૩૦ ટકા, બનાસકાંઠામાં ૯૭ ટકા, ગીર સોમનાથમાં ૯૬.૯૦ ટકાનો રીક્વરી રેટ છે. ૮૧.૯ ટકા સાથે ડાંગ સૌથી ઓછો રીક્વરી રેટ ધરાવે છે.

સોમવારે ક્યાં કેટલા કેસ

સોમવારે સુરત શહેરમાં 603 અને ગ્રામ્યમાં 185 સાથે સૌથી વધુ 788 કેસ નોંધાયા છે. અમદાવાદ શહેરમાં ૭૭૩ અને ગ્રામ્યમાં ૧૪ સાથે ૭૮૭ કેસ નોંધાયા છે. વડોદરા અને રાજકોટમાં પણ ચિંતાજનક સ્થિતિ છે. છેલ્લા ૨૪ કલાકમાં ૩૦૦થી વધુ કેસ સામે આવ્યા છે. જેમાં વડોદરા શહેરમાં ૨૧૬-ગ્રામ્યમાં ૧૧૪ સાથે કુલ ૩૩૦, રાજકોટ શહેરમાં ૨૮૩, ગ્રામ્યમાં ૨૮ સાથે ૩૧૧ કેસનો સમાવેશ થાય છે. આમ, ચાર મહાનગરમાં જ ૨ હજાર ૨૧૬ નવા કેસ નોંધાયા છે. તો જામનગરમાં 124, મહેસાણામાં 88, ભાવનગરમાં 79, ગાંધીનગરમાં 66, પાટણમાં 65, પંચમહાલમાં 39 કેસ નોંધાયા છે.

કુલ મૃત્યુઆંક

કુલ કેસનો આંક 3 લાખ 21 હજાર 598 અને કુલ મૃત્યુઆંક 4 હજાર 581 થયો છે. એપ્રિલના પાંચ દિવસમાં જ 13 હજાર 900 કેસ અને 66 દર્દીઓના મૃત્યુ થયા છે. હાલની સ્થિતિએ પ્રતિ કલાકે 132 વ્યક્તિ કોરોનાની ઝપેટમાં આવી રહી છે.

બ્રેકગ્રાઉન્ડ

Gujarat Coronavirus Cases LIVE Updates: રાજ્યમાં કોરોના ઘાતક બન્યો છે. ગઈકાલે રાજ્યમાં રેકોર્ડબ્રેક 3 હજાર 160 કેસ નોંધાયા હતા. જ્યારે 15નાં મૃત્યુ થયા હતા અને નવ ઓક્ટોબર 2020 એટલે 178 દિવસમાં પ્રથમ વખત એક્ટિવ કેસનો આંક 16 હજારને પાર થયો છે. હાલ 16 હજાર 252 એક્ટિવ કેસ છે અને 167 દર્દી વેન્ટીલેટર પર છે.

- - - - - - - - - Advertisement - - - - - - - - -

TRENDING NOW

© Copyright@2024.ABP Network Private Limited. All rights reserved.